Not Set/ બીઆઇએસ એ માણેકચોકના જવેલર પાસેથી નકલી હોલમાર્કવાળા 4.3 કિલોગ્રામના સોનાના આભૂષણ જપ્ત કર્યા

બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સએ માણેકચોક વિસ્તારના એક જવેલર પાસેથી રેડ દરમિયાન મોટી માત્રામાં હોલમાર્કના આભૂષણો જપ્ત કર્યા છે. અહિયાંથી નકલી હોલમાર્કવાળા 4.3 કિલોગ્રામના સોનાના આભૂષણ જપ્ત કરવામાં આવ્યા છે. આ બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ અમદાવાદ શાખા દ્વારા કરવામાં આવેલી અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી છે. ગત દસ દિવસોમાં બ્યુરોએ માણેકચોકમાં ત્રણ વાર રેડ પાડી છે, […]

Top Stories Ahmedabad Gujarat
000 7 2874619 835x547 m બીઆઇએસ એ માણેકચોકના જવેલર પાસેથી નકલી હોલમાર્કવાળા 4.3 કિલોગ્રામના સોનાના આભૂષણ જપ્ત કર્યા

બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સએ માણેકચોક વિસ્તારના એક જવેલર પાસેથી રેડ દરમિયાન મોટી માત્રામાં હોલમાર્કના આભૂષણો જપ્ત કર્યા છે. અહિયાંથી નકલી હોલમાર્કવાળા 4.3 કિલોગ્રામના સોનાના આભૂષણ જપ્ત કરવામાં આવ્યા છે. આ બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ અમદાવાદ શાખા દ્વારા કરવામાં આવેલી અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી છે. ગત દસ દિવસોમાં બ્યુરોએ માણેકચોકમાં ત્રણ વાર રેડ પાડી છે, જેમાં પાંચ જવેલર્સ પર કાર્યવાહી કરવામાં આવી છે.

બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ અમદાવાદ શાખાના વિજ્ઞાનિક અને પ્રમુખ આલોક સિંહે જણાવ્યું કે અમને સૂચના મળી હતી કે અમદાવાદના માણેકચોક વિસ્તારમાં બીઆઇએસ ના માર્ક અને હોલમાર્ક વાળા નકલી આભૂષણો બનાવી અને વહેંચવામાં આવે છે.
સુચનના આધાર પર ગુરુવારે માણેકચોક સ્થિત એસ.નો.ગોલ્ડ પ્રાઇવેટ લિમિટેડ જવેલરી શો રમ પાર રેડ કરવામાં આવી હતી. તાપસ દરમિયાન અહિયાંથી 4.3 કિલોગ્રામના સોનાના નકલી હોલમાર્કવાળા આભૂષણો હાથ લાગ્યા હતા. ત્યાર બાદ તેને જપ્ત કરી લેવામાં આવ્યા હતા. આ એક જ શોરૂમથી નકલી હોલમાર્કવાળા આભૂષણોના વજનના હિસાબે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

આ પહેલા 15 મેં ના રોજ માણેકચોકમાં જ ત્રણ જવેલર્સ ભાગ્ય ગોલ્ડ, આર.એસ. ગોલ્ડ, અને સ્વર્ણશીલ્પ પર રેડ દરમિયાન 3.2 કિલોગ્રામ હોલમાર્કવાળા નકલી આભૂષણો જપ્ત કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ 22 મેં ના રોજ પણ માણેકચોકમાં ગોપીનાથ જવેલર્સમાં 1.25 કિલોગ્રામ નકલી હોલમાર્ક વાળા આભૂષણો જપ્ત કરવામાં આવ્યા હતા.

સિંહે જણાવ્યું હતું કે આપણે કોઈ પણ વ્યક્તિ અથવા જવેલર્સ બીઆઇએસ ના હોલમાર્ક વાળા આભૂષણ લાયસન્સ વગર વહેંચતા હોવાની જાણકારી મળે તો તેઓ બીઆઇએસ ના ગુજરાત વિદ્યાપીઠ પાછળ સ્થિત કાર્યાલયમાં ફરિયાદ નોંધાવી શકે છે.