Not Set/ જામનગરમાં એક પછી એક અનુભવાયા ભૂકંપના આંચકા, 2 દિવસમાં 9 આંચકાથી લોકોમાં છવાયો ભય

જામનગર જીલ્લામાં છેલ્લા એક સપ્તાહથી કાલાવડ તાલુકાની જૂની ફોલ્ટ લાઈન સક્રિય થતા સમયાંતરે ભૂકંપના હળવા આંચકા અનુભવાઈ રહ્યા છે. ગઈ કાલે સાંજે અને રાત્રે વધુ બે આંચકા આવતા થોડો ભય ફેલાયો છે. જામનગર જીલ્લામાં કાલાવડ ફોલ્ટ લાઈન ફરી સક્રિય થઇ છે. જેને કારણે સમયાન્તરે ભૂ-કંપન થઇ રહ્યું છે. છેલ્લા બે દિવસની વાત કરવામાં આવે તો […]

Gujarat Others
74218e91c88cfa78e207bb3ba9b3d97d જામનગરમાં એક પછી એક અનુભવાયા ભૂકંપના આંચકા, 2 દિવસમાં 9 આંચકાથી લોકોમાં છવાયો ભય

જામનગર જીલ્લામાં છેલ્લા એક સપ્તાહથી કાલાવડ તાલુકાની જૂની ફોલ્ટ લાઈન સક્રિય થતા સમયાંતરે ભૂકંપના હળવા આંચકા અનુભવાઈ રહ્યા છે. ગઈ કાલે સાંજે અને રાત્રે વધુ બે આંચકા આવતા થોડો ભય ફેલાયો છે.

જામનગર જીલ્લામાં કાલાવડ ફોલ્ટ લાઈન ફરી સક્રિય થઇ છે. જેને કારણે સમયાન્તરે ભૂ-કંપન થઇ રહ્યું છે. છેલ્લા બે દિવસની વાત કરવામાં આવે તો કાલાવડ ફોલ્ટ લાઈનમાં ભૂકંપના કુલ આઠ આંચકા અનુભવાયા છે. જેમાં ગઈ કાલે સાંજે 5:28 વાગ્યે જામનગરથી 23 કિમી દુર કાલાવડ તાલુકાના ખાનકોટડા ગામે જમીન અંદર 10 કિમી ઊંડાઈએ 2.1 તીવ્રતા વાળો આંચકો અનુભવાયો હતો.

જયારે મોડી રાત્રે 10:09 વાગ્યે જામનગરથી 27 કિમી દુર કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કેન્દ્રબિંદુ ધરાવતો આંચકો નોંધાયો છે.ભૂકંપના સતત આંચકાઓથી જામનગર શહેર-જીલ્લામાં ભય ફેલાયો છે.

સલમાન ખાન મંતવ્ય ન્યુઝ, જામનગર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન