Gujarat Election/ બીજા તબક્કાના મતદાન સમયે મતદારોને બુથ પર મોબાઇલ લઇ જઇ શકશે નહી,ચૂંટણી પંચનાે આદેશ

ગુજરાત વિધાનસભાના બીજા તબક્કાનું પ્રચાર પડધમ શાંત થઇ ગયું છે. હવે પાંચ તારીખે 93 બેઠકો પર મતદાન થવાનું છે.બી

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
Polling station 
  • બીજા તબક્કામાં બુથમાં ફોન લઇ જવા પર પ્રતિબંધ
  • સુરતમાં બૂથનો વીડિયો ફરતો થતાં ઈસી એલર્ટ
  • અધિકારીઓને કડકાઈ દાખવવાનો આદેશ
  • બુથમાં ફોન લઇ જવા પર પ્રતિબંધનો આદેશ
  • બુથનાં 200 મીટર સુધી વાહન લઇ જવા વિરુદ્ધ નોંધાશે ગુનો

Polling station   ગુજરાત વિધાનસભાના બીજા તબક્કાનું પ્રચાર પડધમ શાંત થઇ ગયું છે. હવે પાંચ તારીખે 93 બેઠકો પર મતદાન થવાનું છે.બીજા તબક્કાની 93 બેઠકો પર મહાસંગ્રામ ખેલાશે,આમ આદમી પાર્ટીના લીધે સમીકરણો બદલાશે તેવી ધારણ બાંધવામાં આવી રહી છે. આ વખતે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની બેઠકો પર ખરાખરીનો જંગ જોવા મળશે, મધ્ય ગુજરાતની 61 બેઠકો નિર્ણાયક સાબિત થશે.પહેલા તબક્કામાં સુરત બૂથનો વીડિયો વાયરલ થતા હોવાથી ચૂંટણી પંચે આ મામલે હવે અગમચેતી પગલાં લીધા છે. સુરતનો વીડિયો ખુબ વાયરલ થયો હતો આ અંતર્ગત હવે ચૂંટણી પંચે બુથની અંદર મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ મૂક્યો છે. ચૂંટણી પંચે આ મામલે આદેશ આપ્યો છે કે મોબાઇલ ફોન બુથમાં લઇ જઇ શકશો નહીં. આ ઉપરાંત આ મામલે અધિકારીઓને કડકાઇ કરવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે.આ સાથે 200 મીટર સુધી વાહન પણ લઇ જવાની મનાઇ કરી છે.

 નોંધનીય છે કે પહેલા તબક્કાનું મતદાન થઇ ગયુ છે, આવતીકાલે બીજા તબક્કાનું મતદાન યોજાવવા જઇ રહ્યું એવામાં ચૂંટણી પંચે તમામ બાબતો પર પ્રકાશ પાડ્યો છે. નિયમો સહિત નવા સૂચનો જાહેર કર્યા છે. જો કોઇ નિયમ વિરૂદ્વ જશે તો તેની સામે કાનૂની કાર્યવાહી થશે.

ઉલ્લેખનીય છે કે મધ્ય ગુજરાતની 61 બેઠકો પર  અમદાવાદ, વડોદરા, આણંદ જેવો ગીચ વસ્તી ધરાવતા શહેરી વિસ્તાર પણ છે અને આદિવાસી વસ્તી બહુલ જિલ્લાઓ પણ છે. ગુજરાત વિધાનસભા બેઠકોની વાત કરીએ તો કુલ 61 બેઠકો મધ્ય ગુજરાતમાં આવેલી છે. તેમાંથી વડોદરામાં 10, દાહોદમાં 6, આણંદમાં 7, અમદાવાદમાં 21, ખેડામાં 6, મહીસાગરમાં 3, પંચમહાલમાં 5 અને છોટાઉદેપુરમાં 3 બેઠકોનો સમાવેશ થાય છે. આ બેઠકો પર હાલમાં ભાજપ પાસે 38 બેઠક કોંગ્રેસ પાસે 22  અને 1 બેઠક અપક્ષ પાસે છે

Digital Personal Data Protection Bill/માહિતી લીક કરતી કંપનીઓ પર મોદી સરકારની લાલ આંખ, બજેટ

Gujarat Assembly Election 2022/ ‘કોંગ્રેસ આ વખતે ગુજરાતમાં 125થી વધુ બેઠકો જીતીને સરકાર બનાવવા જઈ રહી છે’