Vibrant thali/ વાઇબ્રન્ટ ગુજરાતનું મેનુ પણ હશે વાઇબ્રન્ટ

આ વખતે વાઇબ્રન્ટ ગુજરાતમાં આવનારા 34 દેશોના આગેવાનો અને ઉદ્યોગપતિઓને ગુજરાતની વૈવિધ્યસભર વાનગીઓનો એવો રસથાળ પીરસાવવાનો છે કે તેઓ કમસેકમ બીજા કોઈ સેક્ટરમાં તો નહીં પણ ગુજરાતમાં ફૂડ સેક્ટરમાં રોકાણ કરવા ચોક્કસપણ લલચાઈ જાયને.

Top Stories Gandhinagar Gujarat
YouTube Thumbnail 2024 01 09T170636.366 વાઇબ્રન્ટ ગુજરાતનું મેનુ પણ હશે વાઇબ્રન્ટ

ગાંધીનગરઃ આ વખતે વાઇબ્રન્ટ ગુજરાતમાં આવનારા 34 દેશોના આગેવાનો અને ઉદ્યોગપતિઓને ગુજરાતની વૈવિધ્યસભર વાનગીઓનો એવો રસથાળ પીરસાવવાનો છે કે તેઓ કમસેકમ બીજા કોઈ સેક્ટરમાં તો નહીં પણ ગુજરાતમાં ફૂડ સેક્ટરમાં રોકાણ કરવા ચોક્કસપણ લલચાઈ જાયને.

આ વખતે ગુજરાતમાં વાઇબ્રન્ટમાં આવનારા મહેમાનોને આગતાસ્વાગતા એટલી બધી ગુજરાતી વાનગીઓથી કરવાની છે કે તેઓ આંગળી જ ચાટતા રહી જાય, તેની સાથે તેઓ ત્રણ દિવસ તો શું બાકીની આખી જિંદગી આ આહાર યાદ રાખશે. આ વખતની વાઇબ્રન્ટમાં વિદેશી મહેમાનોને નોનવેજ ખાવાનું નહીં અપાય, પરંતુ ગુજરાતની વિવિધતાસભર સ્વાદિષ્ટ વાનગીઓ પીરસવામાં આવશે.

દેશવિદેશથી આવનારા મહેમાનોને ખાખરા, વાટીદાળ ખમણ, બાસમતી ચોખા, રાજભોગ શીખંડ, પાતરા, ગાંઠિયા, ફાફડા-સેવખમણી, મહારાજ સ્પેશ્યલ ડ્રિન્ક, શેહતૂત લેમન ડ્રિન્ક સહિતની વિવિધ વાનગીઓ અને પીણા પીરસવામાં આવનારા છે. તેની સાથે ગુજરાતના સાંસ્કૃતિક વારસાની પણ ઝાંખી કરાવવામાં આવશે.

વાઇબ્રન્ટ ગુજરાતનું મેનું ત્રણ થીમમાં તૈયાર કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદી અને યુએઇના વડા કાઠિયાવાડના ઊંધિયાનો સ્વાદ વાઇબ્રન્ટ પૂર્વે માણશે. દેશ-દુનિયાના પ્રતિષ્ઠિતિ અને સન્માનિતોને એક જ થાળીમાં 18 વાનગી પીરસાશે. આ ઉપરાંત વાઇબ્રન્ટ સમિટના દિવસે વાઇબ્રન્ટ ભારત થાળી પણ પીરસવામાં આવશે. આ દિવસે વિદેશ મહેમાનો ભારતીય વાનગીઓની સાથે કાઠિયાવાડી વાનગી પીરસાશે.

વાઇબ્રન્ટના પ્રથમ દિવસે લંચમાં વાઇબ્રન્ટ ભારત થાળી પીરસાશે અને સાંજે ડિનરમાં ટેસ્ટ ઓફ ગુજરાતની થીમ પર બધા મહેમાનોને ગુજરાતનું વૈવિધ્યસભર ભોજન આપવામાં આવશે. તેમા ખીચડી કઢીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેના પછી 11મી જાન્યુઆરીએ બપોરે લંચમાં ટેસ્ટ ઓફ મિલેટ્સમાં બાજરી, જુવાર, મકાઈ, રાગી, બંટીના ધાનમાંથી તૈયાર થયેલી વાનગીઓ પીરસવામાં આવશે. તે દિવસે સાંજે પ્રોગ્રામની સાથે નેટવર્કિંગ ડિનરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેના પછી વાઇબ્રન્ટના અંતિમ દિવસે ટેસ્ટ ઓફ કાઠિયાવાડ થાળી મહેમાનોને આપવામાં આવનારી છે. લંચમાં રીંગણનો ઓળો અને બાજરીના રોટલાનો સમાવેશ થાય છે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ