બિલ્કીસ બાનો કેસ/ બિલ્કીસ બાનો કેસના ભાગેડુ દોષિતો પાસે સજામાંથી બચવા છે કોઈ વિકલ્પ

બિલ્કીસ બાનો પર વર્ષ 2002માં સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા 11 દોષિતોને ગુજરાત સરકારે સજામાં આપેલી રાહત રદ કરી છે.

Top Stories India
Mantay 38 બિલ્કીસ બાનો કેસના ભાગેડુ દોષિતો પાસે સજામાંથી બચવા છે કોઈ વિકલ્પ

બિલ્કીસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા 11 દોષિતોને સજામાં આપેલી રાહત રદ કરી છે. કોર્ટના ચુકાદા બાદ બિલ્કીસ બાનોએ ન્યાય થયો હોવાનું જણાવતા સુપ્રીમ કોર્ટનો આભાર માન્યો. જ્યારે કેસના 11 દોષિતો ઘરપકડના ડરે ગાયબ થઈ ગયા છે. બિલ્કીસ બાનો રેપ કેસમાં ભાગેડુ દોષિતોને સજામાંથી બચવા કોઈ વિકલ્પ છે ખરો તેમ  કાયકાકીય નિષ્ણાતોમાં આ મામલે ચર્ચા થઈ રહી છે.

દોષિતો પાસે છે વિકલ્પ

બિલ્કિસ બાનો કેસના ભાગેડુ 11 દોષિતો સજામાંથી રાહત મેળવવા રિવ્યુ પિટિશન દાખલ કરી શકે છે. સુપ્રીમ કોર્ટે આપેલ ચુકાદાના 30 દિવસની અંદર કોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરવાની હોય છે. પરંતુ કોર્ટ તમામ રિવ્યુ પિટિશનનો સ્વીકાર નથી કરતી જે પિટિશન પર વિચારણા યોગ્ય લાગે તેનો જ સ્વીકાર કરે છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાથી નારાજ પક્ષકાર રિવ્યુ પિટિશન દાખલ કરી શકે છે. સુપ્રીમ કોર્ટના નિયમાનુસાર 1966 હેઠળ આદેશની તારીખથી 30 દિવસની અંદર જો પક્ષકાર રિવ્યુ પિટિશન દાખલ ના કરે તો કોર્ટે આપેલ ચુકાદો માન્ય ગણવામાં આવે છે. રિવ્યુ પિટિશનમાં એવી પણ ભલામણ કરવામાં આવે છે કે મૌખિક દલીલો વગર જજની એ જ બેંચને મોકલવામાં આવે જેણે ચુકાદો અથવા આદેશની સમીક્ષા કરી હોય. કોર્ટ દરેક રિવ્યુ પિટિશનનો સ્વીકાર કરતી નથી. પર્યાપ્ત આધારો પર દાખલ કરવામાં આવેલ રિવ્યુ પિટિશન પર કોર્ટ વિચારણા કરે છે.

ગુજરાતના નિર્ણયને પલટાવતી સુપ્રીમ કોર્ટ

ગોધરાકાંડના રમખાણોની આડમાં મહિલાઓ અને માસૂમો પર અત્યાચાર કરવામાં આવ્યો હતો. આ રમખાણોમાં બિલ્કીસ બાનો નામની મહિલા પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. જો કે સુપ્રીમ કોર્ટે બિલ્કિસ બાનો કેસમાં ગુજરાતના નિર્ણયને પલટાવતા દોષિતોની સજા રદી કરી. ગુજરાત સરકારે 15 ઓગસ્ટના રોજ દોષિતોને ઉમરકેદ સજામાં આપેલી માફી રદ કરી હતી. 2008માં સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે બિલ્કીસ બાનો કેસના 11 આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી હતી, જેને બોમ્બે હાઈકોર્ટે પણ મંજૂરી આપી હતી. બિલ્કીસ બાનો ગેંગ રેપના દોષિતોએ 15 વર્ષ જેલમાં વિતાવ્યા બાદ અરજી કરી હતી. જેના પર ગુજરાત સરકારે માફી નીતિ હેઠળ આ 11 દોષિતોને જેલમાંથી મુક્ત કર્યા હતા.

સુપ્રીમની ટકોર

સુપીમ કોર્ટો દોષિતોની સજા રદ કરતાં ટકોર પણ કરી હતી કે ગુજરાત-મહારાષ્ટ્ર બંને રાજ્યની નીચલી કોર્ટ અને હાઈકોર્ટે આ કેસમાં ચુકાદો આપી દીધા બાદ તેમાં દખલગીરી કરવાની કોઈ જરૂરિયાત લાગતી નથી. આ કેસમાં મહારાષ્ટ્ર કોર્ટે સજા આપી હોવાથી માફિનો અધિકાર પણ મહારાષ્ટ્ર કોર્ટનો જ છે. છતાં ગુજરાત સરકારે 11 દોષિતોને સમય પહેલા મુક્તિ આપી. આજે કોર્ટ નોંધ્યું હતું કે જે રાજ્યમાં સજા આપવામાં આવી હોય તે રાજ્યની સરકાર જ સજામાફી અંગે નિર્ણય લઈ શકે. બિલ્કીસનો કેસ મહારાષ્ટ્રમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ નિર્ણયને સુપ્રીમમાં પડકારવામાં આવ્યો હતો. જેના પર આજે સુપ્રીમે ચુકાદો આપતા છોડી મૂકેલા આરોપીઓને દોષિત જાહેર કરતા હવે તેમને બે અઠવાડિયાની અંદર જેલમાં જવાનો આદેશ આપ્યો છે.

બિલ્કીસ બાનો પર થયો હતો બળાત્કાર

બિલ્કીસ બાનો પર વર્ષ 2002માં સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. તે સમયે બિલ્કીસ બાનો ગર્ભવતી હતી. આ ઉપરાંત ગુનાહિત તત્વોએ તેના પરીવારના સાત સભ્યોની હત્યા કરી હતી. આ ઘટના ગુજરાતમાં ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા રમખાણો દરમ્યાન બનવા પામી હતી. રમખાણોની આડમાં ગુનાહિત તત્વો દ્વારા આચરવામાં આવેલ ગુનાઓને લઈને કેસ દાખલ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે આ કેસ મહારાષ્ટ્રમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ ગુજરાત સરકારે દોષિતોને મુક્ત કરતા રાજ્ય સરકારના આ નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. જેમાં સુપ્રીમ કોર્ટે દોષિતોને સજા રદ કરતા જેલમાં મોકલવાનો આદેશ આપ્યો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઉતરાયણના પહેલા જ ચાઇનીઝ દોરીએ લીધો યુવતીનો ભોગ

આ પણ વાંચો:વાઈબ્રન્ટ સમિટ પહેલા પીએમ મોદી તેમની ત્રણ દિવસીય ગુજરાત મુલાકાતમાં ટ્રેડ શોનું ઉદ્ઘાટન, જાણો કાર્યક્રમ