Covid-19/ આજે દેશમાં કોરોનાનાં નોંધાયા 11,466 નવા કેસ, 460 દર્દીઓનાં થયા મોત

છેલ્લા 24 કલાકમાં દેશની અંદર કોરોના વાયરસનાં કુલ 11 હજાર 466 નવા કેસ સામે આવ્યા છે. તાજેતરનાં આંકડાઓ અનુસાર, હવે દેશમાં કોરોનાનાં માત્ર 1 લાખ 39 હજાર 683 સક્રિય દર્દીઓ બચ્યા છે.

Top Stories India
કોરોનાવાયરસ

વૈશ્વિક સ્તરે, કોરોના વાયરસે 25.06 કરોડ લોકોને પોતાની ઝપટમાં લીધા છે. આ જીવલેણ મહામારીનાં કારણે અત્યાર સુધીમાં 50.6 લાખથી વધુ લોકોનાં મોત થયા છે, જ્યારે 7.31 અબજથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. સૌથી વધુ કેસ સાથે વિશ્વની સૌથી મોટી મહાસત્તા અમેરિકા સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSSE) દ્વારા મંગળવારે જાહેર કરાયેલા ડેટા અનુસાર વર્તમાન વૈશ્વિક કેસો, મૃત્યુ અને રસીકરણની કુલ સંખ્યા અનુક્રમે વધીને 250,832,172, 5,063,565 અને 7,310,522,868 થઈ ગઈ છે. CSSE મુજબ, યુ.એસ. વિશ્વમાં સૌથી વધુ કેસ અને મૃત્યુ 46,693,102 અને 757,291 સાથે સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. ભારત 34,377,113 કેસ સાથે કોરોના સંક્રમણનાં મામલે બીજા ક્રમે અને બ્રાઝિલ 21,897,025 સંક્રમણ સાથે ત્રીજા ક્રમે છે.

આ પણ વાંચો – મહત્વની બેઠક / ભારતની અધ્યક્ષતામાં આજે ઇરાન સહિત 7 દેશના NSA બેઠકમાં ભાગ લેશે,અફઘાનિસ્તાન પર થશે ચર્ચા

આપને જણાવી દઇએ કે, છેલ્લા ઘણા સમયથી દેશમાં કોરોનાનાં કેસમાં ઘટાડો થયો છે. તાજેતરમાં દિવાળીનો તહેવાર દેશવાસીઓ ધામધૂમથી મનાવ્યો હતો. ત્યારે એવુ માનવામાં આવી રહ્યુ હતુ કે, દિવાળી બાદ કોરોનાનાં કેસમાં વધારો થઇ શકે છે. જો કે તમામ આશંકાઓ વચ્ચે ભારતમાં કોરોનાનાં કેસ દિવસેને દિવસે સતત ઘટી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશની અંદર કોરોના વાયરસનાં કુલ 11 હજાર 466 નવા કેસ સામે આવ્યા છે. તાજેતરનાં આંકડાઓ અનુસાર, હવે દેશમાં કોરોનાનાં માત્ર 1 લાખ 39 હજાર 683 સક્રિય દર્દીઓ બચ્યા છે, જે છેલ્લા 264 દિવસમાં સૌથી ઓછા છે. આરોગ્ય મંત્રાલયનાં આંકડા અનુસાર, છેલ્લા એક દિવસમાં કોરોનાનાં 460 દર્દીઓનાં મોત થયા છે. આ પછી, દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 4 લાખ 61 હજાર 849 પર પહોંચી ગયો છે. વળી, મંગળવાર સવાર સુધીનાં ડેટા અનુસાર, દેશમાં કોરોના રસીનાં કુલ 1 અબજ 9 કરોડ 63 લાખ 59 હજાર 208 ડોઝ આપવામાં આવ્યા છે.

દરમિયાન, રાજ્ય સરકારે મંગળવારે કહ્યુ કે, કેરળમાં 6,409 તાજા કોરોનાવાયરસ સંક્રમણ અને 384 મૃત્યુ નોંધાયા છે, જેનો કેસલોડ 50,27,318 અને મૃત્યુઆંક 34,362 પર લઈ ગયો છે. સોમવારથી 6,319 વધુ લોકો વાયરસમાંથી સાજા થયા સાથે, કુલ રિકવરીનો આંકડો વધીને 49,21,312 થયો છે અને સક્રિય કેસ આજે 71,020 પર પહોંચી ગયા છે, એમ સત્તાવાર અખબારી યાદીમાં જણાવાયું છે.