Not Set/ શું દેશની કરન્સીમાંથી ૨૦૦૦ રૂ.ની નોટની વિદાય નક્કી છે ?

નવી દિલ્હી, દેશભરમાં બે વર્ષ પહેલાં કરવામાં આવેલી નોટબંધી બાદ સરકાર દ્વારા ૨૦૦૦ રૂપિયાની નવી નોટ ચલણમાં લાવવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ લોકોમાં આશંકા હતી કે આ નોટ જલ્દી જ સર્ક્યુલેશનમાંથી બહાર થઈ જશે. આ સંભાવનાઓને સરકાર દ્વારા ફગાવવામાં આવી હતી. આ ઉપરાંત ૧૦ ઓગષ્ટ, ૨૦૧૬ના રોજ સરકાર તરફથી લોકસભામાં સ્પષ્ટ કરાયું હતું કે,૨૦૦૦ રૂ.ની નોટને ચલણમાંથી […]

Top Stories Trending Business
money 1 શું દેશની કરન્સીમાંથી ૨૦૦૦ રૂ.ની નોટની વિદાય નક્કી છે ?

નવી દિલ્હી,

દેશભરમાં બે વર્ષ પહેલાં કરવામાં આવેલી નોટબંધી બાદ સરકાર દ્વારા ૨૦૦૦ રૂપિયાની નવી નોટ ચલણમાં લાવવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ લોકોમાં આશંકા હતી કે આ નોટ જલ્દી જ સર્ક્યુલેશનમાંથી બહાર થઈ જશે.

આ સંભાવનાઓને સરકાર દ્વારા ફગાવવામાં આવી હતી. આ ઉપરાંત ૧૦ ઓગષ્ટ, ૨૦૧૬ના રોજ સરકાર તરફથી લોકસભામાં સ્પષ્ટ કરાયું હતું કે,૨૦૦૦ રૂ.ની નોટને ચલણમાંથી પાછો લેવાનો કોઈ પ્રસ્તાવ નથી.

પરંતુ ૨૦૦૦ રૂ.ની નોટ પાછી લેવા અંગેની હવા હાલમાં જ જાહેર કરાયેલા RBIના આંકડા પરથી જોવા મળી રહી છે.

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના આંકડા મુજબ ચાલુ મહિનાના ૯ થી ૨૩ નવેમ્બર વચ્ચે ૨૦૦૦ રૂપિયાની નોટના સર્ક્યુલેશનમાં ૧૧,૬૦૦ કરોડ રૂપિયાનો ઘટાડો આવ્યો છે.

નિષ્ણાંતોના જણાવ્યા મુજબ, કરન્સીમાં આવેલો ધટાડો એ આ ટ્રેન્ડના કારણે જ આવ્યો છે.

પ્રાપ્ત થયેલી માહિતી અનુઆર, RBIના કરન્સી પ્રેસ, નાસિકને ૨૦૦૦ રૂપિયાની નવી નોટ છાપવા માટેનો ઓર્ડર પણ મળ્યો નથી, જેથી તેઓ નોટ પ્રિન્ટ કરી રહ્યા નથી.

RBIના નવા આંકડાઓ પણ બતાવે છે, હાલના ત્રિમાસિક ગાળામાં પહેલીવાર જાહેર કરવામાં આવનારી નોટોની સંખ્યામાં ૯ થી ૨૩ નવેમ્બર સુધીમાં પણ ધટાડો થયો છે.