વરસાદ/ ગુજરાતના 186 તાલુકામાં સાર્વત્રિક વરસાદ,ગોધરામાં 9 ઇંચ વરસાદ

આજે સવારે 6 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી રાજ્યના 186 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. 

Top Stories Gujarat
10 2 7 ગુજરાતના 186 તાલુકામાં સાર્વત્રિક વરસાદ,ગોધરામાં 9 ઇંચ વરસાદ

 ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી ,જેના લીઘે અનેક જિલ્લાઓ પ્રભાવિત થયા છે. શનિવારે મેઘરાજાએ દસ્તક આપી હતી,વરસાદ અવિરત રીતે વરસી રહ્યો છે. રાજ્યમાં વરસાદી માહોલ યથાવત જોવા મળી  રહ્યો છે. આજે સવારે 6 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી રાજ્યના 186 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.

સરકારે રજૂ કરેલા આંકડા મુજબ આજે પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદ પડયો હતો. પંચમહાલ જિલ્લાના ગોધરા અને શહેરામાં 9 ઈંચ ધોધમાર વરસાદ વરસ્યો છે. આ સિવાય મોરવા હડફ તાલુકામાં 7 ઈંચ વરસાદ નોંધાયો છે.જયારે મહીસાગરના વીરપુરમાં 8.7 ઈંચ, સાબરકાંઠાના તલોદમાં 8 ઈંચ, અરવલ્લીના બાયડમાં 8 ઈંચ અને ધનસુરામાં 7.5 ઈંચ અને સાબરકાંઠાના પ્રાંતિજમાં પોણા 7 ઈંચ વરસાદ નોંધાયો છે.

નોંધનીય છે   4 તાલુકામાં 8 ઈંચથી વધુ, 7 તાલુકામાં 7 ઈંચથી વધુ, 11 તાલુકામાં 6 ઈંચથી વધુ, 15 તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આવી જ રીતે 20 તાલુકામાં 4 ઈંચથી વધુ, 38 તાલુકામાં 3 ઈંચથી વધુ અને 63 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે પાટણ તાલુકામાં સાંજે 4 થી 6ના બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. રાજયમાં ભારે વરસાદની આગાહીના લીધે તંત્ર એલર્ટ મોડ પર છે. એનડીઆરએફની ટીમ અનેક જિલ્લામાં તૈનાત કરવામાં આવી છે.