Not Set/ ગુમ થયેલ AN-32 વિમાન વિશે હજુ સુધી કોઈ ભાળ મળી નથી, માહિતી આપનારને 5 લાખના ઇનામની જાહેરાત

અરુણાચલ પ્રદેશના પર્વતોમાં ગુમ થયેલ ભારતીય વાયુસેનાનું AN-32 વિમાનની હજુ સુધી ભાળ મળી નથી. વિમાનમાં 13 લોકો સવાર હતા. વાયુસેના ગુમ થયેલ AN-32 વિમાન વિશે માહિતી આપનાર વ્યક્તિને પાંચ લાખ રૂપિયાનું વળતર આપવાનું શનિવારે જાહેર કર્યું છે.શનિવારે ખરાબ હવામાન દરમિયાન છઠ્ઠા દિવસે સર્ચ ઝુંબેશ ચાલી રહ્યું, પરંતુ જુદી જુદી એજન્સીઓના પ્રયત્નો કર્યા છતાં સફળતા મળી […]

Top Stories India
am 3 ગુમ થયેલ AN-32 વિમાન વિશે હજુ સુધી કોઈ ભાળ મળી નથી, માહિતી આપનારને 5 લાખના ઇનામની જાહેરાત

અરુણાચલ પ્રદેશના પર્વતોમાં ગુમ થયેલ ભારતીય વાયુસેનાનું AN-32 વિમાનની હજુ સુધી ભાળ મળી નથી. વિમાનમાં 13 લોકો સવાર હતા. વાયુસેના ગુમ થયેલ AN-32 વિમાન વિશે માહિતી આપનાર વ્યક્તિને પાંચ લાખ રૂપિયાનું વળતર આપવાનું શનિવારે જાહેર કર્યું છે.શનિવારે ખરાબ હવામાન દરમિયાન છઠ્ઠા દિવસે સર્ચ ઝુંબેશ ચાલી રહ્યું, પરંતુ જુદી જુદી એજન્સીઓના પ્રયત્નો કર્યા છતાં સફળતા મળી નહોતી.

ઇસ્ટ એર કમાન્ડના કમાન્ડિંગ ઇન ચીફ એર માર્શલ આર ડી માથુરે ગુમ એરક્રાફ્ટ માટે વિશ્વસનીય માહિતી આપનારને પાંચ લાખ રૂપિયાનું વળતર જાહેર કર્યું. એરફોર્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે એર માર્શલ આરડી માથુરે વ્યક્તિ અથવા ગ્રુપ માટે રૂ. પાંચ લાખનું રોકડ ઇનામ આપવાનું જાહેર કર્યું છે.

મુંબઇ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી

મંગળવાર રાત્રે મુંબઇ એયરપોર્ટ પર એક મોટી ઘટના બની હતી. મુંબઇ એરપોર્ટ પર ભારતીય વાયુસેનાનું એક વિમાન AN-32 રનવે થી પણ આગળ વધી ગયુ હતુ. આ વિમાન મુંબઇ થી બેંગલુરુ ઉડાન ભરવાનુ હતુ તે પહેલા આ ઘટના બની હતી. જો કે રાહતની વાત એ છે કે તેમા કોઇ જાનહાનિ થઇ નહોતી.

મુંબઇ એરપોર્ટનાં રનવે -27 થી ઉડાન ભરતી સમયે ભારતીય વાયુસેનાનું વિમાન મંગળવારે રાત્રે 11 વાગેને 39 મિનિટ પર રનવે ને પાર કરી ગયુ હતુ. આ રનવે સામાન્ય ઓપરેશન માટે ઉપલબ્ધ નથી રહેતુ, જે સમયે આ ઘટના બની તે સમયે રનવે પર કોઇપણ વ્યક્તિ હાજર નહતો. આપને જણાવી દઇએ કે, વિમાન ઉડાન ભરવા માટે રનવે પર એક નિયમિત દૂરી હોય છે. જે મુજબ વિમાનને ઉડાન ભરવાની હોય છે. મુંબઇમાં થયેલા આ હાદસામાં વિમાન નિયમિત દૂરીને પણ પાર કરી ગયુ હતુ.

ઉલ્લેખનીય છે કે આ પહેલ પણ આ પ્રકારની ઘટનાઓઓ બની ચુકી છે. તારીખ 8 માર્ચ રાજસ્થાનનાં બિકાનેર જિલ્લામાં વાયુસેનાનું એક ફાઇટર વિમાન મિગ-21 દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયુ હતુ. જો કે આ અકસ્માતમાં વિમાનનો પાઇલોટનો જીવ બચી ગયો હતો. તદઉપરાંત 25 એપ્રિલનાં રોજ પણ અંબાલા કૈંટની પાસે ઉડાન ભરી રહેલા ભારતીય વાયુસેનાનાં જેગુઆર વિમાનમાં ટેકમિકલ ખામી આવવાના કારણે સાથે પાઇલોટની સમજને કારણે આ વિમાન રહેવાસી એરિયાથી દૂર ક્રેસ થયુ હતુ. વિમાનમાં ખામી કે કોઇ મામૂલી ભૂલને કારણે આ પહેલા પણ ઘણીવાર વિમાન અકસ્માત જોવા મળ્યા છે.

વાયુસેનાને આ નંબરો પર આપી શકાય છે માહિતી

9436499477
9402077267
9402132477