Not Set/ જાણો સરકારે તેના ક્યાં નિર્ણયો વિરોધ થતાં ખેંચ્યા પરત

હાલમાં પસાર કરવામાં આવેલ પશુ નિયંત્રણ બિલ 2022ને પરત ખેચ્યું છે. આવું પહેલી વાર થયું છે કે ભાજપ સરકારે તેના નિર્ણયો પરત ખેંચવા પડ્યા હોય.

Top Stories Gujarat Others
ગુજરાત

ગુજરાત માં ચાર મોટા સરકારી નિર્ણય (જેમાં બે કેન્દ્ર દ્વારા લેવામાં આવ્યા હતા) તે વિરોધ થતા પરત ખેંચવામાં આવ્યા છે. આ નિર્ણયોમાં ખેડૂતો પશુપાલકો આદિવાસીઓ અને કપડ સંગઠનો જેવા સમુદાયે વિરોધ કર્યો હતો. હાલમાં ગુજરાત વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવનાર શહેરી વિસ્તારમાં ગુજરાત પશુ નિયંત્રણ બિલ 2022ને પરત ખેચ્યું છે. આવું પહેલી વાર થયું છે કે ભાજપ સરકારે તેના નિર્ણયો પરત ખેંચવા પડ્યા હોય.

ગુજરાત વિધાનસભામાં છ કલાકની ચર્ચા અને દલીલો બાદ 31 માર્ચે ગુજરાત પશુ નિયંત્રણ બિલને પસાર કર્યું હતું. કોંગ્રેસે આ કાયદાનો સખત વિરોધ કર્યો, માલધારી સમાજે પણ આ બિલનો ભારે વિરોધ કર્યો અને અંતે સરકારે ઝૂકવું જ પડ્યું. જો કે કેટલાક ટોચના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ બિલને કેટલાક ઉચ્ચ સ્તરે વિચારણા બાદ જ પસાર કરવામાં આવ્યું હતું. બિલનો વિરોધ કરવામાં ભાજપના અધ્યક્ષ પાટીલ પણ હતા. તેમને વિશ્વાસ હતો કે આગામી વિધાનસભા સત્રમાં બિલને ફરીથી લેવામાં આવશે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે એક અંગ્રેજી અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, મને લાગે છે કે આ કાયદો કેટલાક નોકરશાહો દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો અને તે પણ ગામડાની સ્થિતિને સમજ્યા વિના. જ્યારે એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સરકારે ગુજરાત શહેરી વિકાસ મિશનના મુખ્ય અધિકારીની આગેવાની હેઠળ એક સમિતિનું ગઠન થયું હતું જ રાજ્યમાં નિગમો સાથે પરામર્શ કરશે અને બિલની રૂપરેખા તૈયાર કરતા પહેલા તેના વિષે વધુ પાયાની વિગત મેળવી તેનું અર્થઘટન કરશે.

જ્યારે બીજી તરફ 29 માર્ચના રોજ ભુપેન્દ્ર પટેલે કૃષિ ક્ષેત્ર માટે રોજના 6 કલાક વીજળી માંથી 8 કલાક સુનિશ્ચિત કર્યા બાદ તે નિર્ણયને બદલ્યો હતો. બદલામાં સરકારે ઉદ્યોગ ક્ષેત્રમાં સાપ્તાહિક રજાઓ ફરજીયાત બનાવવા પર ભાર મુક્યો હતો. માર્ચમાં પહેલા સપ્તાહમાં વીજળી આપૂર્તિ ઉપર ખેડૂતોએ વ્યાપક વિરોધ પ્રદર્શન બાદ આ નિર્ણયમાં ફેરફાર કરાયો હતો. રાજ્ય સરકાર ખેડૂતોને 60 પૈસા પ્રતિ યુનિટથી ઓછામાં વીજળી આપૂર્તિ કરે છે. જ્યારે ઉદ્યોગોમાંથી 8 રૂપિયા પ્રતિ યુનિટ શુલ્ક વસુલવામાં આવે છે. આ બાબતે વિરોધ થતા સરકારે તેમનો નિર્ણય બદલ્યો હતો.

સરકાર દ્વારા પરત ખેંચાયેલા ત્રીજા નિર્ણયમાં પરી-તાપી-નર્મદા લિન્કિંગ પરિયોજના સંબંધમાં હતો. નાણામંત્રી નિર્મલા સિતારમણે 1 ફેબ્રુઆરીએ તેના ભાષણમાં કહ્યું હતું કે પીટીએન સહીત પાંચ નદીઓને જોડતી પરિયોજના માટે ડીપીઆર રિપોર્ટ તૈયાર છે. ૨૮ માર્ચે આદિવાસીઓ દ્વારા વિરોધ બાદ વાંસદાનાં કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલનાં નેતૃત્વ અને ગુજરાત ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલનાં નેતૃત્વમાં એકપ્રતિનિધિ મંડળે પીટીએન પરિયોજનાને રદ કરવા માટે નાણામંત્રી સીતારામણ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી ગજેન્દ્ર શેખાવતની મુલાકાત લીધી હતી.

કેન્દ્ર સરકાર દ્વારા કપડા વસ્તુઓ ઉપર જીએસટીમાં 5 ટકા માંથી 12 ટકા વધારાનો ગુજરાત સરકારે લીધેલો નિર્ણય પરત ખેચ્યો હતો. 1 જાન્યુઆરીથી અમલી બનાવવાનો હતો એ નિર્ણય ગત વર્ષે ડીસેમ્બરમાં દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના માધ્યમથી ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડસ એસોસિએશનનાં વિરોધ બાદ રદ કર્યો હતો. સુરતનો કાપડ ઉદ્યોગ દાનિક 150-200 કરોડ રૂપિયાનો વેપાર કરે છે.

આ પણ વાંચો : કાળા સમુદ્રમાં સળગતું રશિયન યુદ્ધ જહાજ મોસ્કવા વિશ્વ યુદ્ધનું કારણ બનશે?