heartattack/ વડોદરામાં પાણીગેટ વિસ્તારમાં ચા પીતા યુવક બન્યો હાર્ટએટેકનો શિકાર

વડોદરાના પાણીગેટ વિસ્તારમાં ચા પીતા એક યુવકને હાર્ટએટેક આવ્યો.

Top Stories Gujarat Vadodara
Beginners guide to 2024 03 28T122818.241 વડોદરામાં પાણીગેટ વિસ્તારમાં ચા પીતા યુવક બન્યો હાર્ટએટેકનો શિકાર

વડોદરાના પાણીગેટ વિસ્તારમાં ચા પીતા એક યુવકને હાર્ટએટેક આવ્યો. યુવકની હાર્ટએટેકથી મોત થતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો. પાણીગેટ વિસ્તારમાં રહેતો યુવકનું હાર્ટએટેકના કારણે મોત થયું. અનિલ ચૌહાણ નામનો યુવક ચા પીતો હતો ત્યારે અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યો અને તબીબી સારવાર મળે તે પહેલા જ મૃત્યુ પામ્યો.

રાજયભરમાં છેલ્લા કેટલાક સમયથી ફરી હાર્ટએટેકનાકિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 15 દિવસથી ફરી યુવાનો હાર્ટએટેકના કારણે મૃત્યુ પામતા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. એક જિમ ટ્રેનર જેના નખમાં પણ રોગ નહોતો તેનું હાર્ટએટેકના કારણે મોત થયું. જ્યારે અગાઉ ગાંધીનગરમાં એક કર્મચારી કામ કરતો હતો ત્યારે કામ કરતા જ અચાનક ઢળી પડ્યો. આ કર્મચારી નાયબ મામલતદાર હતા. નાયબ મામલતદાર મનીષ કડીયા જેમની ઉંમર 42 વર્ષની હતી. તેઓ મામલતદાર ઓફિસમાં કામ બપોરના સમયે કામ કરતા અચાનક ઢળી પડ્યા. સાથે કામ કરતા સહકર્મચારીઓએ ડોક્ટરને તાત્કાલિક બોલાવ્યા. પરંતુ ડોક્ટર આવે તે પહેલા જ તેઓ હાર્ટએટેકના કારણે મૃત્યુ પામ્યા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આરોઠે પિતા – પુત્રના છેતરપિંડી કેસમાં SOG નો નવો ખુલાસો, સ્વામિનારાયણ મંદિરના કર્યા હતા….

આ પણ વાંચો:માતમમાં ફેરવાઈ હોળીની ખુશી, ગુજરાતમાં ડૂબી જવાથી 20 લોકોના મોત; સાબરમતી નદીમાં સૌથી વધુ 12 લોકોએ ગુમાવ્યો જીવ

આ પણ વાંચો:એવું તો શું થયું કે, ગુજરાત હાઈકોર્ટે રેલવેને લગાવી ફટકાર, કહ્યું- સહન નહીં કરી શકીએ…