Not Set/ દિલ્લીની સ્કૂલોમાં આગમી છ મહિનાઓમાં લાગશે 1.46 લાખ સીસીટીવી કેમેરા

દિલ્લી. દિલ્લીના પીડબલ્યુડી મંત્રી સત્યેન્દ્ર જૈને જણાવ્યું હતું કે રાજ્યના એક હજારથી વધારે સરકારી સ્કુલોમાં આગામી છ મહિનાઓમાં 1.46 લાખ સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. જેમાં કુલ 597.51 કરોડ રૂપિયાનો ખર્ચો આવશે. આ સીસીટીવી કેમેરા ટોયલેટ છોડીને ક્લાસ અને ખુલી જગ્યાઓમાં લગાવવામાં આવશે. સત્યેન્દ્ર જૈનનાં જણાવ્યા અનુસાર સીસીટીવી ની રેકોર્ડિંગ બધી સ્કુલોમાં સુરક્ષિત રાખવામાં આવશે, જે […]

Top Stories India Politics
image 20170125 10188 12prlcj દિલ્લીની સ્કૂલોમાં આગમી છ મહિનાઓમાં લાગશે 1.46 લાખ સીસીટીવી કેમેરા

દિલ્લી.

દિલ્લીના પીડબલ્યુડી મંત્રી સત્યેન્દ્ર જૈને જણાવ્યું હતું કે રાજ્યના એક હજારથી વધારે સરકારી સ્કુલોમાં આગામી છ મહિનાઓમાં 1.46 લાખ સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. જેમાં કુલ 597.51 કરોડ રૂપિયાનો ખર્ચો આવશે. આ સીસીટીવી કેમેરા ટોયલેટ છોડીને ક્લાસ અને ખુલી જગ્યાઓમાં લગાવવામાં આવશે.

સત્યેન્દ્ર જૈનનાં જણાવ્યા અનુસાર સીસીટીવી ની રેકોર્ડિંગ બધી સ્કુલોમાં સુરક્ષિત રાખવામાં આવશે, જે 30 દિવસ બાદ પોતાની રીતે નષ્ટ થઇ જશે. અભીભાવકોને એક આઈડી અને પાસવર્ડ જાહેર કરી દેવામાં આવશે જેની સહાયતાથી તેઓ રેકોર્ડીંગ જોઈ શકશે.

ત્યાં જ શહેરમાં મહિલાઓની સુરક્ષાઓ પર ધ્યાન દોરતા 1.4 લાખ સીસીટીવી કેમેરા લગાવવાની પરિયોજના દિલ્લી સરકાર એ ઉપરાજ્યપાલ અનીલ બૈજલ વચ્ચે નવો વિવાદ ઉભરી આવ્યો આવ્યો છે.

બૈજલે આ પરિયોજનાની તપાસ કરવા માટે એક સમિતિ તૈયાર ઘડી છે, જ્યારે આમ આદમી પાર્ટી સરકારે ઉપરાજ્યપાલને આ પરિયોજનાથી દુર રહેવા માટે જણાવ્યું હતું. પ્રદેશ સરકારે આરોપ લગાવ્યો હતો કે સમિતિ રચવાની પરિયોજનામાં મોડું કરવા માટે કરવામાં આવી છે.

જૈને જણાવ્યું હતું કે કુલ રાશિમાંથી 385.856 કરોડ રૂપિયાની પરિયોજનાના કામમાં ખર્ચાઓ થશે, 57.69 કરોડ રૂપિયામાં કેમેરાની દેખરેખ અને 154.97 કરોડ રૂપિયા સ્કૂલોને ઈન્ટરનેટ સુવિધા દેવા પર ખર્ચ થશે. આ પરિયોજનાને દિલ્લી સરકાર ની વ્યસ્ત વિત્ત કમિટીએ મંજુરી આપી દીધી છે.