Political/ ગુજરાત કોંગ્રેસમાં ફૂંકાયો પરિવર્તનનો પવન, સંગઠનમાં ધરખમ ફેરફારનાં સ્પષ્ટ એંધાણ

ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાં નાની-મોટી ચૂંટણીની મોસમ ફૂલ બહારનું રંગ લઇ રહેલી હોય તેવુ જોવામાં આવી રહ્યું છે અને લાંબા સમયથી દેશભરમાં મુરજાયેલી કોંગ્રેસે પણ થોડા દિવસો

Top Stories Gujarat Gujarat Assembly Election 2022 Others Politics
congress 1 ગુજરાત કોંગ્રેસમાં ફૂંકાયો પરિવર્તનનો પવન, સંગઠનમાં ધરખમ ફેરફારનાં સ્પષ્ટ એંધાણ

ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાં નાની-મોટી ચૂંટણીની મોસમ ફૂલ બહારનું રંગ લઇ રહેલી હોય તેવુ જોવામાં આવી રહ્યું છે અને લાંબા સમયથી દેશભરમાં મુરજાયેલી કોંગ્રેસે પણ થોડા દિવસો પહેલા જ સંગઠનમાં પાયાથી ફેરફારનાં સંકેતો આપી દીધા હતા. આ સંકેતો હવે સાક્ષાતતાનું સ્વરુપ લઇ રહ્યા હોય તેવુ સામે આવી રહ્યું છે. તેલંગણા અને મહારાષ્ટ્રની સાથે સાથે ગુજરાત કોંગ્રેસમાં પણ ધરખમ ફેરફારનાં એંધાણ જોવામાં આવી રહ્યા છે.

કોંગ્રેસે સંગઠન સુદ્રઢતા મામલે કરમ કસી

National Congress Party | Tomtit_Vision

નેશનલ કોંગ્રેસ દ્વારા દેશભરમાં પ્રાદેશીક કોંગ્રેસને બેઠી કરવા માટે હાલ અનેક રાજ્યમાં સેન્સ લેવાની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. કોંગ્રેસનાં શીર્ષ નેતા પ્રદેશનાં તમામ નાના-મોટા નેતાઓને મળી રહ્યા છે અને આ મંથન બાદ જે તે પ્રદેશનાં પ્રદેશ પ્રમુખને સર્વ સંમતિથી પ્રસ્થાપીત કરવામાં આવશે તેવી ટહેલ કોંગ્રેસનું મવળી મંડળ કરી ચૂક્યું છે.

પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી આપી શકે છે રાજીનામું

Gujarat Congress warns of statewide dharna for loan waiver

કોંગ્રેસમાં પરિવર્તનનો પવન ફૂંકાય ચૂક્યો છે. અને આની અસરો ગુજરાત કોંગ્રેસમાં પણ સ્પષ્ટ પણ જોવામાં આવી રહી છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી દ્વારા નજીકનાં દિવસોમાં જ પોતાના પદ્દ પરથી રાજીનામા મુકવામાં આવે તેવી શક્યતા જોવામાં આવી રહી છે.

કોંગ્રેસના આ દિગ્ગજ નેતાને સોંપાઇ જવાબદારી

ગુજરાત કોંગ્રેસ પર નિરીક્ષણ રાખવા હાઈ કમાન્ડે કોંગ્રેસના દિગ્ગજ નેતા મધુસૂદન મિસ્ત્રીને જવાબદારી સોંપી હોવાની ચર્ચા પણ રાજકીય વર્તુળોમાં સાંભળવામાં આવી રહી છે. ગુજરાતના કોંગ્રેસ ગતી વિધીનાં એપી સેન્ટર એટલે કે કોંગ્રેસ ભવન અમદાવાદ અથવા તો રાજીવ ગાંધી ભવન, પ્રદેશ કોંગ્રેસમાં એક-બે દિવસથી આ મામલે સળવળાટ પણ જોવામાં આવી રહ્યો છે.

POLITICAL / કોંગ્રેસે આળશ મરડી..? રાજ્ય પ્રમુખોની પસંદગી માટે નવા ફોર્મ્યુલા પર કામ શરુ

આગામી ચૂંટણી માટેની રણનીતિ

વિધાનસભા 2017 અને ત્યારબાદ રાજ્યસભાની ચૂંટણીઓમાં તેમજ છેલ્લે વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકો માટે ની ચૂંટણીમાં પણ કોંગ્રેસના નબળા દેખાવ ના પગલે લાંબા સમયનાં વિરામ બાદ હવે કોંગ્રેસ હાઈ કમાન્ડ ચિંતિત જોવામાં આવી રહી છે અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પહેલા કોંગ્રેસને મજબૂત કરવાની રણનીતિના ભાગરૂપે પ્રદેશ પ્રમુખ અને વિધાનસભા વિપક્ષના નેતામાં પરિવર્તન થઈ શકે છે તેવી સ્પષ્ટ છતા અધોષિત સ્થિતિ જોવામા આવી રહી છે.

પ્રમુખ અને નેતા વિપક્ષ માટે આ નામોની છે ચર્ચા

Gujarat Elections Results 2017: Top Congress leaders lose poll battle -  News Nation English

હાલની સ્થિતિમાં પ્રદેશ પ્રમુખ તરીકે અર્જુન મોઢવાડિયા કે સિદ્ધાર્થ પટેલ કે જગદીશ ઠાકોર ના નામની ચર્ચા જોવામાં આવી રહી છે. તો સાથે સાથે વિધાનસભાનાં નેતા વિપક્ષ તરીકે પુંજાભાઈ વંશ, વીરજી ઠુમ્મર, શૈલેષ પરમાર અને અશ્વિન કોટવાલ નાં નામ ચર્ચામાં જોવામાં આવી રહ્યા છે. વાત સ્પષ્ટ છે કે દેશની સાથે સાથે ગુજરાત કોંગ્રેસમાં પણ પરિવર્તનનો પવન ફૂંકાઇ ચૂક્યો છે અને ટૂંક જ સમયમાં ગુજરાત કોંગ્રેસમાં અનેકવિધ સંગઠનાત્મક ફેરફાર આવી શકે છે

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…