Not Set/ નકલી નોટ કૌભાંડ/ સ્વામીનારાયણ સાધુ રાધારમણના મુળિયા ઘણાં ઊંડે સુધી ફેલાયેલા હોઈ શકે છે..?

બે દીવસ આગાઉ સુરત ક્રાઈમ બ્રાંચે ખેડાના સ્વામીનારાયણ મંદિરના સાધુ રાધારમણની નકલી નોટો અને નકલી નોટ ચપવાના માસીન સાથે ધરપકડ કરી હતી. આ સ્વામીનારાયણ સાધુ અને સ્વામીનારાયણ મંદિરના મુળિયા ઘાને ઊંડે સુંધી ફેલાયા હોય તેવું ચિત્ર સ્પષ્ટ તપાસમાં દેખાઈ રહ્યું છે. દેશવિરોધી સંગઠનો સુધી પહોંચતા હોવાનો પણ ચર્ચા થઇ રહી છે. તો સૌથી મોટી વાત […]

Top Stories Gujarat Others
Gujarat Surat Crime Branch Arested Tample sadhu with 50 lakh rs fake curruncy નકલી નોટ કૌભાંડ/ સ્વામીનારાયણ સાધુ રાધારમણના મુળિયા ઘણાં ઊંડે સુધી ફેલાયેલા હોઈ શકે છે..?

બે દીવસ આગાઉ સુરત ક્રાઈમ બ્રાંચે ખેડાના સ્વામીનારાયણ મંદિરના સાધુ રાધારમણની નકલી નોટો અને નકલી નોટ ચપવાના માસીન સાથે ધરપકડ કરી હતી. આ સ્વામીનારાયણ સાધુ અને સ્વામીનારાયણ મંદિરના મુળિયા ઘાને ઊંડે સુંધી ફેલાયા હોય તેવું ચિત્ર સ્પષ્ટ તપાસમાં દેખાઈ રહ્યું છે. દેશવિરોધી સંગઠનો સુધી પહોંચતા હોવાનો પણ ચર્ચા થઇ રહી છે.

તો સૌથી મોટી વાત એ છે કે આ સાધુ રાધારમણ નું વડતાલ મંદિર સાથે કનેક્શન પણ સામે આવ્યુ છે. નકલી નોટો બાબતે સુરત ક્રાઈમબ્રાન્ચે રાધારમણ સાધુ સાથે અન્ય ૪  લોકોની ધરપકડ કરીને તપાસ હાથ ધરી હતી.  જેમાં નકલીનોટોના મૂળમાં ઘણા મોટા માથા ગણાતા ધર્મરક્ષકો નેણ સ્પર્શી શકે છે. તેવી ચર્ચાઈ પણ જોર પકડ્યું છે.

આ પ્રકરણમાં તપાસ શરૂ કરતા ખેડાના ગળતેશ્વર સ્વામીનારાયણ મંદિરની પ્રવૃતિને શંકાસ્પદ દ્રષ્ટિથી જોવાઈ રહી છે. સ્વામીની દેશવિરોધી અને ધર્મ વિરોધી સંગઠનો સાથે લેતી દેતીની તપાસ તપાસ શરૂ કરવામાં આવી છે. સાથે સાથે દેશ વિરોધી સંગઠનોની સંડોવણી બાબતે પણ તપાસ કરવામાં આવી છે.

સાધુ રાધારમણ સહિત 5 શખ્સોને ૪ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે.  આ બાબતે તપાસમાં ઘણાં રહસ્યો સામે આવે તેવી વકી છે. નકલી નોટોનો કારોબાર કરનાર મુખ્ય સુત્રધાર પ્રવિણે મોહન મારફતે સ્વામીનો કર્યો સંપર્ક હોવાનું પોલીસ તપાસમાં અત્યારે તો સામે આવી રહ્યુ છે.

રાધારમણ સાધુનું વડતાલ કનેક્શન

સાધુ રાધારમણ વડતાલ તાબાના બે મંદિરમાં ભૂતકાળમાં કોઠારી તરીકે ફરજ બજાવી ચુક્યા છે. જેમાં વડોદરાના કલાલી અને આણંદના વિરસદ સ્વામીનારાયણ  મંદિરનો સમાવેશ થાય છે.

વડતાલના અંબાવ આશ્રમનું દેવ સ્વામીએ મુહૂર્ત કર્યું હતું તેની તસ્વીરો પણ વડતાલ મંદિરની વેબસાઇટ ઉપર જોઈ શકાય છે. ખાતમુહૂર્ત ફોટાને કારણે વડતાલ સ્વામિનારાયણ મંદિર પણ શંકાના ઘેરામાં આવી શકે છે. સાધુ રાધારમણ વડતાલ મંદિર સાથે જોડાયેલા હોવાના પુરાવા પ્રાપ્ત થતા પોલીસ તપાસના છેડા વડતાલ સુધી લંબાયા છે. હકીકત સમય આવ્યે જ પોલીસ તપાસ માં સામે આવશે.

આ પણ વાંચો સુરત/ લાખો રૂપિયાની 2000ની નકલી નોટો પકડાઈ,સ્વામિનારાયણ સાધુની ધરપકડ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.