રાજકોટ/ પશુમાં જોવા મળ્યો લમ્પી વાયરસ, તંત્ર થયું દોડતું

રાજકોટના માલધારી સમાજના આગેવાન રાજુ જુંજાએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લા બાદ શહેરમાં પણ પાંચ જેટલા લમ્પી વાયરસ કેસ સામે આવતા જિલ્લા પંચાયત સતર્ક બન્યું છે

Gujarat Rajkot
લમ્પી વાયરસ

ગ્રામ્ય વિસ્તાર બાદ હવે શહેરી વિસ્તારમાં પશુઓમાં લમ્પી વાયરસે પગપેસારો કર્યો છે. રાજકોટના કેવડાવાડી અને રૈયાધારમાં 5 પશુમાં લમ્પી વાયરસ જોવા મળતા પશુપાલકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. લમ્પી વાયરસને લઇને પશુપાલન વિભાગ દોડતું થયું છે અને રાજકોટ શહેરમાં પશુઓને આજથી જ વેક્સિન આપવાની શરૂઆત કરી છે. રાજકોટ શહેરમાં અંદાજે 20 હજાર પશુને વેક્સિન આપવામાં આવી રહી છે. જિલ્લા આરોગ્ય કેન્દ્ર દ્વારા આજથી વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી છે. લમ્પી વાયરસને લઇને પશુપાલકો પણ જાગૃત બની રહ્યા છે.

રાજકોટના માલધારી સમાજના આગેવાન રાજુ જુંજાએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લા બાદ શહેરમાં પણ પાંચ જેટલા લમ્પી વાયરસ કેસ સામે આવતા જિલ્લા પંચાયત સતર્ક બન્યું છે અને શહેરમાં પણ વેક્સિનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેમને લઈ આજે જિલ્લા પંચાયતના પશુ આરોગ્ય કેન્દ્ર દ્વારા પશુઓને લક્ષ્મીવાડી અને કેવડાવાડી વિસ્તારોમાં પશુઓને વેક્સિન મુકવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

રાજકોટ જિલ્લા પશુ આરોગ્ય અધિકારી ઓમકાર ભટ્ટે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં લમ્પી વાયરસના 100થી વધુ કેસ જોવા મળ્યા છે, જ્યારે શહેરમાં પાંચ જેટલા લમ્પી વાયરસના કેસ જોવા મળ્યા છે. રાજકોટ જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગ દ્વારા અત્યારસુધીના જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં વેક્સિન આપી દેવામાં આવી છે. પરંતુ મહાનગરપાલિકાના એરિયામાં વેક્સિનેશન કરાયું ન હોવાના કારણે આજથી જિલ્લા આરોગ્ય કેન્દ્ર દ્વારા પશુપાલકોને સમજાવીને વેક્સિનની કામગીરી શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો:12 કલાકમાં 3 અલગ-અલગ ઘટનાઓમાં સિંહણે 6 વ્યક્તિ પર કર્યા હુમલા, મહામુસીબતે પાંજરે પુરાણી

આ પણ વાંચો:બીજેપી નેતા સુલ્તાના ખાન પર તીક્ષ્ણ હથિયારથી હુમલો

આ પણ વાંચો:ફાયર સેફ્ટી મુદ્દે સુરત સિવિલની 3 બિલ્ડીંગને નોટિસ, હોસ્પિટલ તંત્રની ગંભીર બેદરકારી આવી સામે