Not Set/ અફઘાનિસ્તાનથી પરત આવેલા ગુજરાતીએ કહ્યું, અમેરિકન આર્મીએ સતત અમારી સુરક્ષા કરી હતી.

અમેરિકન આર્મી અમને સતત હિંમત આપતી અને કહેતી જ્યાં સુધી અમે છે ત્યાં સુધી તમને આંચ આવવા દઇશું નહી. તેમણે સતત અમારી સુરક્ષા કરી હતી.

Top Stories Gujarat Trending
માલવણ ગામના રહીશ એવા ઇશ્વરભાઇ છીબુભાઇ પટેલ

તાલીબાનોએ અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ તેના પર આખી દુનિયાની નજર ટકી છે. ત્યાં ફસાયેલા ભારતીયો અને ગુજરાતી ઓને લઇ ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું હતુ. જોકે, અફઘાનિસ્તાનમાં ફસાયેલા 4 ગુજરાતી ઓ સુરક્ષિત રીતે ભારત અને ગુજરાત આવી ચૂક્યા છે. જેમાં એક ગુજરાતી વલસાડના માલવણ ગામના રહીશ છે.

માલવણ ગામના રહીશ એવા ઇશ્વરભાઇ છીબુભાઇ પટેલ ગતરોજ પોતાના ગામ પરત થયા છે. તેઓ અફઘાનિસ્તાનમાં 4 મહિના અગાઉ મિલિટ્રીના કેમ્પમાં મેન્ટેનન્સ વિભાગમાં નોકરી માટે ગયા હતા. આ દરમિયાન અમેરિકાએ પોતાનું લશ્કર ત્યાંથી હટાવી દેવાની જાહેરાત કરતા ગત 15મી ઓગષ્ટે તાલિબાને કાબુલ પર કબજો કરી લીધો હતો. ત્યારથી ઇશ્વરભાઇ ભારત આવવા માટે બેબાકળા બન્યા હતા. ત્યાંની પરિસ્થિતિ ખુબ વણસી હતી.

ત્યારે રોજ તેઓ ભારત આવવાની રાહ જોતા હતા, પરંતુ ત્યાંથી એર લિફ્ટ માટે તેમનો નંબર લાગતો ન હતો. આખરે તેમનો નંબર 19મી ઓગષ્ટના રોજ લાગ્યો અને તેઓ અફઘાનિસ્તાનથી કતર અને ત્યાંથી દિલ્હી આવ્યા હતા. દિલ્હીથી તેઓ ફ્લાઇટમાં સુરત અને પછી વલસાડના માલવણ ગામે પોતાના ઘરે પર થયા હતા. ત્યારે તેમના પરિવારજનોના દિલને રાહત થઇ હતી. તેમણે પોતાનો અનુભવ શેર કરતા જણાવ્યું કે, અમેરિકન કેમ્પમાં અમારી નોકરી હતી તેથી અમે સુરક્ષિત હતા.

અમેરિકન આર્મી અમને સતત હિંમત આપતી અને કહેતી જ્યાં સુધી અમે છે ત્યાં સુધી તમને આંચ આવવા દઇશું નહી. તેમણે સતત અમારી સુરક્ષા કરી હતી. ત્યારે ઈશ્વરભાઈ એ પોતાની આપવીતી જણાવતા તેમની આંખો પણ ભીની થઈ ગઈ હતી.

આવો જોઈએ શું કહ્યું પરત આવેલા ગુજરાતીઓએ…

અજબ પ્રેમ કી ગજબ કહાની .! / મહિલાનું ચિમ્પાન્ઝી સાથે ‘અફેર’ હતું, ઝૂના લોકોએ લીધો આ નિર્ણય

Technology / નેટબેન્કિંગ અથવા મોબાઇલ બેન્કિંગ પાસવર્ડને મજબૂત બનાવો અને ઓનલાઈન છેતરપિંડીથી બચો

Technology / સેમસંગ ગેલેક્સી A21 માં આગ લાગી, અકસ્માત સમયે ફોન વિમાનમાં હતો