દર્દનાક હત્યા/ બિહારમાં મંદિરના પુજારીની કરપીણ હત્યાથી ચકચાર, જીભ અને ગુપ્તાંગ કાપી ચહેરો…

બિહારના ગોપાલગંજમાં શિવ મંદિરના પુજારીની જીભ અને ગુપતાંગ કાપીને તેની હત્યા કરી નાંખવામાં આવી હતી. હત્યારાઓએ પુજારીના ચહેરા પર તેજાબ છાંટીને સળગાવવાનો પ્રયાસ પણ કર્યો હતો.

India Top Stories
બિહાર

@ નિકુંજ પટેલ

બિહારના ગોપાલગંજમાં શિવ મંદિરના પુજારીની જીભ અને ગુપતાંગ કાપીને તેની હત્યા કરી નાંખવામાં આવી હતી. હત્યારાઓએ પુજારીના ચહેરા પર તેજાબ છાંટીને સળગાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ બનાવને પગલે પોલીસ ચોંકી ઉઠી છે અને હત્યારાઓને ઓળખી તેમને ઝડપી લેવાની કામગીરી શરૂ કરી છે.

આ બનાવની વિગત મુજબ બિહારના પાલગંજ વિસ્તારના શિવ મંદિરના પુજારી મનોજ સાહની હત્યા કરવામાં આવી હતી. પુજારીની હત્યા બિભત્સ રીતે કરવામાં આવી હતી. જેમાં પુજારીની જીભ અને ગુપ્તાંગ કાપી નાંખવામાં આવ્યા હતા. ઉપરાંત ચહેરા પર તેજાબ ફેંકીને સળગાવવાની કોશિશ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ બનાવની તપાસ એસઆઈટી કરી રહી છે અને કેટલાક શંકાસ્પદોની અટક કરીને પોલીસ પુછપરછ કરી રહી છે. જોકે હત્યાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ મંદિર સંબંધિત જમીન વિવાદમાં આ બનાવ બન્યો હોવાની શંકાને આધારે પોલીસ તપાસ કરી રહી છે.

પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને ઘટના સંબંધિત કેટલીક કડીઓ જોડીને હત્યારાઓ સુધી પહોંચવાના પોલીસ પ્રયાસ કરી રહી છે. મ-તક મનોજ સાહ મંદિરના પુજારી નહી પણ કેરટેકર હતા. રાત્રે તેઓ મંદિરમાં જ સુતા હતા. પોલીસે મંદિરમાં તેમની સાથે રહેતા મિત્રોની પણ પુછપરછ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ સોમવારના રોજ દાનાપુર મંદિરના મુખ્ય દરવાજાને તાળુ મારીને મનોજ સાહ ગાયબ થઈ ગયા હતા. શનિવારે દાનાપુર સ્થિત એક દુધ કેન્દ્ર પાસેથી તેમનો મૃતદેહ મળ્યો હતો. બનાવ બાદ સ્થાનિક લોકોએ હત્યારાઓની ધરપકડનીં માંગ સાથે નેશનલ હાઈવે 27 પર દેખાવો કર્યા હતા.

મનોજ સાહની જે રીતે હત્યા કરવામાં આવી છે તેનાથી પોલીસ પણ અચંબામાં મુકાઈ ગઈ છે. હત્યારાઓએ મનોજ સાહના જીભ, ગુપ્તાંગ અને આંખો કાપી નાંખી હતી. ચહેરા પર તેજાબ નાખ્યો હોવાની પણ શંકા છે. જોકે પોલીસ હાલ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે.
દરમિયાન ગ્રામજનોએ હત્યાના વિરોધમાં શનિવારે અંદાજે 6 કલાક સુધી મૃતદેહને નેશનલ હાઈવે 27 પર રાખીને જોરદાર દેખાવો સાથે આંગચંપી પણ કરી હતી.

પોલીસની ગાડીમાં તોડફોડ કરીને આક્રોશ ઠાલવ્યો હતો.જેમાં એક પોલીસ અધિકારીનો બોડાગાર્ડ જખ્મી થયો હતો. પોલીસે ટોળાને વિખેરવા ગોળીબાર પણ કર્યો હતો, જોકે પોલીસે આ વાતને સમર્થન આપ્યું નથી. સ્થાનિકો હત્યારાઓની ધરપકડ કરવા અને ઘટનાસ્થળે એસપીને બોલાવવાની માંગણી કરી રહ્યા હતા. લાંબી જહેમત બાદ પોલીસ સ્થાનિકોને વિખેરવામાં સફળ થઈ હતી.

મૃતક મનોજ સાહ ભાજપના પુર્વ મંડલ અધ્યક્ષ અશોક સાહના ભાઈ હતા. મંદિરની જમીન બાબતે વિવાદ ચાલી રહ્યો હતો. શિવમંદિરની બાજુમાં એક પાર્વતી મંદિરનું નિર્માણ કરવાની વાત ચાલી રહી હતી. મનોજ સાહના પિતા બૈજનાથ સાહ શિવમંદિરના નિર્માણ બાદથી જ પુજારીનું કામ કરી રહ્યા હતા. જોકે તેમની તબિયત ઠીક ન હોવાથી તેમનો પુત્ર આ કામ કરી રહ્યો હતો.

હાલમાં પોલીસ મનોજ સાહના મોબાઈલની કોલ ડિટેલની તપાસ કરી રહી છે. પોલીસે દાવો કર્યો છે કે મનોજ સાહના ગાયબ થવાના એક દિવસ પહેલા તેમણે કોઈ સાથે ફોન પર 16 મિનીટ સુધી વાતચીત કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:pm narendra modi/PM મોદીએ અમેરિકામાં પન્નુની હત્યાના ષડયંત્ર પર પહેલીવાર બોલ્યા, ખાલિસ્તાની આતંકવાદ માટે પશ્ચિમી દેશો…

આ પણ વાંચો:mgnrega/મનરેગા ફંડને લઈને મમતા બેનર્જી આજે PM મોદીને મળ્યા, TMCના 10 સાંસદો પણ રહ્યા હાજર

આ પણ વાંચો:Tiger Memon/30 વર્ષ પછી સામે આવી ભારતના મોસ્ટ વોન્ટેડ ટાઈગર મેમણ ની તસવીર