Covid-19/ મહામારીને હરાવી રહ્યુ છે ભારત, 538 દિવસ બાદ આજે નોંધાયા સૌથી ઓછા કોરોનાનાં કેસ

દેશ અને દુનિયામાં કોરોના મહામારીએ પોતાનો કહેર વરસાવ્યો છે. ત્યારે હવે ભારતથી કોરોનાનાં કેસને લઇને એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. અહી આજે કોરોનાનાં કેસમાં મોટો ઘટાડો થયો છે. 

Top Stories India
Coronavirus

દેશ અને દુનિયામાં કોરોના મહામારીએ પોતાનો કહેર વરસાવ્યો છે. ત્યારે હવે ભારતથી કોરોનાનાં કેસને લઇને એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. અહી આજે કોરોનાનાં કેસમાં મોટો ઘટાડો થયો છે. સોમવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા શેર કરાયેલ ડેટા અનુસાર, ભારતમાં સોમવારે 8,488 નવા કોરોનાવાયરસ કેસ નોંધાયા છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં 249 લોકોના મોત થયા છે.

આ પણ વાંચો – Covid Vaccine / વેક્સિનેશનની પ્રક્રિયાને ઝડપી બનાવવા હવે સરકારે બનાવ્યો અનોખો પ્લાન, ‘રસી લો અને ઈનામ મેળવો’

આપને જણાવી દઇએ કે, છેલ્લા 24 કલાકમાં, દેશમાં આ મહામારીમાંથી 12510 લોકો સાજા થયા છે, જેના કારણે કુલ રિકવરી રેટ લગભગ 98.31 ટકા પર પહોંચી ગયો છે, જે માર્ચ 2020 પછી સૌથી વધુ છે. હવે કુલ રિકવરી ડેટા 3,39,34,547 છે. મંત્રાલયનાં ડેટા દર્શાવે છે કે ભારતમાં કોવિડ-19નાં કુલ સક્રિય કેસ ઘટીને 1,18,443 (534 દિવસમાં સૌથી ઓછા) થઈ ગયા છે. સક્રિય કેસોમાં કુલ સંક્રમણનાં 0.34 ટકાનો સમાવેશ થાય છે. સક્રિય COVID-19 કેસ લોડમાં 24 કલાકનાં ગાળામાં 4271 કેસનો ઘટાડો નોંધાયો છે. અપડેટ કરાયેલા આંકડાઓ અનુસાર, 249 તાજા મૃત્યુ સાથે મૃત્યુઆંક વધીને 4,65,911 થયો છે. નવા કોરોનાવાયરસ સંક્રમણમાં દૈનિક વધારો સતત 45 દિવસથી 20,000 ની નીચે રહ્યો છે અને સતત 148 દિવસથી દરરોજ 50,000 થી ઓછા નવા કેસ નોંધાયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર, 21 નવેમ્બર સુધી કોવિડ-19 માટે 63,25,24,259 સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જેમાંથી 7,83,567 સેમ્પલનું રવિવારે ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો – આતંકી હુમલો / પંજાબમાં આતંકવાદીઓ સક્રિય, પઠાણકોટમાં આર્મી કેમ્પનાં ગેટ પર ગ્રેનેડથી કરવામાં આવ્યો હુમલો

દેશમાં અત્યાર સુધીમાં 1,16,87,28,385 લોકોને કોરોના સામે રસીનાં ડોઝ આપવામાં આવ્યા છે, રવિવારે 32,99,337 લોકોને રસી આપવામાં આવી હતી. દરમિયાન, જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી અનુસાર, વૈશ્વિક કોરોનાવાયરસ કેસલોડ 257.5 મિલિયનને વટાવી ગયો છે, જ્યારે મૃત્યુ 5.15 મિલિયનને વટાવી ગયા છે અને રસીકરણ 7.39 અબજને વટાવી ગયું છે.