Covid Vaccine/ વેક્સિનેશનની પ્રક્રિયાને ઝડપી બનાવવા હવે સરકારે બનાવ્યો અનોખો પ્લાન, ‘રસી લો અને ઈનામ મેળવો’

કોરોનાને હરાવવા માટે આજે એકમાત્ર વેક્સિન જ મદદ કરી શકે છે, ત્યારે ઘણા લોકો વેક્સિન લેવામાં આળસ અથવા વિશ્વાસ ન હોવાના કારણે લઇ રહ્યા નથી. હવે આવા લોકોને રસી આપવા માટે સરકારે પણ એક અનોખો પ્લાન બનાવ્યો છે. 

Top Stories India
વેક્સિન અને ડ્રો

કોરોનાને હરાવવા માટે આજે એકમાત્ર વેક્સિન જ મદદ કરી શકે છે, ત્યારે ઘણા લોકો વેક્સિન લેવામાં આળસ અથવા વિશ્વાસ ન હોવાના કારણે લઇ રહ્યા નથી. હવે આવા લોકોને રસી આપવા માટે સરકારે પણ એક અનોખો પ્લાન બનાવ્યો છે.

વેક્સિન અને ડ્રો

આ પણ વાંચો – આતંકી હુમલો / પંજાબમાં આતંકવાદીઓ સક્રિય, પઠાણકોટમાં આર્મી કેમ્પનાં ગેટ પર ગ્રેનેડથી કરવામાં આવ્યો હુમલો

આપને જણાવી દઇએ કે, જેમણે હજુ સુધી પ્રથમ ડોઝ મેળવ્યો નથી અને જેમને કોવિડ-19 રસીકરણ માટે બીજો ડોઝ મળ્યો નથી તેમને પ્રોત્સાહિત કરવા સરકારે વ્યૂહરચના ઘડી છે. આ મુજબ રસીકરણ પૂર્ણ કરી ચુકેલા લોકો માટે સાપ્તાહિક અથવા માસિક લકી ડ્રો કાર્યક્રમોનું આયોજન કરવાનો સમાવેશ થાય છે. સૂત્રોએ રવિવારે આ જાણકારી આપી હતી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય કાર્યસ્થળે રસીકરણનું આયોજન કરવા અને સંપૂર્ણ રસીકરણ પામેલા કર્મચારીઓને બેજ આપવા જેવી અન્ય પહેલોની પણ યોજના ધરાવે છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ પહેલ ટૂંક સમયમાં શરૂ કરવા સૂચવવામાં આવી શકે છે. આવા લોકોને એમ્બેસેડર તરીકે નિયુક્ત કરીને સરકારની હર ઘર દસ્તક પહેલને પ્રોત્સાહન આપી શકાય છે. આ લોકો રસીનાં બન્ને ડોઝ મેળવવા અને રસીકરણ શેડ્યૂલ પૂર્ણ કરવાના મહત્વ વિશે સારી સલાહ આપી શકે છે. એક સૂત્રએ જણાવ્યું હતું કે, “કાર્યસ્થળ પર રસીકરણનું આયોજન એવા લોકોને ધ્યાનમાં રાખીને કરી શકાય છે જેમણે હજુ સુધી રસીની માત્રા પ્રાપ્ત કરી નથી. ખાનગી અને સરકારી કચેરીઓ અને અન્ય કાર્યસ્થળોમાં કર્મચારીઓને રસીકરણ સંદેશા સાથેનાં બેજ આપી શકાય છે. આમાં ‘મેં રસીકરણ પૂર્ણ કર્યું છે, શું તમે પણ સંપૂર્ણ રસીકરણ પામ્યા છો’ જેવા બેજનો સમાવેશ થાય છે.

વેક્સિન અને ડ્રો

આ પણ વાંચો – Shocking / જુનાગઢમાં સિંહને શિકાર કરતા જોવા માટે લોકોએ ગાયને ચારા તરીકે થાંભલે બાંધી અને પછી…

સુત્રએ જણાવ્યુ હતુ કે, ‘આ ઉપરાંત, રસીકરણ પૂર્ણ કરી ચુકેલા લોકો માટે સાપ્તાહિક અથવા માસિક લકી ડ્રો કાર્યક્રમ આયોજીત કરવામાં આવી શકે છે. લકી ડ્રોનાં વિજેતાઓને રસીકરણ કેન્દ્રની મુલાકાત લેવા માટે અન્ય લોકોને પ્રોત્સાહિત કરવા માટે રસોડાનો પુરવઠો, રાશનનો પુરવઠો, મુસાફરી પાસ, રોકડ ઇનામ જેવી વસ્તુઓ આપી શકાય છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભારતમાં લગભગ 82 ટકા લાયક વસ્તીએ રસીનો પ્રથમ ડોઝ મેળવ્યો છે, જ્યારે લગભગ 43 ટકાને રસી આપવામાં આવી છે. વળી, 12 કરોડથી વધુ લોકોને બીજો ડોઝ બાકી છે.