કેન્દ્રીય ચૂંટણી આયોગ (CEC) દ્વારા મિઝોરમના મુખ્ય ચૂંટણી અધિકારી એસ.બી. શશાંકને હટાવી લેવાનો નિર્ણય કરાયો છે. મિઝોરમમાં છેલ્લા ઘણાં લાંબા સમયથી શશાંકને મુખ્ય ચૂંટણી અધિકારી પદેથી હટાવવાની માંગણી ચાલી રહી છે. રાજધાની ઐઝવાલ સહિતના કેટલાક શહેરોમાં રાજકીય કાર્યકર્તાઓ દ્વારા તેમને હટાવવાની માંગણીને લઈને પ્રદર્શન કરવામાં આવ્યા હતા.
આ મામલે કેન્દ્રીય ચૂંટણી કમિશન (CEC) દ્વારા મિઝોરમના મુખ્ય ચૂંટણી અધિકારીને હટાવવાની માંગણીની વચ્ચે ચૂંટણી ઉપાયુક્તની ટીમને તેની તપાસ માટે મિઝોરમ પહોંચી હતી. આ ટીમના રિપોર્ટ બાદ કેન્દ્રીય ચૂંટણી આયોગ દ્વારા મિઝોરમના મુખ્ય ચૂંટણી અધિકારીને બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ કેન્દ્રીય ચૂંટણી આયોગ દ્વારા નવા મુખ્ય ચૂંટણી અધિકારીની નિમણુક કરવા માટે મિઝોરમના મુખ્ય સચિવની પાસે નવી પેનલની માંગણી કરવામાં આવી છે.
In the EC meeting held today, the Commission has only decided to call for a panel of names for the post of State Chief Electoral Officer, from Chief Secy of Mizoram. Further steps to only be taken after receiving report of the visit by Dy Election Commissioner's team to the state pic.twitter.com/PORnZDgKq1
— ANI (@ANI) November 10, 2018
મિઝોરમની સિવિલ સોસાયટીના લોકોએ ચૂંટણી આયોગ સમક્ષ એસ.બી. શશાંકને હટાવવા અને ત્રિપુરામાં શરણાર્થી બ્રૂ સમુદાયના લોકોને મિઝોરમની સીમામાં મતદાન કરવા દેવા માટેની માંગણી કરવામા આવી હતી. જે અંગે કેન્દ્રીય ચૂંટણી આયોગ દ્વારા મિઝોરમની સિવિલ સોસાયટીના લોકોની આ બંને માંગણીઓને સ્વીકારી લીધી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી દિવસોમાં મિઝોરમ સહીત દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે. ત્યારે આ સંજોગોમાં મિઝોરમમાં મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવતા એસ.બી. શશાંકને હટાવવા માટેની માંગણી ઉઠવા પામી હતી. જેના સંદર્ભે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા પોતાની એક ટીમ મોકલીને તેની તપાસ કરાવીને તેનો અહેવાલ જાણ્યો હતો. અહેવાલ બાદ કેન્દ્રીય ચૂંટણી આયોગ દ્વારા આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે.
