પરીક્ષા/ JEEની ત્રીજા અને ચાેથા તબ્બકાની પરીક્ષાની તારીખ જાહેર

જેઇઇ મેઇનના ત્રીજા તબક્કાની પરીક્ષા 20 જુલાઈથી 25 જુલાઇ અને જ્યારે ચોથા તબક્કાની પરીક્ષા 27 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન લેવામાં આવશે

Top Stories
eeeee JEEની ત્રીજા અને ચાેથા તબ્બકાની પરીક્ષાની તારીખ જાહેર

જેઈઇની મુખ્ય પરીક્ષા ફ્રેબુઆરી અને માર્ચ મહિનામાં લેવાની હતી, પરંતુ કોરોનાના કારણે આ પરીક્ષા તે સમયે મોકુફ રાખવામાં આવી હતી. હવે પરીક્ષા આગામી ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે,   મુખ્ય પરીક્ષા મામલે કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરીયલ નિશાંકે મંગળવારે એપ્રિલ અને મે સત્રની જેઇઇ મુખ્ય પરીક્ષાઓની નવી તારીખોની ઘોષણા કરી છે.

તેમણે જાહેરાત કરી કે જેઇઇ મેઇનના ત્રીજા તબક્કાની  પરીક્ષા 20 જુલાઈથી 25 જુલાઇ દરમિયાન લેવામાં આવશે. જો કોઈ ઉમેદવારે આ તબક્કા માટે અરજી કરી નથી, તો તે 6 જુલાઈથી 8 જુલાઇ સુધી તે માટે અરજી કરી શકે છે. જ્યારે ચોથા તબક્કાની પરીક્ષા 27 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન લેવામાં આવશે.ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી (એનટીએ) એ આ વર્ષથી ચાર સત્રોમાં જેઇઇ મુખ્ય પરીક્ષાઓ લેવાની જાહેરાત કરી હતી, જેમાં ફેબ્રુઆરી અને માર્ચ 2021 ના ​​બે સત્રો લેવામાં આવ્યા છે. આગામી સત્ર માટેની પરીક્ષાઓ એપ્રિલ અને મે મહિનામાં યોજવાની દરખાસ્ત કરવામાં આવી હતી જે કોરોના રોગચાળાને કારણે મોકૂફ રાખવામાં આવી હતી.એવી અપેક્ષા છે કે એપ્રિલ અને મે પરીક્ષાઓ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં લેવામાં આવી શકે છે.

દેશની 23 આઈઆઈટી, 31 એનઆઈટી, 23 ટ્રિપલ આઈટી સહિત જીએફટીઆઈની 36000 બેઠકો પર પ્રવેશ માટે જેઈઇ મેઈન ખુલશે. ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે સત્રોની જેઇઇ મુખ્ય પરીક્ષાઓ સમાપ્ત થયા પછી, તમામ ચાર સત્રોના શ્રેષ્ઠ એનટીએ સ્કોર્સના આધારે વિદ્યાર્થીઓની રેન્ક બહાર પાડવામાં આવશે. કોરોનાને કારણે, જેઇઇ એડવાન્સ પ્રવેશ પરીક્ષા પણ મોકૂફ રાખવામાં આવી હતી. 3 જુલાઇએ યોજાવાની હતી.જેઈઇ મેઈનની સાથે NEET નાં ઉમેદવારો પણ પરીક્ષાની તારીખની ઘોષણાની રાહ જોઇ રહ્યા છે. પરંતુ આજ સુધી આ અંગે કોઈ અપડેટ આપવામાં આવ્યું નથી.