ગુજરાત/ ડમી કાંડમાં થયેલા તોડ કાંડમાં થયો મોટો ખુલાસો, પોલીસે યુવરાજસિંહના સાળા પાસેથી રૂ. 38 લાખ રિકવર કર્યા

કાનભા પૂછપરછ દરમિયાન જણાવેલી વિગત અનુસાર પોલીસે જીત માંડવિયાના ફ્લેટમાં તપાસ હાથ ધરી હતી. જેમાં 38 લાખ રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે.

Top Stories Gujarat Others
Untitled 93 ડમી કાંડમાં થયેલા તોડ કાંડમાં થયો મોટો ખુલાસો, પોલીસે યુવરાજસિંહના સાળા પાસેથી રૂ. 38 લાખ રિકવર કર્યા

ભાવનગર પોલીસે તોડકાંડ મામલામાં કાનભા ગોહિલ કે જે યુવરાજસિંહના સાળો થાય છે, તેના મિત્રના ઘરેથી 38 લાખ રૂપિયા રિકવર કર્યા છે. જીત નામના આ વ્યક્તિને કાનભાએ ભાગી જતા પહેલા 38 લાખ રૂપિયા આપ્યા હોવાની ચર્ચાઓ સામે આવી રહી છે. સુરતથી ભાગતા પહેલા મિત્રને 38 લાખ રૂપિયા આપ્યાનો ખુલાસો થઈ રહ્યો છે. શનિવારે સવારે કાનભાની સુરતથી ધરપકડ કરવામાં આવી હતી. આ બાદ હવે તપાસમાં કેટલાક ખુલાસા થઈ રહ્યા છે.

મળતી વિગતો અનુસાર ભાવનગરમાં ડમીકાંના સમાચાર સામે આવતા પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. દરમિયાન બિપીન ત્રિવેદીનો વીડિયો વાયરલ થયો હતો જેમાં યુવરાજસિંહ પર ડમીકાંડના કેટલાક આરોપીના નામ છુપાવવા પૈસાનો વ્યવહાર થયો હોવાની વાત હતી. જે ઘટના બાદ પોલીસે ડમીકાંડ કરતા પણ વધારે જોર તોડકાંડની તપાસમાં આપવાની શરૂઆત કરી હતી. ભાવનગર પોલીસે યુવરાજસિંહની સમન્સ બાદ તારીખ 22ના રોજ ધરપકડ કરી હતી તેમજ તેના સાળા કાનભાની પણ સુરતથી ગતરોજ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે પોલીસની પુછપરછમાં વટાણા વેરી દેતા રૂપિયા 38 લાખ પોતાના મિત્ર જીતના ઘરે રાખ્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

યુવરાજસિંહના સાળા કાનભાએ પોલીસ સમક્ષ કબૂલતા આપી હતી કે, પ્રકાશ ઉર્ફે પી.કે. અને પ્રદિપ બારૈયા પાસેથી તેમણે ઘનશ્યામ લાધવા અને બીપીન ત્રિવેદી મારફતે રૂપિયા 1 કરોડ મેળવ્યા છે. સાથે જ પોલીસનું કહેવું છે કે કાનભાની કબૂલાત છે કે તેમણે પોતાના ભાઈ શીવભદ્રસિંહ ઉર્ફે શિવુબાની ઓફિસે તારીખ 5 એપ્રિલની યુવરાજસિંહની પ્રેસ કોન્ફરન્સમાં બંનેના નામ નહીં જાહેર કરવાની ડીલ કરી હતી. જે પેટે મળેલા રૂપિયા 1 કરોડ કાનભાએ તારીખ 12 એપ્રિલના રોજ તેના મિત્ર જીત હિતેન્દ્રસિંહ માંડવીયાના રૂપાણી સર્કલ નજીક આવેલા ઘરે મુક્યા હતા.

કાનભા પૂછપરછ દરમિયાન જણાવેલી વિગત અનુસાર પોલીસે જીત માંડવિયાના ફ્લેટમાં તપાસ હાથ ધરી હતી. જેમાં 38 લાખ રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે. તપાસ દરમિયાન એ પણ જાણવા મળ્યું છેકે, 1 કરોડ બળજબરીથી કઢાવી આપવામાં મધ્યસ્થીની ભૂમિકા કરનાર ઘનશ્યામ લાધવા અને બીપીની ત્રિવેદીને કમિશન પેટે 10 ટકા લેખે 10 લાખ રૂપિયા(બન્નેના ભાગે 5-5 લાખ રૂપિયા) શિવભદ્રસિંહ ઉર્ફે શિવુભા ગોહિલે આપેલા છે.

કાનભાની સુરતથી ધરપકડ કરવામાં આવી અને તેમણે અહીં પહોંચતા પહેલા રૂપિયા પોતાના મિત્રને સોંપી દીધા હતા. આટલી મોટી રકમ કબજે કરીને પોલીસે વધુ તપાસ શરુ કરી છે. જેમાં આ રૂપિયા ક્યારે કાનભાએ મિત્રને આપ્યા અને આ રીતે મિત્ર સાથે કોઈ અન્ય બાબતે રૂપિયાની લેવડદેવડ થઈ છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:નશેડીઓમાં પેઇન કિલર અને ઊંઘની દવાની નશા માટે ભારે માંગઃ દિલ્હીની ટીમે રેડ પાડી

આ પણ વાંચો:સુરતઃ દુષ્કર્મ કરી યુવતી પાસેથી પૈસા પડાવનાર બેની ધરપકડ

આ પણ વાંચો:ડમી કાંડ તોડ કાંડમાં પરિવર્તીતઃ યુવરાજસિંહના સાળા કાનભાની ધરપકડ

આ પણ વાંચો:ડમી કૌભાંડને દબાવવા માટે ડમી કૌભાંડને ઉજાગર કરનારની જ ધરપકડ – હેમાંગ રાવલ

આ પણ વાંચો:આઠ કલાક લાંબી પૂછપરછ બાદ કથિત તોડકાંડ મામલે યુવરાજસિંહની ધરપકડ, આવતીકાલે કોર્ટમાં રજૂ કરાશે