Crime/ નવરંગપુરાના વેપારી સાથે દોઢ કરોડની ઠગાઈ આચરનાર ઋષભ ચોકસી ઝડપાયો

નવરંગપુરામાં રહેતા વેપારી અને તેમના મિત્ર પાસેથી રૂ.1.57 કરોડ લઈ પાછા નહીં આપી છેતરપિંડી આચરવા બદલ શહેર ક્રાઇમ બ્રાંચે મુંબઈથી ઋષભ ચૌકસીને ઝડપી લીધો છે. આ્રરોપીને અરજન્ટ ચાર્જના જજના ઘરે રજૂ કરીને રિમાન્ડ મેળવવા માટે કાર્યવાહી હાથ ઘરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ છે કે,

Top Stories Ahmedabad
child 7 નવરંગપુરાના વેપારી સાથે દોઢ કરોડની ઠગાઈ આચરનાર ઋષભ ચોકસી ઝડપાયો

@રવિ ભાવસાર, અમદાવાદ

પાલડીનું મકાન, માણેકચોકની દુકાન સિક્યુરિટી પેટે મૂક્યાં હતાંં જે બારોબાર અન્યના નામે બારોબાર ટ્રાન્સફર કરી દીધા હતા. ક્રાઈમ બ્રાન્ચ બાતમીના આધારે મુંબઈ જઈને આરોપીને ઝડપી લીધો .જયારે તેજલ ચોકસી સહિત અન્યો ફરાર થઈ ગયા છે.

નવરંગપુરામાં રહેતા વેપારી અને તેમના મિત્ર પાસેથી રૂ.1.57 કરોડ લઈ પાછા નહીં આપી છેતરપિંડી આચરવા બદલ શહેર ક્રાઇમ બ્રાંચે મુંબઈથી ઋષભ ચૌકસીને ઝડપી લીધો છે. આ્રરોપીને અરજન્ટ ચાર્જના જજના ઘરે રજૂ કરીને રિમાન્ડ મેળવવા માટે કાર્યવાહી હાથ ઘરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ છે કે, તેજલ ચોકસી અને ઋષભ ચોકસીએ ભેગા મળીને ફરિયાદીને નાણાં ન આપવા માટે કાનૂની પ્રકિયા હાથ ધરી હતી આટલુ જ નહીં ઋષભ ચોકસીના પિતા તેજલ ચૌકસી તેમના કહ્યામાં નહીં હોવાની નોટિસો પણ આપવામાં આવી હતી. જો કે, તેજલ ચોકસી,, ઋષભ ચોકસી સહિત અન્યો સામે પોલીસ ફરિયાદ થતા મુંબઈ નાસી ગયા હતા. ઉલ્લેકનીય છે કે તેજલ ચોકસીને ચેક પરત ફરવાના કેસમાં સેશન્સ કોર્ટે સજા ફરમાવતા તે કોર્ટમાંથી ફરાર થઈ ગયો હતો. બાદમાં હાઈકોર્ટમાં ફરિયાદી સાથે સમાધાન કર્યુ હતુ પરંતુ કોર્ટે ફટકારેલ દંડની રકમ ભરપાઈ કરી નહોતી.

નવરંગપુરામાં રહેતા અને પેટ્રોલિયમના ધંધા સાથે સંકળાયેલા સંજીવ શાહે નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેમના મોટાભાઈ ધર્મેશ શાહ પાલડીમાં ચંદનબાળા ફલેટમાં રહે છે. તેમના મકાનની નીચે તેજલભાઈ ચોકસી તેમના પરિવાર સાથે રહે છે. 2010માં તેજલભાઈએ ઘર પરની લોનના હપતા ન ભરતા બેંકે પ્રોપર્ટી સીલ કરી હતી, જેથી તેજલ ચોકસીએ તેમના મોટા ભાઈ ધર્મેશ પાસે આર્થિક મદદ માગતા કહ્યું હતું કે, તમે બેંકની લોન ભરી આપો, પછી મકાન અને દુકાન ફ્રી થઈ જશે, તો પાછળથી તે ઊંચા ભાવે વેચી તેમને બેંકની ભરેલી લોન પરત આપી દેશે. આ અંગે સંજીવ શાહને જાણ થતાં તેજલ, તેમના મોટાભાઈના મિત્ર થતાં હોવાથી અને વર્ષોથી ઓળખતા હોવાથી તેમની લોન ભરવા સંજીવભાઈ તૈયાર થયા હતા. ત્યાર બાદ સંજીવભાઈએ લોનના બાકીના તમામ હપતા અને અન્ય ડ્યુ ક્લીયર કરવા માટે કુલ મળી 95 લાખ તેજલભાઈને આપ્યા હતા, જેની સામે તેમને ચંદનબાળાવાળું મકાન, માણેકચોક ખાતે આવેલી દુકાનનો દસ્તાવેજ સિક્યુરિટી પેટે આપ્યો હતો. જોકે ત્યારથી આજ સુધી તેમની પાસેથી લીધેલા રૂપિયા તેમ જ તેમના મિત્ર કલ્પેશભાઈ શાહ પાસેથી બીજા 18.36 લાખ લઈ પરત નહીં આપી, કુલ રૂ.1.57 કરોડની છેતરપિંડી કરી હતી.

ક્રાઈમ બ્રાંચમાં તેજલ ચોકસી, સોનાલી ચોકસી, ઋષભ ચોકસી (તમામ રહે. ચંદનબાળા ફ્લેટ, પાલડી) અને નયનભાઈ કલ્યાણભાઈ સુતરિયા (રહે. તુલસી વિહાર સોસાયટી,ખાનપુર)સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી.બીજી તરફ પોલીસને મળેલી બાતમીના આધારે મુંબઈ ગઈ હતી.જયારે તેજલ ચોકસીનો પુત્ર ઋષભ ચોકસી મળી આવતા તેને ઝડપી લીધો હતો. પોલીસે ઋષભ ચોકસીનો કોવિડ ટેસ્ટ કરાવીને અરજન્ટ ચાર્જના જજના ઘરે રજૂ કરીને રિમાન્ડ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે. બીજી તરફ તેજલ ચોકસી સહિત અન્યો મુંબઈથી નાસી ગયા હોવાનું જાણવા મળે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…