Terrorism/ લખનઉને ફૂંકી મારવાનું આતંકવાદીઓનું ષડયંત્ર‌ નાકામ, STF એ કરી PFI ના બે સભ્યોની ધરપકડ

લખનઉમાં બોમ્બ બ્લાસ્ટ કરવાનું કાવતરું નિષ્ફળ કરવામાં આવ્યું છે. એસટીએફએ પીએફઆઈના બે સભ્યોની ધરપકડ કરી છે. બોમ્બ વિસ્ફોટ કરીને ઉત્તરપ્રદેશમાં આતંક ફેલાવવાના આરોપીઓનો ઈરાદો હતો.

Top Stories India
terrorist લખનઉને ફૂંકી મારવાનું આતંકવાદીઓનું ષડયંત્ર‌ નાકામ, STF એ કરી PFI ના બે સભ્યોની ધરપકડ

લખનઉમાં બોમ્બ બ્લાસ્ટ કરવાનું કાવતરું નિષ્ફળ કરવામાં આવ્યું છે. એસટીએફએ પીએફઆઈના બે સભ્યોની ધરપકડ કરી છે. બોમ્બ વિસ્ફોટ કરીને ઉત્તરપ્રદેશમાં આતંક ફેલાવવાના આરોપીઓનો ઈરાદો હતો. ઉત્તરપ્રદેશમાં એસટીએફએ લખનઉમાં બોમ્બ વિસ્ફોટો કરવાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. કેરળના પીએફઆઈ સંગઠનના બે આતંકવાદીઓની એસટીએફ દ્વારા લખનઉથી ધરપકડ કરવામાં આવી છે અને વિસ્ફોટકો મળી આવ્યા છે.

Political / પુડ્ડુચેરીનાં ઉપ રાજ્યપાલ પદ પરથી કિરણ બેદીને હટાવવામાં આવ્યા

પકડાયેલા આતંકવાદીઓમાં પીએફઆઈ કમાન્ડર અનસદ બદરૂદ્દીનના પુત્ર બદરૂદ્દીન રાઉતર (રહે. નસીમા મંજિલ મુડિયોર કાલમ તા.પંડલમ જી.પત્થાનામથિટ્ટા, કેરળ) અને ફિરોઝ મોહમ્મદન ખાન(રહે. કુજીચલીલની, ઉઆકારા, જિ. કાલિકટ, કેરળ)નો સમાવેશ થાય છે. તેમની પાસેથી 16 વિસ્ફોટક ઉપકરણો, એક પિસ્તોલ, સાત કારતુસ, બે પેન ડ્રાઇવ, 12 રેલ્વે ટિકિટ, પાનકાર્ડ, એટીએમ, ડીએલ, આધારકાર્ડ મળી આવ્યા છે. એસટીએફે જણાવ્યું હતું કે, આરએસએસ અને ભાજપના ઘણા નેતાઓ આ આરોપીઓના નિશાન પર હતા.

Contempt Case / પત્રકાર રાજદીપ સરદેસાઈની મુશ્કેલીઓ વધી, SC એ નોંધ્યો અવમાનનાં કેસ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…