Cricket/ ટીમ ઈન્ડિયાની જીત બાદ કેવિન પીટરસને કર્યુ હિન્દીમાં ટ્વીટ, જાણો શું લખ્યું

ચેન્નાઈનાં એમ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાયેલી ચાર ટેસ્ટ મેચની શ્રેણીની બીજી ટેસ્ટ મેચમાં ભારતે ઈગ્લેન્ડને 317 રને હરાવી દીધી છે.

Sports
qaweds 6 ટીમ ઈન્ડિયાની જીત બાદ કેવિન પીટરસને કર્યુ હિન્દીમાં ટ્વીટ, જાણો શું લખ્યું

ચેન્નાઈનાં એમ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાયેલી ચાર ટેસ્ટ મેચની શ્રેણીની બીજી ટેસ્ટ મેચમાં ભારતે ઈગ્લેન્ડને 317 રને હરાવી દીધી છે. ટેસ્ટ મેચોમાં રનની દ્રષ્ટિએ ઈગ્લેંડ સામેની આ અત્યાર સુધીની સૌથી મોટી જીત છે અને તેના ટેસ્ટ ઇતિહાસમાં પાંચમો સૌથી મોટો વિજય છે.

આપને જણાવી દઇએ કે, ભારતે ઇંગ્લેન્ડને 482 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેના જવાબમાં ઈગ્લેન્ડ 164 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું હતું. ભારત તરફથી અક્ષર અને અશ્વિન સિવાય ચાઇનામેન બોલર કુલદીપ યાદવે 25 રનમાં બે વિકેટ લીધી હતી. હવે આ જીતને લઇને પૂર્વ ઈગ્લેન્ડ બેટ્સમેન કેવિન પીટરસને હિન્દીમાં ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા છે. ઈગ્લેન્ડની ક્રિકેટ ટીમનાં પૂર્વ કેપ્ટન કેવિન પીટરસનનું માનવું છે કે, ભારતે બીજી ટેસ્ટ મેચમાં 317 રનોથી જે ટીમને હરાવી છે, તે ઈંગ્લેન્ડની ‘બી’ ટીમ છે. પૂર્વ કેપ્ટને આ સાથે ટીમ ઇન્ડિયાને આ જીત બદલ અભિનંદન પણ પાઠવ્યા. ભારતની જીત બાદ પીટરસને ટ્વિટર પર લખ્યું, અભિનંદન ભારત, ઈંગ્લેન્ડ, ‘બી’ ને હરાવવા બદલ.

https://twitter.com/KP24/status/1361574807167528962?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1361574807167528962%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.newsnationtv.com%2Fsports%2Fcricket%2Fkevin-peterson-on-india-win-on-england-b-tweet-in-hindi-177807.html

આ જીત બાદ ભારતે ચાર મેચની ટેસ્ટ સિરીઝમાં 1-1 થી બરાબરી મેળવી લીધી છે. શ્રેણીની ત્રીજી ટેસ્ટ 24 ફેબ્રુઆરીથી અમદાવાદમાં રમાવાની છે, જે ડે-નાઇટ ટેસ્ટ હશે. ઇંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટમાં જ્યારે ભારતને 227 રનથી હરાવ્યુ હતુ ત્યારે પણ પીટરસને હિન્દીમાં ટ્વિટ કરીને ભારતીય ટીમને પોતાની ચેતવણીની યાદ અપાવી હતી. કેવીન પીટરસન વારંવાર હિન્દીમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. ભારત અને ઇંગ્લેન્ડની ટેસ્ટ સીરીઝ હવે એક સમાન છે જ્યારે શ્રેણીની આવતી ટેસ્ટ મેચ અમદાવાદમાં ડે નાઈટ રમાવાની છે. ભારતે હજી સુધી માત્ર બે ડે નાઈટ મેચ રમી છે, જેમાં એક બાંગ્લાદેશ સામે અને એક ઓસ્ટ્રેલિયા સામે. આ પ્રથમ વખત છે જ્યારે ભારત ઈંગ્લેન્ડ સામે ડે નાઈટ મેચ રમી રહ્યું છે. ત્રીજી ટેસ્ટ મેચ 24 થી 28 ફેબ્રુઆરી દરમિયાન યોજાવાની છે જ્યારે શ્રેણીની છેલ્લી ટેસ્ટ 4 થી 8 માર્ચમાં રમાશે.

Cricket / ઈગ્લેન્ડને હરાવ્યા બાદ હવે WTC ફાઇનલમાં પહોંચવા માટે ટીમ ઈન્ડિયાને જરૂર છે માત્ર 1 જીત

Cricket / પંતે સ્ટમ્પ આઉટ કરી ધોનીની અપાવી યાદ, અશ્વિન પણ જોઇને ચોંકી ઉઠ્યો

Cricket / IPL માટે ખેલાડીઓની હરાજીની યાદીમાં ગુજરાતનાં 17 ખેલાડીઓનો સમાવેશ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ