Crime/ વેલેન્ટાઇન ડેની રાત્રીએ મુંબઈની યુવતી સાથે અમદાવાદમાં થયો સામૂહિક દુષ્કર્મ

શહેરમાં ફરી એક વખત મહિલાઓની સુરક્ષાને લઈને સવાલો ઉભા થયા છે. મુંબઈથી કેટરીંગના કામ માટે બોલાવેલી યુવતી સાથે તેના કોન્ટ્રાક્ટરે જ નશાની હાલતમાં બળાત્કાર કર્યો.

Ahmedabad Gujarat
qaweds 5 વેલેન્ટાઇન ડેની રાત્રીએ મુંબઈની યુવતી સાથે અમદાવાદમાં થયો સામૂહિક દુષ્કર્મ

શહેરમાં ફરી એક વખત મહિલાઓની સુરક્ષાને લઈને સવાલો ઉભા થયા છે. મુંબઈથી કેટરીંગના કામ માટે બોલાવેલી યુવતી સાથે તેના કોન્ટ્રાક્ટરે જ નશાની હાલતમાં બળાત્કાર કર્યો. કોન્ટ્રાક્ટરની સાથે અન્ય એક મિત્રએ પણ બળાત્કાર ગુજાર્યો જેમાં એક યુવતીએ પણ મદદ કરી હતી. જેને લઈ પોલીસે ગેંગરેપની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મુંબઈની 19 વર્ષીય યુવતી પર ગેંગરેપની ઘટના બની છે. કેટરિંગનું કામ આપવા માટે યુવતીને અમદાવાદ બોલાવી હતી. યુવતી  વેલેન્ટાઈન ના દિવસે કેટરીના નું કામ માટે બોલાવી હતી જોકે નરાધમોએ કેટરીના કામ પુરુ થયા બાદ ગેંગ રેપ કર્યો હતો. કેટરીંગનુ કામ પત્યા બાદ આરોપીએ યુવકી સાથે દારુની પાર્ટી કરી અને યુવતીને દારૂના નશામાં ધૂત કરી તેની સાથે શાહીલ શેખ, તસ્કીલ ઉર્ફે શકિલુદ્દિન કુરેશી એ એક પછી દુષ્કર્મ આચર્યું. આ બળાત્કારમાં સુરતની વતની અને આરોપીની સાથે આવેલી યુવતી તસ્લીમ ઉર્ફે તાનિયા જાવેદે પણ મદદગારી કરી હતી. જેથી ભોગ બનનાર યુવતીએ નારોલ પોલીસ સ્ટેશનમાં હકકિત જાહેર કરાત પોલીસ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

યુવતીની પૂછપરછ માં સામે આવ્યું કે શાહપુર નો તસ્કીલ ઉર્ફે શકીલુદિન કુરેશી એ કેટરિંગ માટે અમદાવાદ બોલાવ્યા હતા. યુવતીની સાથે અન્ય 4 યુવતિઓ પણ આવી હતી. યુવતીને નારોલ પાસે એક આકૃતિ ફ્લેટમાં રહેવાની વ્યવસ્થા કરી હતી. વેલેન્ટાઈન ડે દિવસે સાંજે નરાધમ તસ્કીલ કુરેશી અને કોન્ટ્રાક્ટર શાહીલ શેખ તાનિયાને લઈ પાર્ટી કરવા આવ્યા હતા. જ્યાં યુવતીને કેફી પીનું પીવડાવ્યું અને ત્યારે બાદ સુરતની રહેવાસી મહિલા તસ્લીમ ઉર્ફે તાનિયા જાવેદે ભોગ બનનાર યુવતીને પકડી રાખી અને બે નરાધમોએ એક પછી એક તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ગેંગ રેપના ગુનામાં પોલીસે ફરિયાદીના મેડિકલ પરિક્ષણ શરૂ કર્યા છે. અને પુરતા પુરાવા મળ્યા બાદ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.

Crime: હરેન પંડયા હત્યા કેસનો પેરોલ ફ્લો આરોપી જુહાપુરામાંથી ઝડપાયો

FASTags: રાજકોટ-ગોંડલ નેશનલ હાઈવે પર ભરુડી ટોલ પ્લાઝા પર વાહનોની લાગી લાંબી કતારો

Ahmedabad: સિવિલ મેડિસીટીમાં આવેલી મહિલા અને બાળ રોગ મલ્ટી સ્પેશ્યાલિટી 1200 બેડ હોસ્પિટલનો પુન:આરંભ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ