Banaskantha/ દિયોદરની ગોદા કેનાલમાંથી કોથળામાં બાંધેલી હાલતમાં મળી મહિલાની લાશ

બનાસકાંઠા જીલ્લાના દિયોદર તાલુકાના ગોદા ગામ નજીકથી પસાર થતી કેનાલમાંથી મહિલાની કોથળામાં બાંધેલી હાલતમાં લાશ મળી આવી છે. આજે સવારે કેનાલમાંથી કોથળામાં બાંધેલી હાલતમાં મહિલાની લાશ મળતાં સ્થાનિકો સહિત લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા.

Gujarat Others
a 177 દિયોદરની ગોદા કેનાલમાંથી કોથળામાં બાંધેલી હાલતમાં મળી મહિલાની લાશ

@ભરત સુંદેશા, મંતવ્ય ન્યૂઝ – બનાસકાંઠા

દિયોદર તાલુકાના ગોદા ગામે બપોરના સમયે કેનાલમાંથી એક મહિલાની લાશ મળી આવી છે. મહિલાની લાશ એક કોથળામાં બાંધેલી હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. ઘટના બાદ દિયોદર પોલીસ અને ડીવાયએસપી સહિતનો સ્ટાફ તાત્કાલિક દોડી આવ્યો છે. આ સાથે કેનાલમાંથી મહિલાની લાશ મળી હોવાની વાત વાયુવેગે પંથકમાં પ્રસરી જતાં લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. પ્રાથમિક તપાસમાં મૃતક મહિલા કાંકરેજ પંથકની હોવાનું સામે આવ્યા બાદ પોલીસે તેમની લાશ પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી છે.

આ પણ વાંચો : અમદાવાદમાં આ બ્રિજ બંધ રહેશે 15 દિવસ સુધી, જાણો શું છે કારણ

બનાસકાંઠા જીલ્લાના દિયોદર તાલુકાના ગોદા ગામ નજીકથી પસાર થતી કેનાલમાંથી મહિલાની કોથળામાં બાંધેલી હાલતમાં લાશ મળી આવી છે. આજે સવારે કેનાલમાંથી કોથળામાં બાંધેલી હાલતમાં મહિલાની લાશ મળતાં સ્થાનિકો સહિત લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. જે બાદમાં તેરવાડાના એક પરિવારે મહિલાની લાશને ઓળખી બતાવતાં રોકકકળ કરી મુકી હતી. ઘટનાને લઇ ડીવાયએસપી સહિત પોલીસનો કાફડો દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં મહિલાના છેલ્લા ૧૦ દિવસથી ગુમ હોવાનું સામે આવ્યુ છે.

આ પણ વાંચો : ગુજરાતમાં પણ બર્ડ ફ્લુનો કહેર, કાગડાઓ બાદ હવે ગાયોના પણ મોત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, બનાસકાંઠામાં નર્મદાની કેનાલમાંથી લાશો મળવાનો સિલસિલો યથાવત હોય તેમ આજે પણ વધુ એક લાશ મળી આવી છે. કાંકરેજ તાલુકાના ડુંગરાસણ ગામે પરણાવેલી મહિલા છેલ્લાં ૧૦ દિવસથી ગુમ હતી. આ તરફ આજે સવારે કોથળામાં બાંધેલી હાલતમાં તેની લાશ મળી આવતાં અનેક સવાલો ઉભા થયા છે. ઘટના બાદ પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી વધુ તપાસ શરૂ કરી છે. ઘટનાને લઇ મૃતક મહિલાના પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે.

આ પણ વાંચો :રાજકોટમાં પ્રેમ સંબંધને લઈને ગંભીર કિશોરીએ કર્યો આપઘાત

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો