Not Set/ શિક્ષણમંત્રી મૃતકના પરિવારજનોની મુલાકાતે, 11 લાખની સહાય આપવાની કરી જાહેરાત

ચકચારિત દેવ હત્યા કાંડ માં મોડી સાંજે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ આણંદ જીલ્લા કલેકટર દિલીપ રાણા આણંદના સાંસદ દિલીપ મણીભાઈ પટેલ તેમજ વડોદરાના જીલ્લા શિક્ષણ અધિકારી ધ્વારા મૃતક દેવના પરિવારની મુલાકાત લીધી હતી અને દેવના પરિવારને આશ્વાસન સાથે બાહેધરી આપી હતી. શિક્ષણમંત્રી ભુપેન્દ્ર ચુડાસમાએ ૧૧ લાખની સહાય તબક્કા વાર આપવાની જાહેરાત કરી હતી. વડોદરા ખાનગી શાળામાં […]

Gujarat Trending
ahmedabad 2 શિક્ષણમંત્રી મૃતકના પરિવારજનોની મુલાકાતે, 11 લાખની સહાય આપવાની કરી જાહેરાત

ચકચારિત દેવ હત્યા કાંડ માં મોડી સાંજે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ આણંદ જીલ્લા કલેકટર દિલીપ રાણા આણંદના સાંસદ દિલીપ મણીભાઈ પટેલ તેમજ વડોદરાના જીલ્લા શિક્ષણ અધિકારી ધ્વારા મૃતક દેવના પરિવારની મુલાકાત લીધી હતી અને દેવના પરિવારને આશ્વાસન સાથે બાહેધરી આપી હતી. શિક્ષણમંત્રી ભુપેન્દ્ર ચુડાસમાએ ૧૧ લાખની સહાય તબક્કા વાર આપવાની જાહેરાત કરી હતી.

વડોદરા ખાનગી શાળામાં વિદ્યાર્થીની કરપીણહત્યા થતા ચકચારમચી ગઈ હતી. બરાનપુરમાં આવેલી ભારતી વિદ્યાલયમાં ધોરણ-10માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીની સ્કૂલમાં જ હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. શાળાનાં ટોયલેટમાં વિદ્યાર્થીની કરપીણ હત્યા કરનાર આરોપી વલસાડથી ઝડપીલીધો હતો. વિદ્યાર્થીની હત્યા તીક્ષ્ણ હથિયાર વડે કરવામાં આવી હતી. હત્યા બાદ લાશને બાથરૂમમાં નાખી દેવામાં આવી હતી. આ સમગ્ર ઘટના સ્કૂલના સીસીટીવીમાં કેદ થઇ ગઈ હતી અને હત્યારો પણ સીસીટીવીમાં ઝડપાઈ ગયો હતો.

ahmedabad 3 શિક્ષણમંત્રી મૃતકના પરિવારજનોની મુલાકાતે, 11 લાખની સહાય આપવાની કરી જાહેરાત

આ મામલે વડોદરાના જીલ્લા શિક્ષણ અધિકારી ધ્વારા ૨ લાખ રૂપિયાની સહાયનો ચેક મૃતકના પિતાને આપવામાં આવ્યો હતો. જયારે ખાસ કરીને વાત કરવામાંમાં આવે તો બાકરોલના  શ્રમિક પરિવારના એકના એક દીકરાની વડોદરાની ભારતી વિદ્યાલયમાં કરપીણ હત્યાની ઘટનાના ૩૬ કલાક સુધી પરિવારની સુધ નહી લેનારા નોકરસાહો અને સત્તાધીશોએ માસુમ બાળક દેવના પરીવારને મળવાની જાહેરાત કર્યાના પણ ૨ કલાક પછી પોહચ્યા હતા.