Not Set/ ખેડૂતની સંપર્ક યાત્રા સુરતના કામરેજ ખાતે પહોંચી, અસરગ્રસ્ત ખેડૂતો રહ્યા હાજર

સુરત, 24, જુન 2018. કેન્દ્ર સરકારના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન સામે સુરત સહિત ગુજરાત ખેડૂત સમાજ દ્વારા મોરચો માંડવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટમાં રાજ્યના 192 ગામના 2500 પરિવારની 700 હેક્ટર જમીન સંપાદિત થનાર છે. જેની સામે ખેડૂત સમાજ દ્વારા ગુજરાત સંપર્ક યાત્રા શરૂ કરી છે. આ સંપર્ક યાત્રા સોમવારના રોજ અમદાવાદથી શરૂ થઈ હતી અને […]

Top Stories Surat
ખેડૂતની સંપર્ક યાત્રા સુરતના કામરેજ ખાતે પહોંચી, અસરગ્રસ્ત ખેડૂતો રહ્યા હાજર

સુરત,

24, જુન 2018.

કેન્દ્ર સરકારના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન સામે સુરત સહિત ગુજરાત ખેડૂત સમાજ દ્વારા મોરચો માંડવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટમાં રાજ્યના 192 ગામના 2500 પરિવારની 700 હેક્ટર જમીન સંપાદિત થનાર છે. જેની સામે ખેડૂત સમાજ દ્વારા ગુજરાત સંપર્ક યાત્રા શરૂ કરી છે. આ સંપર્ક યાત્રા સોમવારના રોજ અમદાવાદથી શરૂ થઈ હતી અને 25 મી જૂને વાપી સુધી જશે. ખેડૂત સમાજની સંપર્ક યાત્રા થકી ખેડૂતોના મંતવ્ય જાણી તેનું રેફ્રન્ડમ તૈયાર કરી જાપાનના પ્રધાનને મોકલવામાં આવશે. આ પ્રોજેક્ટનો 378 કિલોમીટર વિસ્તાર ગુજરાતમાં છે અને 700 હેક્ટર ફળદ્રુપ જમીન સંપાદિત થઇ રહી છે.
જેને કારણે ખેડૂતો બુલેટ ટ્રેન પ્રોજેકટનો વિરોધ કરી રહ્યા છે. આજ રોજ ખેડૂત સમાજની સંપર્ક યાત્રા સુરતના કામરેજ તાલુકાના કઠોર ગામે પહોંચી હતી.

જ્યાં ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આવનારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો વિરોધ નોંધાવ્યો હતો..

જયારે આ મુદ્દે એક અહેવાલમાં હાઈકોર્ટ વકીલ આનંદભાઈએ જણાવ્યું હતું કે

“ખેડૂતોની માંગ છે કે જો અમારી જમીન ખતરામાં હોય તો અમારે બુલેટ ટ્રેનની બિલકુલ જરૂર નથી. વધુમાં આ ચર્ચામાં ચાર મુદ્દાઓ નોંધવા જેવા છે કે ખેડૂતોને તેમની પરવાનગી વગર જમીન સરકારને હાથ જવી જોઈએ નહિ. બીજુ કે જો ખેડૂત જમીન આપેતો જંત્રીના ભાવે નહિ પરંતુ માર્કેટના ચાર ગણ ભાવે જમીનની વહેંચણી કરવામાં આવશે. જો આવી રીતે ના થાય તો તે કેન્દ્રના કાયદાને વિરુદ્ધ છે. જો રાજ્ય સરકાર આવી રીતે વલણ ધરાવશે તો તે કેન્દ્રના કાયદાને વિરુદ્ધનું કૃત્ય થશે. ત્રીજી વાત એ કે જમીનની બદલે જમીન મળવી જોઇએ જે કાયદા પ્રમાણે સ્વીકૃત છે. અને ચોથી વાત એ કે ભારતનો એક કાયદો છે. જે બધા માટે સમાન છે. રાજ્યોનો પણ એક કાયદો છે. આમ કેન્દ્રને ખેડૂતોની પરેશાનીને સમજવી જોઈએ. જો ખેડૂતોને તેમનો હક આપવામાં આવશે તો બુલેટ ટ્રેનનું સૌ સ્વાગત કરે છે અને જો આ બાબતે વલણ થોડું પણ અલગ હશે તો બુલેટ ટ્રેન અંગે કેન્દ્રને સપના જોવા છોડવા પડશે.”

સરકારના બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઇ અસરગ્રસ્ત ખેડૂતો સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. ત્યારે ખેડૂતોએ સરકાર સામે લડત લડવા બાંયો ચઢાવી દીધી છે. બુલેટટ્રેનના વિરોધને લઈ કોંગ્રેસે પણ ખેડૂતોને સમર્થન આપ્યું છે. ખેડૂતોની સરકાર સાથેની લડતમાં કોંગ્રેસ પણ સહિયોગ આપશે. ત્યારે અમદાવાદથી શરૂ થયેલ ખેડૂત સમાજની સંપર્ક યાત્રા સુરતના કામરેજ ખાતે આવી પહોંચી હતી. જ્યાં ખેડૂત સમાજના આગેવાનો તેમજ હાઇ કોર્ટના એડવોકેટની અધ્યક્ષતામાં ખેડુત મિટિંગ યોજાઈ હતી. જેમાં હાજર રહેલા અસરગ્રસ્ત ખેડૂતો એ પોતાના મંતવ્યો લોકો સમક્ષ રજુ કર્યા હતા અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ નો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

આ અંગે સુરત જીલ્લાના સરપંચ સદસ્ય દર્શન નાયકે જણાવ્યું હતું કે,

“સુરત જીલ્લાના કામરેજ તાલુકાનાં કઠોર ગામમાં આશરે 270 જેટલા મિલકતદારોને નોટીસ ફટકારવામાં આવી છે. કેન્દ્રનું કહેવું છે કે રહેણાંક વિસ્તારનાં ઘરેથી બુલેટ જશે. જેના કારણે આજે બેઠકમાં ગુજરાત ખેડૂત સંગઠનનાં નેજા હેઠળ સંસદ સભ્ય અમીબેન, આનંદભાઈ યાજ્ઞિક, ખેડૂત સમાજના આગેવાનો અને સ્થાનિક વિસ્તારના મોટી સંખ્યામાં ખેડૂતો આજે એકત્રિત થયા હતા. સામાન્ય ખેડૂતોની જમીન જાય છે તેને વાચા આપવા માટે અને આવનારા સમયમાં કેવી રીતે લડત ઉઠાવવી તેના પર ઉંડાણપૂર્વક વિચાર વ્યક્ત કરવામાં આવ્યા હતા.”