PM Visit/ PM મોદી આજે સરદાર વલ્લભભાઇ પટેલની પુણ્યતિથિ પર અર્પણ કરશે શ્રધ્ધાંજલિ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસીય ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસ છે. આજે પીએમ મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઇ પટેલને તેમની પુણ્યતિથિ પર શ્રધ્ધાંજલિ અર્પણ કરશે.

Top Stories Gujarat
sss 18 PM મોદી આજે સરદાર વલ્લભભાઇ પટેલની પુણ્યતિથિ પર અર્પણ કરશે શ્રધ્ધાંજલિ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસીય ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસ છે. આજે પીએમ મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઇ પટેલને તેમની પુણ્યતિથિ પર શ્રધ્ધાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ તે રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં ભાગ લેશે. વળી પીએમ મોદી આજે સિવિલ સર્વિસનાં પ્રોબેશનર્સને સંબોધન પણ કરશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની બે દિવસીય ગુજરાત મુલાકાતનાં પહેલા દિવસે શુક્રવારે નર્મદા જિલ્લાનાં કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક અનેક પર્યટન સંબંધિત વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું. અમદાવાદ પહોંચ્યા બાદ મોદી સૌ પ્રથમ ગાંધીનગરમાં ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલનાં ઘરે પહોંચ્યા હતા અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે ગુજરાતી સિનેમાનાં સુપરસ્ટાર નરેશ કનોડિયા અને તેમના સંગીતકાર ભાઈ મહેશ કનોડિયાને પણ શ્રદ્ધાંજલિ આપી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નર્મદા જિલ્લાનાં કેવડિયા ખાતે જંગલ સફારી તરીકે પ્રખ્યાત સરદાર પટેલ પ્રાણી ઉદ્યાનનું ઉદ્ઘાટન કર્યું હતું. વળી કેવડિયામાં વડા પ્રધાન મોદીએ ન્યૂટ્રી ટ્રેનમાં બેઠેલા બાળકોનાં પોષક પાર્કની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમની સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર હતા. પીએમ મોદીએ શુક્રરવારનાં રોજ તેમના પહેલા ગુજરાત મુલાકાતનાં દિવસે કેવડિયામાં આરોગ્ય વનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉપરાંત તેમણે સરદાર પટેલ પ્રાણી ઉદ્યાનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉપરાંત વડા પ્રધાન મોદીએ તેમના બે દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન જંગલ સફારી, એકતા મોલ, બાળકો માટેનાં પોષક પાર્કનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉપરાંત પીએમ મોદીએ પાંચ લાખ છોડ વાળા આરોગ્ય વનનું ઉદ્ઘાટન કર્યુ હતુ.