Not Set/ ઓડિશા/ 11 કિલોવોટના વીજ તારને અડી ગઈ બસ, આગ લગતા 10 લોકોનાં મોત, 22 ઘાયલ

ઓડિશામાં ગંજામ જિલ્લાના ગોલંતારા વિસ્તારમાં એક બસમાં આગ લગતા 10 મુસાફરોનાં મોત નીપજ્યાં છે જ્યારે 22 જેટલા મુસાફરો ઘાયલ હોવાનું કહેવાઈ રહ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, રવિવારે ઇલેક્ટ્રિક વાયરના સંપર્કને કારણે બસમાં આગ લાગી હતી. ગંજામ જિલ્લા મેજિસ્ટ્રેટ વિજય અમૃત કુલાંગે અને બ્રહ્મપુર પોલીસ અધિક્ષક પિનાક મિશ્રાએ જણાવ્યું હતું કે પાંચ લોકોના ઘટના સ્થળે જ […]

Top Stories India
Untitled 87 ઓડિશા/ 11 કિલોવોટના વીજ તારને અડી ગઈ બસ, આગ લગતા 10 લોકોનાં મોત, 22 ઘાયલ

ઓડિશામાં ગંજામ જિલ્લાના ગોલંતારા વિસ્તારમાં એક બસમાં આગ લગતા 10 મુસાફરોનાં મોત નીપજ્યાં છે જ્યારે 22 જેટલા મુસાફરો ઘાયલ હોવાનું કહેવાઈ રહ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, રવિવારે ઇલેક્ટ્રિક વાયરના સંપર્કને કારણે બસમાં આગ લાગી હતી.

ગંજામ જિલ્લા મેજિસ્ટ્રેટ વિજય અમૃત કુલાંગે અને બ્રહ્મપુર પોલીસ અધિક્ષક પિનાક મિશ્રાએ જણાવ્યું હતું કે પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતા જ્યારે પાંચ લોકોને એમકેસીજી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ અને કટકના એસસીબી મેડિકલ કોલેજના ડોકટરોએ પાંચ લોકોને મૃત જાહેર કર્યા હતા.

એસસીબી મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ઇમરજન્સી મેડિકલ અધિકારી બી.એન. મહારાણાએ જણાવ્યું હતું કે માર્ગમાં જતા એક 11 વર્ષના છોકરાનું મોત નીપજ્યું હતું. તેમણે કહ્યું કે અહીં લાવવામાં આવેલા અન્ય પાંચ લોકોની હાલત ખૂબ જ નાજુક છે.

પોલીસે જણાવ્યું હતું કે બસ જંગપાડુથી ચિકરાડા જઇ રહી હતી ત્યારે આ અકસ્માત મંદરાજપુરમાં થયો હતો. બસમાં આશરે 40 મુસાફરો હતા. બ્રહ્મપુર સદર સબ ડિવિઝનલ પોલીસ અધિકારી (એસડીપીઓ) જયંતકુમાર મહાપત્રાએ જણાવ્યું હતું કે બસમાં સવાર લોકો નજીકના ગામમાં સગાઈ સમારોહમાં ભાગ લેવા જઇ રહ્યા હતા. તેમણે કહ્યું કે બસ 11 કિલોવોટની ક્ષમતાવાળા ઇલેક્ટ્રિક વાયરના સંપર્કમાં આવી હતી, જેના કારણે આગ લાગી હતી.

ચીફ ફાયર ઓફિસર સુકાંત સેઠીએ જણાવ્યું હતું કે આગને કાબૂમાં લેવામાં આવી છે. અકસ્માત બાદ વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો અને બસમાં ફસાયેલા તમામ લોકોને બહાર કાઢીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, તેણે સામાન બસની છત પર મુક્યો હતો. બસ ડ્રાઇવરે સાંકડા રસ્તા પર દ્વિચકિત વાહનને માર્ગ આપવાનો પ્રયત્ન કર્યો તે જ સમયે બસ ઇલેક્ટ્રિક વાયરના સંપર્કમાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.