વાઇસ ચાન્સેલર/ ગુજરાતની નવ યુનિવર્સિટીઓ ફુલ ટાઇમ વાઇસ ચાન્સેલર વગર ચાલે છે

કોઈ એકમનું ડિપાર્ટમેન્ટ ન હોય અને તેના હેડ જ ન હોય તો કેવુ લાગે. તેમા પણ ડિપાર્ટમેન્ટ એકથી બે હેડ વગર ચાલતું હોય તો કેવું લાગે. આવી જ સ્થિતિ રાજ્યની નવ યુનિવર્સિટીઓની છે. રાજ્યની નવ યુનિવર્સિટીઓ છેલ્લા વર્ષથી ફુલ ટાઇમ વાઇસ ચાન્સેલર વગર ચાલે છે.

Top Stories Gujarat
Gujarat University ગુજરાતની નવ યુનિવર્સિટીઓ ફુલ ટાઇમ વાઇસ ચાન્સેલર વગર ચાલે છે

કોઈ એકમનું ડિપાર્ટમેન્ટ ન હોય અને Vice Chancellor તેના હેડ જ ન હોય તો કેવુ લાગે. તેમા પણ ડિપાર્ટમેન્ટ એકથી બે હેડ વગર ચાલતું હોય તો કેવું લાગે. આવી જ સ્થિતિ રાજ્યની નવ યુનિવર્સિટીઓની છે. રાજ્યની નવ યુનિવર્સિટીઓ છેલ્લા વર્ષથી ફુલ ટાઇમ વાઇસ ચાન્સેલર વગર ચાલે છે. ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હિમાંશુ પંડ્યાનો કાર્યકાળ દસ દિવસમાં પૂરો થવાનો છે. યુનિવર્સિટીએ આ માટે સર્ચ કમિટીની રચના કરી છે, પરંતુ હજી સુધી ઉમેદવારો તે શોધી શકી નથી પણ શોર્ટલિસ્ટ કરી રહી છે. આના પગલે ગુજરાત યુનિવર્સિટી વાઇસ ચાન્સેલર વગરની દસમી યુનિવર્સિટી બનશે.

ગુજરાત યુનિવર્સિટીના સૂત્રોના જણાવ્‍યા Vice Chancellor અનુસાર પંડ્‍યાની મુદત પૂરી થાય તે પહેલાં સર્ચ કમિટી આ પદ માટેના ઉમેદવારોની જાહેરાત કરે તેવી શક્‍યતા નથી, જેનો અર્થ છે કે કોઈને ઈન્‍ચાર્જ વીસી બનાવવામાં આવશે. રાજયની 16 સરકારી યુનિવર્સિટીઓમાંથી નવમાં ઈન્‍ચાર્જ વીસી છે. સૂત્રોએ જણાવ્‍યું હતું કે અગાઉ સરકાર એવા શિક્ષકોની નિમણૂક કરતી કે જેઓ લાયકાત ધરાવતા ન હોય પણ રાજકીય પક્ષોની નજીક હોય તેમને પદ મળતું.

જો કે, સુપ્રીમ કોર્ટે રાજયના એક વાઇસ ચાન્‍સેલરને Vice Chancellor પર્યાપ્ત લાયકાત ન હોવાના કારણે દૂર કર્યા પછી, સરકારે યુનિવર્સિટીઓમાં નવા વીસીની નિમણૂક કરી નથી.માર્ચ 2022માં એક મહત્‍વપૂર્ણ આદેશમાં સુપ્રીમ કોર્ટે સરદાર પટેલ યુનિવર્સિટીના વાઇસ ચાન્‍સેલર શિરીષ કુલકર્ણીની નિમણૂકને રદ કરી દીધી હતી, કારણ કે તેમની પાસે હોદ્દો રાખવા માટે પૂરતો અધ્‍યાપન અનુભવ ન હતો.

વાઇસ ચાન્‍સેલરને હટાવવાનો આદેશ આપતી Vice Chancellor વખતે, જસ્‍ટિસ એમ આર શાહ અને બી વી નાગરથ્‍નાની સુપ્રીમ કોર્ટની બેન્‍ચે ગુજરાત સરકારને એસપી યુનિવર્સિટી એક્‍ટ અને યુજીસીના નિયમોને અનુરૂપ ન હોય તેવા રાજયના કાયદાઓ ચાલુ રાખવા બદલ અને તેના કાયદામાં સુધારો ન કરવા બદલ ફટકાર લગાવી હતી.

સૂત્રોએ જણાવ્‍યું હતું કે કુલકર્ણીને હટાવ્‍યા પછી, શિક્ષણ વિભાગના અધિકારીઓ યુજીસીના નિયમોનું પાલન કરવા માટે આગ્રહી છે, તેથી જ નવ યુનિવર્સિટીઓમાં પૂર્ણ-સમયના વીસી નથી અને તે ઈન્‍ચાર્જ વીસી સાથે કામ કરી રહી છે.

વાઇસ ચાન્સેલર વગરની યુનિવર્સિટીઓમાં જોઈએ Vice Chancellor તો ડો. આંબેડકર ઓપન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અમી ઉપાધ્યાય ડિસેમ્બર 2018માં નિવૃત્ત થઈ ચૂક્યા છે, આ યુનિ. હજી સુધી વીસી વગરની છે. જ્યારે સોમનાથ સંસ્કૃત યુનિ.ના વીસી લલિત કુમાર સપ્ટેમ્બર 2021માં નિવૃત્ત થયા ત્યારથી તે યુનિ. વીસી વગરની છે. સૌરાષ્ટ્ર યુનિ.માં ગિરીશ ભીમાણી ફેબ્રુઆરી 2022માં નિવૃત્ત થયા ત્યારથી તે યુનિ. વીસી વગરની છે.

આ ઉપરાંત સરદાર પટેલ યુનિ.ના વીસી નિરંજન પટેલ Vice Chancellor માર્ચ 2023માં નિવૃત્ત થયા પછી વીસીના હોદ્દા પર કોઈની નિમણૂક થઈ નથી. ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિ.ના પીએસ હિરાણી મે 2023માં નિવૃત્ત થયા પછી તેમનો હોદ્દો ખાલી છે. મહારાજા કૃષ્ણસિંહજી ભાવનગર યુનિ.ના વીસી એએમ ત્રિવેદી માર્ચ 2023માં વિદાય થયાં પછી આ હોદ્દા પર કોઈ બિરાજ્યું નથી. આવી જ સ્થિતિ ઉત્તર ગુજરાતની હેમચંદ્રાચાર્ય યુનિ.ની છે. જાન્યુઆરી 2023માં આર એન.દેસાઈની નિવૃત્તિ પછી આ હોદ્દો ખાલી છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિ.ના પંકજ દેસાઈ ડિસેમ્બર 2022માં ગયા પછી તેમનું સ્થાન કોઈને સોંપાયું નથી.

 

આ પણ વાંચોઃ US Shootout/ અમેરિકામાં શૂટઆઉટ વીકેન્ડઃ 29 ઠાર અને 74થી વધુને ઇજા

આ પણ વાંચોઃ ઓટાવા/ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની કેનેડામાં ગોળી મારીને હત્યા, NIAએ રાખ્યું હતું 10 લાખનું ઈનામ

આ પણ વાંચોઃ પીએમ મોદી-અમેરિકા પ્રવાસ/ PM મોદીના સ્વાગત માટે ભારતવંશી તૈયાર, રેલી કાઢી, સૂત્રોચ્ચાર કર્યા, યોગ દિવસની પણ તૈયારીઓ

આ પણ વાંચોઃ હીટવેવ/ ઉત્તર ભારતમાં ત્રણ રાજ્યોમાં ગરમીના લીધે 100ના મોત

આ પણ વાંચોઃ Ambalal Forecast/ ગુજરાતમાં ચોમાસુ 26 જુનથીઃ અંબાલાલની આગાહી