Not Set/ હદ થઇ ગઇ,આ રાજ્યોમાં પશુઓ કરતાં પણ ઓછા ભાવે વેચાઇ રહી છે મહિલાઓ

એક બકરો 75 હજાર રૂપિયામાં વેચાય છે, જયારે એક યુવતી ને 15 હજાર રૂપિયામાં ખરીદવામાં આવે છે. આ આંકડાઓ ખુબ ડરામણી તસ્વીર રજુ  કરે છે. ઝારખંડના આધુનિક ગુલામીના બજારમાં રોજ આવા સોદા થાય છે. બકરી ઈદ પહેલા રાંચીમાં કુરબાની માટે બકરાંઓનું મોટું બજાર ભરાયું હતું, જેમાં 20 થી 80 હજાર વચ્ચે બકરાઓ ખરીદવામાં આવ્યા હતા. આ વચ્ચે […]

Top Stories India
jpeg હદ થઇ ગઇ,આ રાજ્યોમાં પશુઓ કરતાં પણ ઓછા ભાવે વેચાઇ રહી છે મહિલાઓ

એક બકરો 75 હજાર રૂપિયામાં વેચાય છે, જયારે એક યુવતી ને 15 હજાર રૂપિયામાં ખરીદવામાં આવે છે. આ આંકડાઓ ખુબ ડરામણી તસ્વીર રજુ  કરે છે. ઝારખંડના આધુનિક ગુલામીના બજારમાં રોજ આવા સોદા થાય છે.

બકરી ઈદ પહેલા રાંચીમાં કુરબાની માટે બકરાંઓનું મોટું બજાર ભરાયું હતું, જેમાં 20 થી 80 હજાર વચ્ચે બકરાઓ ખરીદવામાં આવ્યા હતા. આ વચ્ચે ઝારખંડના ગામડાઓમાંથી લાવવામાં આવેલી છોકરીઓ દિલ્હી, ફરીદાબાદ અને ગુરુગ્રામ સહીત બીજા મોટા શહેરોમાં વેચવામાં આવી હતી. આમને વધારેમાં વધારે 40 હજાર અને ઓછામાં ઓછા 1000 રૂપિયા સુધીમાં વેચવામાં આવી હતી.

shutterstock 631031339 e1535198696940 હદ થઇ ગઇ,આ રાજ્યોમાં પશુઓ કરતાં પણ ઓછા ભાવે વેચાઇ રહી છે મહિલાઓ

કેટલાક અઠવાડિયા પહેલા નોબલ પુરસ્કાર વિજેતા કૈલાશ સત્યાર્થીએ કહ્યું કે દેશમાં જાનવરોથી પણ ઓછી કિંમતે છોકરીઓને વેચવામાં આવી રહી છે. સત્યાર્થીના બાળપણ બચાઓ આંદોલન કાર્યક્રમના નિદેશક ડો. સંપૂર્ણ બેહુરાએ જણાવ્યું કે કેટલાક વર્ષોથી એમનું સંગઠન તસ્કરીમાંથી બચાવાયેલી યુવતી ઓ સાથે કામ કરી રહ્યું છે. ઝારખંડ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ અને બિહાર જેવા રાજ્યોમાંથી સૌથી વધારે છોકરીઓની તસ્કરી કરવામાં આવે છે. અને દિલ્હી, મુંબઈ, બેંગ્લોર જેવા શહેરોમાં લાવવામાં આવે છે.

એમણે આગળ જણાવ્યું, અમે ઝારખંડની ઘણી એવી છોકરીઓને બચાવી છે જેમને 5 થી 10 હજાર રૂપિયામાં વેચવામાં આવી હતી. આ છોકરીઓનું શારીરિક તેમજ યૌન શોષણ કરવામાં આવે છે.

NEPAL f 1210 Traffico donne e1535198750616 હદ થઇ ગઇ,આ રાજ્યોમાં પશુઓ કરતાં પણ ઓછા ભાવે વેચાઇ રહી છે મહિલાઓ

પન્નાલાલ મહતો અને બાબા બામદેવ જેવા ગેંગસ્ટરો સહીત 70 દલાલોને પકડવાવાળા રિટાયર્ડ પોલીસ અધિકારી આરાધના સિંહે જણાવ્યું કે મોટાભાગના તસ્કરોએ છોકરીઓને 15 થી 25 હજાર રૂપિયામાં વેચવાની વાત કબૂલ કરી હતી. વળી, પન્નાલાલ છોકરીઓને 50 હજારમાં વેચતો હતો.

સિંહે જણાવ્યું કે સૌથી પહેલા તેઓ જતા, અને ઘુસપેઠ કરતા. ત્યારબાદ તેઓ છોકરીઓને મેળા તથા બજારોમાં લઇ જઈને મનપસંદ ખરીદી કરતા. જયારે છોકરીઓને ભરોસો આવી જતો, ત્યારે તેઓ પરિવારને એમને મોટા શહેરોમાં કમાવવા માટે મોકલવા રાજી કરી લેતા.