Not Set/ ખાલી પેટે ચાની ચુસ્કી કેવી ભારે પડી શકે છે તે જાણવું હોય તો આ વાંચવું જ રહ્યું

અમદાવાદ, સવાર સવારમાં ચાની ચુસ્કી લેવાની મઝા તો તમને મને અને દરેકને મઝા આવે પરંતું દુનિયામાં એવા પણ લાખો લોકો છે જેમને સવારની ચાની ચુસ્કી ભારે પડતી હોય. ખાસ કરીને એવા લોકો જે વહેલી સવારે ખાલી પેટે ચા પીતા હોય છે તેમની હેલ્થને પણ ખાસુ નુકસાન થઇ શકે છે. દુનિયામાં લગભગ દરેક લોકો એવા છે […]

Health & Fitness Lifestyle
jj e1533296922280 ખાલી પેટે ચાની ચુસ્કી કેવી ભારે પડી શકે છે તે જાણવું હોય તો આ વાંચવું જ રહ્યું

અમદાવાદ,

સવાર સવારમાં ચાની ચુસ્કી લેવાની મઝા તો તમને મને અને દરેકને મઝા આવે પરંતું દુનિયામાં એવા પણ લાખો લોકો છે જેમને સવારની ચાની ચુસ્કી ભારે પડતી હોય. ખાસ કરીને એવા લોકો જે વહેલી સવારે ખાલી પેટે ચા પીતા હોય છે તેમની હેલ્થને પણ ખાસુ નુકસાન થઇ શકે છે.

દુનિયામાં લગભગ દરેક લોકો એવા છે જેમને સવારે ઉઠીને તરત ખાલી પેટે ચા પીવાની આદત હોય છે. ઘણા લોકો ઉતાવળમાં તો ઘણા લોકો આદતને કારણે ચા સાથે નાસ્તો પણ કરતા નથી. પણ શું તમે જાણો છો કે, ખાલી પેટે ચા પીવી કેટલું હાનિકારક છે. આજે તમને ખાલી પેટે ચા પીવાથી થનારી ગંભીર અસરો અને બીમારી વિશે જણાવવા જઈ રહ્યાં અને કદાચ આ જાણ્યા પછી તમે ક્યારેય ખાલી પેટે ચા પીતા ખચકાશો.

संबंधित इमेज

ખાલી પેટે ચા પીવાથી પહેલું નુકસાન એસિડીટીનું થતું હોય છે.વૈજ્ઞાનિક સંશોધનમાં એવું સામે આવ્યું છે કે, ખાલી પેટે ચા પીવાથી એસિડીટી થતી હોય છે. એસિડીટી થતાં પેટમાં ગેસ થતો હોય છે અને તેના કારણે લાંબા ગાળાની બિમારીનો ભોગ બનવું પડે છે.

Acidity के लिए इमेज परिणाम

ખાલી પેટે ચા પીવાથી તેમાં રહેલું કેફીન કેટલીક વખત શરીરનું પાણી ઘટાડી શકે છે અને પેટના વાયુનું અધોગમન રોકી શકે જેને કારણે પેટ બગડે અને કેટલીક વાર કેટલાક લોકોને પેટમાં ચાંદા પણ પડતાં હોય છે.

संबंधित इमेज

કેટલીક વખત વધુ પ્રમાણમાં ચા પીવાને કારણે લીવર કે કીડનીની તકલીફ પણ  ઉભી થતી હોય છે. આજકાલ બજારમાં મળતી અમુક ચામાં સામાન્ય ચાની સરખામણીમાં મોટી માત્રામાં કેફીન રહેલું છે.આના કારણે લીવરમાં ગેસ પેદા થવાથી લઇને અલ્સર સુધીની સમસ્યા થઇ શકે છે.

संबंधित इमेज

ટેનિક એસિડની આડઅસરમાં પેટની ગરબડ, ઉલટી ઉબકા અને લીવર બગડવાની શક્યતા વધે છે. નિયમિત રીતે ટેનિન વધારે હોય તેવાં વનસ્પતિજન્ય પીણાં પીવાથી નાકના કે ગળાના કેન્સરની શક્યતાઓ વધારે છે.