Not Set/ કેન્સરની સારવાર કરાવો છો તો હાર્ટ એટેકનું જોખમ વધશે

અમદાવાદ ભારતમાં કેન્સર પીડિત બાળકોની સંખ્યા કુલ બાળકોની સરખામણીમાં ચાર ટકા હોવાનું માનવામાં આવે છે અને દર વર્ષે 40થી 50 હજાર નવા કેન્સરના કેસો સામે આવે છે. કેન્સરના આ વધતા જતા કેસોનું કારણ ઔદ્યોગિકકરણનો વિકાસ અને ટેકનોલોજીનો વિકાસ હોવાનું મનાઈ રહ્યું છે. એવુ કહેવાય છે કે બાળપણમાં થતા કેન્સર પૈકી 70થી 90 ટકા કેસમાં સફળ […]

Health & Fitness Lifestyle
KKM કેન્સરની સારવાર કરાવો છો તો હાર્ટ એટેકનું જોખમ વધશે

અમદાવાદ

ભારતમાં કેન્સર પીડિત બાળકોની સંખ્યા કુલ બાળકોની સરખામણીમાં ચાર ટકા હોવાનું માનવામાં આવે છે અને દર વર્ષે 40થી 50 હજાર નવા કેન્સરના કેસો સામે આવે છે. કેન્સરના આ વધતા જતા કેસોનું કારણ ઔદ્યોગિકકરણનો વિકાસ અને ટેકનોલોજીનો વિકાસ હોવાનું મનાઈ રહ્યું છે. એવુ કહેવાય છે કે બાળપણમાં થતા કેન્સર પૈકી 70થી 90 ટકા કેસમાં સફળ સારવાર શક્ય છે. પરંતુ જો આવા બાળકોની સારવાર લાંબા સમય સુધી ચાલતી હોવાથી આવા બાળકો 30 વર્ષની ઉંમરે પહોંચતા પહોંચતા હાર્ટ એટેક જેવી ગંભીર સમસ્યાનો ભોગ બનતા હોય છે.

નોઈડા સ્થિત કૈલાશ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઈન્સ્ટીટ્યુટના સીનિયર ઈન્ટરવેશન કાર્ડીયોલોજીસ્ટ શંકર કુમાર અગ્રવાલે જણાવ્યું હતું કે, એ વાતથી આપણે ના પાડી શકીએ તેમ નથી કે કેન્સરની સારવાર કરાવનાર બાળકોની સ્વાસ્થ્ય પર તેની ગંભીર અસર પડતી હોય છે. પરંતુ એનો મતલબ એ પણ નથી કે, કેન્સરની સારવાર કરાવવાનું જ બંધ કરી દેવું જાઈએ. આ માટે વચલો માર્ગ કાઢવામાં આવે તે ખૂબ જરૂરી છે.

સંતોષ કુમારે જણાવ્યું હતું કે, કેન્સરની સારવાના કારણે  ઉભી થતી બિમારીઓને પ્રારંભીક તબક્કામાં જ અટકાવી શકાય છે. આ માટે એ બાબત સૌથી વધુ જરૂરી બની જાય છે કે વાલીઓ તેમના બાળકની સારવારનો તમામ રેકોર્ડ સાચવીને રાખે. કારણકે, જ્યારે પણ બાળકને કોઈ સ્વાસ્થ્યને લગતી બીમારી ઉભી થાય તો આ રેકોર્ડના આધારે તેની અસરકારક સારવાર કરવામાં મદદ મળશે છે. આ ઉપરાંત જો પરિવારના કોઈ સભ્યને ડાયાબિટીશ કે બ્લડ પ્રેશર જેવી સમસ્યા હોય તો તે અંગે પણ ડોક્ટરને જરૂર જણાવવું જાઈએ.

સંતોષકુમારના જણાવ્યુ મુજબ આધુનિક લાઈફસ્ટાઈલના કારણે કેન્સર અને હાર્ટ એટેક જેવી બિમારી એકસાથે આવે તેવી શક્યતા વધતી હોય છે. આ એક સામાન્ય પ્રક્રિયા છે. કેન્સર પીડિત લોકો પૈકી 20 ટકા લોકોને હાર્ટ એટેકની સમસ્યા હોય છે. કેટલાક લોકોને તો કેન્સરની સારવારના કારણે જ આ પ્રકારના રોગ લાગુ પડતા હોય છે. જેનું કારણે કેન્સરની સારવાર દરમિયાન ઉપયોગમાં લેવામાં આવતી કિમોથેરાપી અને રેડીએક્શન કિરણો જવાબદાર હોય છે. આ કિરણોના કારણે દર્દીને મોટી ઉંમરે હાર્ટએટેક આવવાની શક્યતા વધી જતી હોય છે.