કપડાની, રૂપિયાની કે કોઈ મુલ્યવાન ચીજવસ્તુની ચોરી તો તમે સાંભળી હશે પરંતુ જર્મનીમાં થયેલી ચોરી વિશે સાંભળીને તમારા હોશ ઉડી જશે. હેસલોચમાં ઉત્તર વિસ્તારમાં ડાઈડેશમ ગામડામાં એક ચોરે દિવસ દરમ્યાન દ્રાક્ષની ચોરી કરીને આખો બગીચો સાફ કરી દીધો. ચોરે બગીચામાં લટકેલી તમામ દ્રાક્ષની ચોરી કરી હતી.
આ બગીચામાં આશરે ૧૬૦૦ કિલો દ્રાક્ષ લટકેલી હતી જેની કિંમત ૮૦૦૦ યુરો એટલે કે ૬.૭ લાખ રૂપિયા છે. આ પ્રકારની દ્રાક્ષનો ઉપયોગ રીઝ્લીંગ વ્હાઈટ વાઈન બનાવવા માટે થાય છે.
rheinpfalz.deના રીપોર્ટ પ્રમાણે આ ચોરી ૨૭ સપ્ટેમ્બરના રોજ થઇ હતી. ચોરે આખા બગીચામાંથી દ્રાક્ષની ચોરી કરવા માટે પ્રોફેશનલ હાર્વેસ્ટીંગ મશીનનો ઉપયોગ કર્યો હતો. આ મશીનના ઉપયોગથી તેને ૧૬૦૦ કિલો દ્રાક્ષનો બગીચામાંથી સફાયો બોલાઈ લીધો હતો.
સ્થાનિક પોલીસના કહ્યા પ્રમાણે હાર્વેસ્ટીંગ મશીનનો ઉપયોગ એ સામાન્ય વાત છે આથી ચોરી કરનાર શક્શ પર કોઈને શંકા નહતી ગઈ. આ ચોરી સાંજે ૪ થી ૬ દરમ્યાન થઇ હતી .