અરુણાચલ પ્રદેશ/ હવે અરુણાચલમાં ચીનનો ‘અટકચાળો’! અરુણાચલની સરહદમાં વસાવ્યું આખું ગામ!

હવે અરુણાચલમાં ચીનનો ‘અટકચાળો’! અરુણાચલની સરહદમાં વસાવ્યું આખું ગામ!

Top Stories India
crime 15 હવે અરુણાચલમાં ચીનનો 'અટકચાળો'! અરુણાચલની સરહદમાં વસાવ્યું આખું ગામ!

પીઠ પાછળ વાર ન કરે તો એ ડ્રેગન શાનું? લદ્દાખમાં ચીનની અવળચંડાઈનો એપિસોડ હજુ પૂરો નથી થયો ત્યાં જ રિપોર્ટ સામે આવ્યો છે અરુણાચલ પ્રદેશથી. અરુણાચલ પ્રદેશની સીમામાં 4.5 કિલોમીટર અંદર નપાવટ ચીને એક આખું ગામ ઉભું કરી દીધું છે.

  • હવે અરુણાચલમાં ‘અટકચાળો’! (હેડર)
  • ચીનની હવે અરુણાચલમાં અવળચંડાઈ
  • અરુણાચલની સરહદમાં વસાવ્યું આખું ગામ!
  • LACની નજીક કર્યું વિવાદિત બાંધકામ
  • USની કંપનીએ જાહેર કરી સેટેલાઇટ ઈમેજ
  • સુબ્રમણ્યમ સ્વામીની કેન્દ્રને ચેતવણી

China Attempts to Reinforce Territorial Claims, Constructs 3 Villages Near  Arunachal Pradesh: Report

અરુણાચલ પ્રદેશના સુબનસિરી જિલ્લામાં સારી ચુ નદીના કિનારે ચીને 100થી વધુ ઘર ધરાવતું એક આખું ગામ ખડકી દીધું છે. USની સેટેલાઈટ ઈમેજિંગ કંપની પ્લેનેટ લેબ્સે ચીનની હલકટાઈના પૂરાવા આપતી તસવીરો જાહેર કરી છે. આ વિસ્તાર ચીન સાથેની LACથી 4.5 કિલોમીટર અંદર ભારતમાં આવેલો છે. અરુણાચલ પ્રદેશમાં ચીનના બાંધકામના અહેવાલો પર વિદેશમંત્રાલયનું કહેવું છે કે કોઈ પણ બાંધકામ થયાની પુષ્ટી થતી નથી. હાં, ચીને કેટલાક રસ્તા જરૂર બનાવ્યા છે જેના પર અમારી નજર છે. આ તરફ ભાજપના દિગ્ગજ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કેન્દ્ર સરકારને ચેતવણી આપી છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે, અરુણાચલમાં આપણી જમીન પર ચીનના કબ્જાની વાત ન માનવી એ બહુ મોટી ભૂલ છે.

  • સ્વામીએ કહ્યું રાજનાથસિંહને પૂછીશું
  • 2019માં સંસદમાં ઉઠ્યો હતો મુદ્દો
  • અરુણાચલના સાંસદે ઉઠાવ્યો હતો મુદ્દો
  • ચીનના કબ્જા અંગે વ્યક્ત કરી હતી ચિંતા
  • 50 કિલોમીટર જમીન પર કબ્જાનો હતો દાવો

ભાજપના ફાયર બ્રાન્ડ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ આ અંગે રક્ષામંત્રી રાજનાથસિંહને સવાલ પૂછવાની વાત કરી છે. બીજી તરફ AIMIMના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પણ કેન્દ્ર સરકાર સામે સવાલ ઉઠાવ્યા છે. અરુણાચલથી ખુદ ભાજપના જ સાંસદ તાપીર ગાવે ગયા વર્ષે જ લોકસભામાં ચીનની વિસ્તારવાદી નીતિનો મુદ્દો ઉઠાવ્યો હતો. સાંસદ તાપીરે ત્યારે જ કહ્યું હતું કે ચીન ભારતની 50 કિલોમીટરથી વધુની જમીન પચાવી ગયું છે. જે મુદ્દે સરકાર ગંભીર નથી. અરુણાચલ અને લદ્દાખ સહિત LAC પર છેક ગયા વર્ષના મે મહિનાથી ચીનની દાનત ખરાબ છે ત્યારે સવાલ એ પણ છે કે શું ચીનને આકરો જવાબ આપવાનો સમય હવે આવી ગયો નથી?

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…