Not Set/ રાહુલ ગાંધીનો બેરોજગારીનાં મુદ્દે PM મોદી પર કટાક્ષ, સપનુ રોજગારી આપવાનુ હતુ થયા 14 કરોડ બેરોજગાર

  કોંગ્રેસ પાર્ટીનાં પૂર્વ અધ્યક્ષ અને નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ એક વીડિયો સંદેશ જાહેર કરતાં કહ્યું છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ખોટી રણનીતિઓને કારણે 14 કરોડ લોકોએ તેમની નોકરી ગુમાવી દીધી છે. અહીં રાહુલ ગાંધીએ નોટબંધી, જીએસટી અને લોકડાઉનનું નામ લેતાં કહ્યું કે સરકારે ત્રણેય પગલાં […]

India
835e25961d90fa6f6ff47261825f6c08 1 રાહુલ ગાંધીનો બેરોજગારીનાં મુદ્દે PM મોદી પર કટાક્ષ, સપનુ રોજગારી આપવાનુ હતુ થયા 14 કરોડ બેરોજગાર
 

કોંગ્રેસ પાર્ટીનાં પૂર્વ અધ્યક્ષ અને નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ એક વીડિયો સંદેશ જાહેર કરતાં કહ્યું છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ખોટી રણનીતિઓને કારણે 14 કરોડ લોકોએ તેમની નોકરી ગુમાવી દીધી છે. અહીં રાહુલ ગાંધીએ નોટબંધી, જીએસટી અને લોકડાઉનનું નામ લેતાં કહ્યું કે સરકારે ત્રણેય પગલાં ખોટી રીતે લીધાં છે. જો કે આ પહેલીવાર નથી કે રાહુલ ગાંધીએ સરકાર પર કટાક્ષ ભર્યા શબ્દોમાં હુમલો કર્યો હોય, આ પહેલા પણ તેઓ સતત કેન્દ્ર સરકાર પર તેમની નીતિઓને લઇને સવાલો કરી ચુક્યા છે.

વીડિયો સંદેશમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા ત્યારે તેમણે દેશનાં યુવાનોને કહ્યું હતુ કે દર વર્ષે 2 કરોડ યુવાનોને રોજગાર આપવામાં આવશે. રાહુલે કહ્યું કે તેમણે આ મોટું સ્વપ્ન જોયું પરંતુ સત્ય બહાર આવ્યું કે નરેન્દ્ર મોદીની નીતિઓથી 14 કરોડ લોકોને બેરોજગાર બન્યા. રાહુલ ગાંધીએ આ વીડિયો સંદેશ યુથ કોંગ્રેસનાં સ્થાપના દિવસ પર જાહેર કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, આવું કેમ થયું. ખોટી નીતિઓના કારણે. નોટબંદી, ખોટું જીએસટી અને પછી લોકડાઉન. આ ત્રણેય તત્વોએ ભારતનું સ્ટ્રક્ચર, આર્થિક બંધારણને ખતમ કરી દીધુ છે અને નાશ કરી દીધુ છે. હવે સત્ય એ છે કે ભારત હવે તેના યુવાનોને રોજગાર આપી શકશે નહીં. તેથી જ યુથ કોંગ્રેસ મેદાનમાં ઉતરી રહી છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, મને ખૂબ જ આનંદ છે કે યુથ કોંગ્રેસ આ મુદ્દાને દરેક શહેરમાં, દરેક ગલી પર ઉઠાવશે. યુથ કોંગ્રેસ બેકારીનો મુદ્દો સંપૂર્ણ રીતે ઉઠાવશે. રાહુલ ગાંધીએ લોકોને અપીલ કરી છે કે તમે દરેક રોજગાર દોઅભિયાનમાં જોડાઓ અને દેશનાં યુવાનોને રોજગારી મળે તે માટે યુથ કોંગ્રેસ સાથે મળીને કામ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.