Not Set/ અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ હોવાના સમાચારને ગૃહ મંત્રાલયે નકાર્યો

  દેશનાં ગૃહમંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ હોવાના સમાચારોને ગૃહ મંત્રાલયે નકારી કાઠ્યો છે, સમાચાર એજન્સી એએનઆઈએ ગૃહ મંત્રાલયને ટાંકીને જણાવ્યું છે કે, અમિત શાહ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યા બાદ કોઈ નવો કોવિડ ટેસ્ટ કરવામાં આવેલ નથી. આપને જણાવી દઇએ કે, ગૃહ મંત્રાલયનાં અધિકારીનું આ નિવેદન ભાજપનાં સાંસદ મનોજ તિવારી દ્વારા કરેલા ટ્વિટ […]

India
bf8ad147173a5307ea34c6dc43538cd0 1 અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ હોવાના સમાચારને ગૃહ મંત્રાલયે નકાર્યો
 

દેશનાં ગૃહમંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ હોવાના સમાચારોને ગૃહ મંત્રાલયે નકારી કાઠ્યો છે, સમાચાર એજન્સી એએનઆઈએ ગૃહ મંત્રાલયને ટાંકીને જણાવ્યું છે કે, અમિત શાહ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યા બાદ કોઈ નવો કોવિડ ટેસ્ટ કરવામાં આવેલ નથી.

આપને જણાવી દઇએ કે, ગૃહ મંત્રાલયનાં અધિકારીનું આ નિવેદન ભાજપનાં સાંસદ મનોજ તિવારી દ્વારા કરેલા ટ્વિટ પછી આવ્યું છે, જેમા તેમણે કહ્યું હતું કે અમિત શાહનો તાજેતરનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. એમએચએનાં આ નિવેદન પછી મનોજ તિવારીએ તેમનું ટ્વીટ પણ ડિલીટ કર્યું હતું.

નોંધનીય છે કે દિલ્હી ભાજપનાં ભૂતપૂર્વ પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ રવિવારે ટ્વીટ કર્યું હતું, ‘દેશનાં પ્રખ્યાત ગૃહમંત્રી અમિત શાહનો કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, 2 ઓગસ્ટે તેમનો કોરોના રિપોર્ટ પેઝિટિવ આવ્યો હતો, જે પછી તેમને દિલ્હીને અડીને ગુડગાંવની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.