Mumbai Airport/ મુંબઈ એરપોર્ટ પરથી 8.40 કરોડનું સોનું ઝડપાયું, ભારતીય નાગરિકની ધરપકડ

સોનું એક ભારતીય નાગરિક પાસેથી મળી આવ્યું હતું, જે ઈથોપિયાથી મુંબઈ પહોંચ્યો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Top Stories India
સોનું

મુંબઈ, મહારાષ્ટ્રથી આવી રહેલા મોટા સમાચાર અનુસાર કસ્ટમ વિભાગે અહીંના મુંબઈ એરપોર્ટ પરથી 16 કિલો સોનું જપ્ત કર્યું છે. તે જ સમયે, આ રિકવર થયેલા સોનાની કિંમત અંદાજે 8.40 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, આ સોનું એક ભારતીય નાગરિક પાસેથી મળી આવ્યું હતું, જે ઈથોપિયાથી મુંબઈ પહોંચ્યો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નોંધનીય છે કે, ગુરુવારે જ કસ્ટમ વિભાગે મુંબઈ એરપોર્ટ પરથી 15 કિલો સોનું અને 22 લાખ રૂપિયાની વિદેશી ચલણ જપ્ત કરી હતી. આ 15 કિલો સોનાની કુલ કિંમત 22 લાખ રૂપિયા અને વિદેશી હૂંડિયામણ 8 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. તે જ સમયે, આ કેસમાં અત્યાર સુધીમાં 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો:મુકેશ અંબાણીએ બદ્રીનાથમાં કરી પૂજા, આટલા કરોડનું આપ્યું દાન

આ પણ વાંચો:કર્ણાટકમાં ઝંડા લઈને પાણીની ટાંકી પર ચઢ્યા રાહુલ ગાંધી, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

આ પણ વાંચો:મોસ્કોથી આવી રહેલી ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી: મુસાફરોનું સલામત રીતે દિલ્હી એરપોર્ટ પર ઉતરાણ