Not Set/ “ઉડતા મોદી” અંગે લાલુએ કરી આ ટીપ્પણી : સી-પ્લેનમાં મોદીની હવાઈ યાત્રા

મંગળવારે નરેન્દ્ર મોદીના ચુંટણી પ્રચારનો કઈક અલગ જ અંદાજ જોવા મળ્યો. મંગળવારે સવારે મોદી સાબરમતી રીવરફ્રન્ટ પહોંચ્યા હતાં. જ્યાં તેવો સી-પ્લેનમાં બેસીને અંબાજી જવા માટે રવાના થયા હતાં ત્યાં તેઓ ધરોઈ ડેમ પહોચ્યા હતાં અને અંબાજી માતાના દર્શન કર્યા હતાં. મોદીજી ની આ યાત્રા પર આરજેડીના સુપ્રીમો લાલુપ્રસાદ યાદવે મોદી પર કટાક્ષ પર ટ્વીટ કરીને કહ્યું […]

Top Stories
Lalu Reuters1 "ઉડતા મોદી" અંગે લાલુએ કરી આ ટીપ્પણી : સી-પ્લેનમાં મોદીની હવાઈ યાત્રા

મંગળવારે નરેન્દ્ર મોદીના ચુંટણી પ્રચારનો કઈક અલગ જ અંદાજ જોવા મળ્યો. મંગળવારે સવારે મોદી સાબરમતી રીવરફ્રન્ટ પહોંચ્યા હતાં. જ્યાં તેવો સી-પ્લેનમાં બેસીને અંબાજી જવા માટે રવાના થયા હતાં ત્યાં તેઓ ધરોઈ ડેમ પહોચ્યા હતાં અને અંબાજી માતાના દર્શન કર્યા હતાં.

મોદીજી ની આ યાત્રા પર આરજેડીના સુપ્રીમો લાલુપ્રસાદ યાદવે મોદી પર કટાક્ષ પર ટ્વીટ કરીને કહ્યું કે, ” જમીન હવે નથી બચી તો પાણી અને આકાશ જ વધને.”  ગુજરાતમાં પ્રધાનમંત્રી મોદી પાસે હવે જમીન બચી નથી. અને તેમના પાસે હવે પાણી અને આકાશ જ બચ્યું છે જ્યાં તેવો ફરી શકે છે.

લાલુ યાદવે આ કટાક્ષ ગુજરાતની ચુંટણીને ધ્યાનમાં રાખીને કર્યું છે. આ ટ્વીટ કરીને લાલુ યાદવે બીજેપી પર હુમલો કર્યો હતો. ગુજરાતમાં પ્રધાનમંત્રી મોદી પાસે હવે જમીન બચી નથી.

લાલુ યાદવે ટ્વીટ કરતા કહ્યું કે, જીએસટી, નોટબંધી, બ્લેક્મની, વિકાસ, આદર્શ ગામ, સ્માર્ટ સીટી, બુલેટટ્રેન, સ્વાસ્થ્ય,  શિક્ષા, કિશાન, કૃષિ પર કેમ વાતો નથી કરી રહ્યાં?

લાલુ યાદવે કહ્યું કે, ગુજરાતની હાલત બિહાર કરતા પણ ખરાબ છે.  બીજેપી નર્વસનેસ છે જેના લીધે પ્રચાર દરમિયાન જે મનમાં આવે તે બોલી નાખે છે.