Gautam Adani: વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ ગૌતમ અદાણી (Gautam Adani) ટેસ્લા (Tesla) અને સ્પેસએક્સના (Spacex) સીઈઓ ઈલોન મસ્કને (Elon Musk) પછાડીને વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ બનવાના થોડા અઠવાડિયા દૂર છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ મુજબ, ગૌતમ અદાણીની નેટવર્થ $121 બિલિયન છે અને એલોન મસ્કની નેટવર્થ $137 બિલિયન છે.
આ વર્ષે એલોન મસ્કને $133 બિલિયનનું નુકસાન થયું છે, તો બીજી તરફ છેલ્લા એક વર્ષમાં અદાણીની (Gautam Adani)નેટવર્થ $44 બિલિયન વધી છે. જો મસ્કની નેટવર્થમાં ઘટાડો ચાલુ રહેશે, તો તે કદાચ ગૌતમ અદાણીને બીજા સ્થાને લેવાનો માર્ગ આપી શકે છે.
ફાઇનાન્શિયલ એક્સપ્રેસના અહેવાલ મુજબ, ભારતીય બિઝનેસ ટાયકૂન (Gautam Adani) મસ્કને પાછળ છોડીને વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ બનવા માટે માત્ર પાંચ અઠવાડિયા અથવા 35 દિવસમાં લાગી શકે છે.
અગાઉ 13 ડિસેમ્બરના રોજ, મસ્કએ લક્ઝરી ટાયકૂન બર્નાર્ડ આર્નોલ્ટ સામે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ તરીકેનો દરજ્જો ગુમાવ્યો હતો. તાજેતરના અહેવાલ મુજબ, મસ્કએ પોતાની નેટવર્થમાં $200 અબજનો ઘટાડો નોંધાવનાર ઈતિહાસમાં પ્રથમ વ્યક્તિ બનવાની સિદ્ધિ મેળવી છે.
હરીફાઈમાં વધારો થવાની સાથે ટેસ્લાની ઇલેક્ટ્રિક વાહનોમાં આગેવાનીની સાથે તેના ઊંચા મૂલ્યાંકનનો આધાર જોખમમાં છે. તેના શાંઘાઈ પ્લાન્ટમાં દેખીતી રીતે આઉટપુટમાં ઘટાડો કરવા ઉપરાંત, તે યુએસ ગ્રાહકોને વર્ષના અંત પહેલા તેના બે સૌથી વધુ વોલ્યુમ મોડલની ડિલિવરી લેવા માટે અસામાન્ય $7,500 ડિસ્કાઉન્ટ પણ આપી રહ્યું છે.
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, ટેસ્લાના સ્ટોકમાં તાજેતરના ઘટાડાને પરિણામે મસ્કનું મૂલ્ય $137 બિલિયન થઈ ગયું છે, જેમાં ડિસેમ્બર 27ના રોજ 11 ટકાનો ઘટાડો થયો હતો. 4 નવેમ્બર, 2021ના રોજ તેની સંપત્તિ 340 બિલિયન ડૉલરની ટોચે પહોંચી હતી, અને તે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિનું બિરુદ ધરાવતો હતો.
એલવીએમએચના સ્થાપક બર્નાર્ડ આર્નોલ્ટે ડિસેમ્બર 2022માં ઇલોન મસ્કને પાછળ છોડી દીધો હતો. ટ્વિટરને ખરીદ્યા પછી તેના માટે ઊંચી કિંમત ચૂકવવી પડતા મસ્કની સંપત્તિ તેના પછી સતત ઘટી રહી છે. કેટલાય નિષ્ણાતોનું માનવું છે કે મસ્કે સ્પેસેક્સમાં તેનું રોકાણ કર્યુ અને સ્ટારલિંકમાં રોકાણ કર્યુ તે બરોબર છે, પરંતુ ટ્વિટરમાં તેનું રોકાણ તેના માટે ખોટનો ખાડો છે અને તેના લીધે તેણે ટેસ્લાના મોરચે સરસાઈ ગુમાવવી પડી શકે છે. . તેથી ટ્વિટરમાં તેના રોકાણને લઈને રોકાણકારો પણ સાશંકિત છે. તેમના માનવા મુજબ ટ્વિટરના બોટ એકાઉન્ટને જાણ્યા વગર ખરીદી કરીને મસ્કે વાસ્તવમાં ઘણો ઊંચો ભાવ ચૂકવ્યો છે.
