Not Set/ બાળકનું સારુ ભવિષ્ય તેનું તંદુરસ્ત બાળપણ નક્કી કરે છે

ભારતમાં કેન્સરના કુલ દર્દીઓમાં બાળકોની સંખ્યા ત્રણથી પાંચ ટકા જેટલી છે

Health & Fitness

સાવચેતી

કોરોનાનો કહેર એક વર્ષ થયા પછી પણ યથાવત છે. પરંતુ તેમાં સૌથી વધારે નુકશાન બાળકોનું થાય છે. જે બાળકોમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય એવા બાળકો કોરોનાની સાથે અન્ય બિમારીઓમાં પણ સપડાય છે. જેમાં સૌથી મોખરે છે કેન્સર. જી, હા એકબાજુ કોરોનાનો કહેર તો બીજી બાજુ દર વર્ષે અંદાજે ત્રણ લાખ જેટલા બાળકોમાં કેન્સર જોવા મળે છે.

કોરોના કે કેન્સર

સમગ્ર વિશ્વ એકવાર ફરી કોરોના સામે જજૂમી રહ્યુ છે ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્રારા આગામી 2030 સુધીમાં 60 ટકા કેન્સરગ્રસ્ત બાળકોને બચાવવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. એક અંદાજા પ્રમાણે 3 લાખ જેટલા બાળકો કેન્સર જેવી જીવલેણ બિમારીથી પીડાય છે. 80 ટકા કરતા પણ વધારે બાળકો ભારતમાં છે. જેમાં માત્ર 30 ટકા બાળકો જ બચી શકે છે.

સમયસર સારવારથી બાળકને બચાવી શકાય

લોકો બ્લડ કેન્સરને ગંભીરતા પૂર્વક લે છે. પરંતુ હકીકતમાં કેન્સરના ઘણા પ્રકાર છે. જેમાં એક્યૂટ લિમ્ફોબ્લાસ્ટિક લ્યૂકેમિયા, બ્રેન ટ્યૂમર, હોજિક્ન્જ લિન્ફોમા, સાકોર્મા અને એંબ્રાયોનલ ટ્યૂમર જેવા કેન્સરથી બાળકોને જીવનું જોખમ છે. જે તેમને મૃત્યુની વધુ નજીક લઇ જાય છે. પરંતુ જો સમયસર ધ્યાન આપવામાં આવે અને સારવાર કરાવવામાં આવે તો બાળકને આ જીવલેણ બીમારીથી ઉગારી શકાય છે.

children cancer બાળકનું સારુ ભવિષ્ય તેનું તંદુરસ્ત બાળપણ નક્કી કરે છે

 

કેન્સરના દર્દીઓમાં બાળકોની સંખ્યા

દરેક ઉંમરે કેન્સરની સ્થીતી જુદી-જુદી હોય છે. ઉંમર લાયક અને બાળકોમાં થતાં કેન્સર વચ્ચે ઘણું અંતર રહેલું છે. ભારતમાં કેન્સરના કુલ દર્દીઓમાં બાળકોની સંખ્યા ત્રણથી પાંચ ટકા જેટલી છે. કેન્સર એવી બીમારી છે જેની જાણ શરૃઆતના સમયમાં થાય તો તેને દૂર કરી શકાય છે. એક્યૂટ લિમ્ફોબ્લાસ્ટિક લ્યૂકેમિયા, બ્રેન ટ્યૂમર, હોજિક્ન્જ લિમ્ફોમા જેવા કેન્સર બાળકોમાં વધુ જોવા મળે છે.

વિટામિન ડી ની ઉણપ

ટેક્નીકલનો ઝડપી વિકાસ થઇ રહ્યો છે, તો બીજી બાજુ બાળકોના હાથમાં ગેજેટનું પ્રમાણ વધી રહ્યું છે. મોબાઇલ, ટેબલેટ, ટેલીવિઝન જેવા ટેક્નોલોજીના કારણે બાળકો ઘરની બહાર નીકળવાનું ટાળે છે. સવારના વહેલા તડકાથી દૂર રહે છે. માટે વિટામિન ડી ની ઉણપ રહે છે. જેની અસર  અનેક સમસ્યાઓ સર્જે છે. બાળકોના સ્વભાવમાં આક્રમક્તા પણ વિટામિન ડી ની ઉણપના કારણે જ છે. એટલુ જ નહીં તેમની ઇમ્યુનીટી ઓછી થતા અનેક બિમારીના કારણે કોરોના જેવી બિમારીમાં પણ સપડિ જાય છે.

શુ કહે છે ડોક્ટર..

ચાઇલ્ડ સ્પેશ્યાલીસ્ટ ડો. અશ્વિન શાહ કહે છે, સામાન્ય રીતે કોઇ પણ બીમારીને ઉગતી ડામી શકાય છે. પરંતુ તેની જાણકારી સમયસર મળી રહે તો. કેન્સર જેવી બિમારીને ઓળખવી થોડી અઘરી છે. અને હવે તો કોરોનાને પણ. કોરોના જેવી બિમારી ફરી બેદરકારીના કારણે ફરીએકવાર જોવા મળી છે. તેમાં બાળકો ગમે ત્યાં રમે છે. કોઇ પણ વસ્તુને અડકે છે. સેનીટાઇઝર, માસ્ક માટે વારંવાર કહેવુ પડે છે. પરંતુ આ વાતો તેમને સમજાવવાની જરૃર છે. તો જ બાળકો જાતે રક્ષણ મેળવી શકે છે. હવે વાત કરીએ કેન્સરની તો તે બિમારીને ઓળખવી થોડી અઘરી છે. શરૃઆતના તબક્કે બાળકોમાં થતા કેન્સરને જલ્દી જાણી નથી શકાતુ. જેના કારણે તે બીજા, ત્રીજા અને છેલ્લા સ્ટેજ સુધી પહોંચી જાય છે. તો ઘણીવાર સમયસર જાણકારી મેળવ્યા છતા બાળકની ઓછી ઇમ્યુનીટીના કારણે બાળકને બચાવવુ મુશ્કેલ બને છે.

તો ડો. અનીલા પટેલ કહે છે, 80 ટકા બાળકો બેદરકારીના કારણે સામાન્ય અને મોટી બિમારીમાં સપડાય છે. માટે બાળકોની સાવચેતી પરીવારે જાતે જ રાખવી જોઇઅ. સમય અંતરાલે બાળકોનું નીયમીત ચેકઅપ કરાવવું જોઇઅ, સરકારી હોસ્પિટલોમાં પણ બાળકો માટે વ્યવસ્થા છે. કોઇ પણ બીમારીને સામાન્ય ઘણીને તેની જાતે દવા કર્યા વગર સૌથી પહેલા ડોક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે. ઘણીવાર સામાન્ય લાગતો રોગ પણ જટીલ બની જાય છે, અને તેનું નિવારણ પણ શક્ય બનતું નથી. હાલની સ્થિમાં બાળકોને ખાસ સાચવો, કોરોના જેવી બિમારી બાળકો માટે મુશ્કેલી ઉભી કરે છે. માટે તેમની ઇમ્યુનીટી પર ખાસ ધ્યાન રાખો.