Not Set/ જો તમે કાચુ દૂધ પીવો છો તો થઇ જાઓ સાવધાન, થઇ શકે છે આ ગંભીર બિમારી

જો તમને લાગે છે કે ધૂમ્રપાન અને તમાકુનું સેવન તમારા કેન્સરનું કારણ બની શકે છે, તો તે ખોટું છે. મળતી માહિતી પ્રમાણે દૂધ પીને પણ તમે કેન્સરનો શિકાર બની શકો છો. લુવાસનાં એક રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. લુવાસે તાજેતરમાં દૂધ આપતા પ્રાણીઓનો અભ્યાસ કર્યો છે. આ અહેવાલમાં પ્રાણીઓનાં અલ્ટ્રાસાઉન્ડનો ડેટા એકત્રિત કરવામાં આવ્યો હતો. […]

Health & Fitness Lifestyle
18cae40be23daa4a234969517ec2016a જો તમે કાચુ દૂધ પીવો છો તો થઇ જાઓ સાવધાન, થઇ શકે છે આ ગંભીર બિમારી

જો તમને લાગે છે કે ધૂમ્રપાન અને તમાકુનું સેવન તમારા કેન્સરનું કારણ બની શકે છે, તો તે ખોટું છે. મળતી માહિતી પ્રમાણે દૂધ પીને પણ તમે કેન્સરનો શિકાર બની શકો છો. લુવાસનાં એક રિપોર્ટમાં આ ખુલાસો થયો છે.

લુવાસે તાજેતરમાં દૂધ આપતા પ્રાણીઓનો અભ્યાસ કર્યો છે. આ અહેવાલમાં પ્રાણીઓનાં અલ્ટ્રાસાઉન્ડનો ડેટા એકત્રિત કરવામાં આવ્યો હતો. જેમા ચોંકાવનારી વાત સામે આવી છે કે ગાય અને ભેંસ પણ કેન્સરનો શિકાર બની રહી છે. વૈજ્ઞાનિકોનું માનવું હતું કે ફક્ત ઘોડીઓ કેન્સરનો શિકાર હોય છે, પરંતુ કેન્સરનાં તત્વો દૂધાળા પ્રાણીઓમાં પણ જોવા મળી રહ્યા છે.

વૈજ્ઞાનિકો માને છે કે દૂધાળુ પ્રાણીઓમાં કેન્સરયુક્ત તત્વો મળ્યા બાદ લોકોમાં પણ તેનું જોખમ વધી ગયું છે. જો તમે આ દૂધાળા પ્રાણીઓનું દૂધ ઉકાળ્યા વિના પીતા હોવ તો તમને કેન્સર પણ થઈ શકે છે. વૈજ્ઞાનિકોએ કાચા દૂધ પીવાનું ટાળવાની સલાહ આપી છે. તેઓ કહે છે કે દૂધને યોગ્ય રીતે ઉકાળવાથી કેન્સર પેદા કરનારા તત્વો તેમાં નાબૂદ થાય છે. દૂધ ઓછામાં ઓછું બે વાર સારી રીતે ઉકાળવું જોઈએ.

લુવાસના ગાયનેકોલોજી વિભાગનાં પ્રાણી વૈજ્ઞાનિક ડૉ. આર.કે.ચાંદોલીયાનાં જણાવ્યા અનુસાર તપાસમાં બહાર આવ્યું છે કે ગાય અને ભેંસમાં ગર્ભાશયનાં કેન્સરનું જોખમ વધી રહ્યું છે. એવા ઘણા કિસ્સા બન્યા છે કે જેમાં આ દૂધાળા પ્રાણીઓ ગર્ભાશયનાં કેન્સરનો ભોગ બન્યા હોવાનું જાણવા મળ્યું છે. તેમણે કહ્યું કે આવી સ્થિતિમાં ગર્ભાશય કાઢીને પ્રાણીનું જીવન બચાવી શકાય છે પરંતુ સમયસર તેની માહિતી મળે તો જ તે શક્ય છે.

ખેતીમાં કેમિકલના ઉપયોગને કારણે પશુઓનો ખોરાક ઝેરી બની રહ્યો છે. રાસાયણિક દવાઓ પ્રાણીઓને આપવામાં આવતા ચારામાં વપરાય છે. આ સિવાય આ કેમિકલ જળાશયોમાં પહોંચે છે જેથી પ્રાણીઓનું પાણી પીવાથી આ હાનિકારક રસાયણો તેમના શરીરમાં પણ પહોંચે છે. વિદેશની તુલનામાં ભારતમાં પ્રાણીઓની સારવાર ઓછી થાય છે. પ્રાણીઓ માટે અલ્ટ્રાસાઉન્ડ સુવિધા ભાગ્યે જ અહીં ઉપલબ્ધ છે. જેને લીધે, પ્રાણીઓમાં આ રોગ શોધી શકાતો નથી, જેના કારણે તેઓ મૃત્યુ પામે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.