આપણે દિવસ દરમિયાન કે રાત્રે સ્ક્રિન પર ધણો સમય પસાર કરીએ છે . પછી તે મોબાઇલ સ્ક્રિન હોય , કોમ્પ્યુટર કે ટીવી સ્ક્રિન હોય. સ્ક્રિન પર વધુ સમય વિતાવવાથી આંખોને સીધી અસર પડે છે. ઘણા લોકો આંખના દુખાવાની ફરિયાદ કરતા હોય છે. અથવા તેઓ બરોબર જોઇ પણ નથી શકતા, આવી સ્થિતિમાં માત્ર આંખોની તપાસ જ નહીં પરંતુ તેમને આરામ આપવો જરૂરી છે.
આંખને સ્વસ્થ રાખવાની 5 રીત
1 તમારી આંખો તપાસવી
ઉમરને ધ્યાનમાં લીધા વિના, વર્ષમાં એકવાર આંખોની તપાસ કરવી જોઇએ. જ્યારે તમે આંખની તપાસ માટે જાઓ ત્યારે તમે ખાતરી કરો કે તમારી આંખો પહોળી થઇ ગઇ છે.
આંખોની અંદરની તપાસ માત્ર આંખોને પહોળી કરીને કરવામાં આવે છે. આમાં એક ખાસ પ્રવાહીના થોડા ટીપાં આંખોની અંદર નાખવામાં આવે છે. તેને લાગવાથી આંખોનો અંદરનો ભાગ અને નસ સરળતાથી દેખાય છે.
જો તમારી ઉમર 40 કરતા વધારે છે , તો વર્ષમાં એકવાર તમારી આંખનું દબાણ તપાસો, આ ટેસ્ટ ગ્લુકોમાં દર્શાવે છે.
2 20,20,20,ફોર્મ્યુલા
આપણી દિનચર્યામાં આપણે ક્યારેક નજીકની અને ક્યારેક દુરની વસ્તુઓ જોઇએ છીએ. જો તમે મોબાઇલ અથવા ટીવી જેવી વસ્તુ નજીકથી સતત જોતા હોય તો તમારે થોડા સમય માટે દૂરની વસ્તુઓ જોવી જોઇએ.
દરેક વ્યક્તિએ 20.20.20, ફોર્મ્યુલાને અનુસરવું જરૂરી છે. એટલે કે દર 20 મિનિટે 20 વખત આંખને ઝબકાવવું, પછી સતત 20 સેકન્ડ સુધી 20 ફુટ કે તેથી વધુ અંતરે જોવું.
3 સ્ક્રિનથી અંતર જાળવવું
મોબાઈલ હોય કે ટીવી, સ્ક્રીનથી અંતર ખૂબ મહત્વનું છે. મોબાઈલથી બને એટલું દૂર રહો. ખાસ કરીને બાળકોને મોબાઈલ ફોનથી દૂર રાખો.
મોબાઈલ ફોનના કારણે ઘણા બાળકો માયોપિયાથી પીડાવા લાગ્યા છે. જેના કારણે બાળકો દૂરની વસ્તુઓ બરાબર જોઈ શકતા નથી. મ્યોપિયાનું સૌથી મોટું કારણ આંખોમાં ભેજનો અભાવ છે.
બાળક હોય કે પુખ્ત, સ્ક્રીન પર ઓછામાં ઓછો સમય વિતાવો અને સ્ક્રીન પર જોતી વખતે અથવા કમ્પ્યુટર પર કામ કરતી વખતે મિનિટમાં 25 થી 30 વખત ઝબકવાનો પ્રયાસ કરો.
4 વિટામીન A પુષ્કળ પ્રમાણમાં લેવું
આંખના સારા સ્વાસ્થ્ય માટે એવી વસ્તુઓ ખાઓ જેમાં વિટામિન A ભરપૂર હોય. લીલા શાકભાજી ખાઓ. સાથે જ રોજ સલાડ ખાવાની ટેવ પાડો. સલાડમાં શાકભાજીનો ઉપયોગ કરો.
કેરી, લીચી, દ્રાક્ષ, સફરજન, નારંગી વગેરે ફળોને તમારા આહારમાં લો. તેમાં વિટામીન A ભરપૂર માત્રામાં હોય છે.
5 આઉટડોર પ્રવૃત્તિઓ કરવી
આઉટડોર પ્રવૃત્તિઓ આંખના રોગોને ઘણી હદ સુધી દૂર રાખે છે. આઉટડોર એક્ટિવિટીના અભાવે આપણું શરીર પોષક તત્વોને યોગ્ય રીતે શોષી શકતું નથી અને આપણને પૂરતા પોષક તત્વો મળી શકતા નથી.
જો બાળકોની વાત કરીએ તો બહારની પ્રવૃત્તિઓને કારણે તેમના શરીરમાં પરસેવો થાય છે. પરસેવાના કારણે શરીરમાં ડોપામાઇન અને મેલાટોનિન જેવા હોર્મોન્સ પણ બહાર આવે છે, જેનાથી માયોપિયા થવાનું જોખમ ઓછું થાય છે.
આ પણ વાંચો: Loksabha Election 2024/ગુજરાત કોંગ્રેસમાં વિવિધ કમિટીઓની જાહેરાત, કોને જવાબદારીઓ સોંપાઈ
આ પણ વાંચો: Anand/બોગસ માર્કશીટથી વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ
આ પણ વાંચો: Women leader/કરણીસેનાની બે મહિલા આગેવાનોને પોલીસે કર્યા નજરકેદ
