Not Set/ બોર્ડર પાર ગોળીઓનો મારો કરનારા ભારત – પાકિસ્તાનના સૈનિકો એકસાથે કરી રહ્યા છે સૈન્ય અભ્યાસ

નવી દિલ્હી, છેલ્લા કેટલાક વર્ષોથી ભારત અને કટ્ટર પાડોશી દેશ પાકિસ્તાન વચ્ચેના પરસ્પર સંબંધોમાં દુશ્મનાવટ જોવા મળી રહી છે. પાકિસ્તાન દ્વારા વારંવાર થતા સીઝાફાયરના ઉલ્લંઘન અને આતંકવાદી પ્રવૃત્તિઓના કારણે બોર્ડર પાર અનેક વાર જવાનો દ્વારા ગોળીઓનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. જો કે હવે એક મૌકો આવ્યો છે ત્યારે એકબીજાના કટ્ટર હરીફ એવા ભારત અને […]

World Trending
1186889 rus 1474608620 668 બોર્ડર પાર ગોળીઓનો મારો કરનારા ભારત – પાકિસ્તાનના સૈનિકો એકસાથે કરી રહ્યા છે સૈન્ય અભ્યાસ

નવી દિલ્હી,

છેલ્લા કેટલાક વર્ષોથી ભારત અને કટ્ટર પાડોશી દેશ પાકિસ્તાન વચ્ચેના પરસ્પર સંબંધોમાં દુશ્મનાવટ જોવા મળી રહી છે. પાકિસ્તાન દ્વારા વારંવાર થતા સીઝાફાયરના ઉલ્લંઘન અને આતંકવાદી પ્રવૃત્તિઓના કારણે બોર્ડર પાર અનેક વાર જવાનો દ્વારા ગોળીઓનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.

જો કે હવે એક મૌકો આવ્યો છે ત્યારે એકબીજાના કટ્ટર હરીફ એવા ભારત અને પાકિસ્તાનના સૈનિકો રુસની ધરતી પર સંયુક્ત સૈન્ય અભ્યાસ કરી રહ્યા છે. આ પહેલો અવસર છે જયારે ભારત અને પાકિસ્તાનની સેનાઓ એકસાથે કોઈ મિલેટ્રી એક્સસાઈજ કરી રહી છે.

india and pakistan take part for the first time in sco military drill બોર્ડર પાર ગોળીઓનો મારો કરનારા ભારત – પાકિસ્તાનના સૈનિકો એકસાથે કરી રહ્યા છે સૈન્ય અભ્યાસ

શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશનના તમામ દેશો થયા શામેલ

રશિયામાં શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશનના આશ્રય હેઠળ આ શક્ય બની રહ્યું છે. શુક્રવારે રશિયાના ચેલ્યાબિન્સ્ક ક્ષેત્રના ચેબ્રકુલમાં “શાંતિ મિશન ૨૦૧૮”ના બેનર હેઠળ આ અભ્યાસ શરુ થયો છે. આ સૈન્ય અભ્યાસમાં ચીન, રશિયા સહિત શાંઘાઈ કો-ઓપરેશનના તમામ દેશો શામેલ થઇ રહ્યા છે.

aa Cover e4sia1771hlj6rcpjg7b3ej3e4 20171017114321.Medi બોર્ડર પાર ગોળીઓનો મારો કરનારા ભારત – પાકિસ્તાનના સૈનિકો એકસાથે કરી રહ્યા છે સૈન્ય અભ્યાસ

સેનાના પ્રવક્તા કર્નલ અમન આનંદે જણાવ્યું હતું કે, “આ સૈન્ય અભ્યાસથી શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશનમાં શામેલ દેશોને આતંક વિરોધી ઓપરેશન માટે પ્રશિક્ષણ મળી શકશે. આ સૈન્ય અભ્યાસ દરમિયાન સેનાઓ વચ્ચે વાતચીત, ઓપરેશનમાં પરસ્પર સમજદારી અને પ્રક્રિયા, જોઈન્ટ કમાન્ડની સ્થાપના, કંટ્રોલ સ્ટ્રકચર અને આતંકી ખતરાઓ સામે નીપટવાને લઇ મોકડ્રીલ જેવા અભ્યાસ થશે”.

આ સંયુક્ત સૈન્ય અભ્યાસમાં રશિયા દ્વારા ૧૭૦૦ જવાનોને ઉતારવામાં આવ્યા છે, જયારે ચીને ૭૦૦ અને ભારતે ૨૦૦ સૈનિકોએ મોકલ્યા છે. ભારત દ્વારા મોકલવામાં આવેલા સૈનિકોમાં રાજપૂત રેજીમેન્ટ અને એયરફોર્સના જવાનો શામેલ છે.

મહત્વનું છે કે, શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશનની સ્થાપના ૨૦૦૧માં કરવામાં આવી હતી. ત્યારે ચીન, કજાખસ્તાન, કિર્ગીસ્તાન, રશિયા અને તાજિકીસ્તાન શામેલ હતા. ત્યારબાદ આ સમૂહમાં કુલ ૮ દેશ પૂર્ણ રીતે સભ્ય છે, જેમાં ભારત અને પાકિસ્તાન પણ શામેલ છે. આ ઉપરાંત ૪ દેશોને નિરીક્ષક અને ૬ દેશોને ડાયલોગ પાર્ટનરની માન્યતા આપવામાં આવી છે.