Not Set/ WHO એ નવા ફાઉન્ડેશનની કરી જાહેરાત, હવે સામાન્ય લોકો પાસેથી પણ લેશે આર્થિક મદદ

સમગ્ર દુનિયા કોરોના વાયરસ સામે લડી રહી છે. ત્યારે આ સ્થિતિને સંભાળવામાં નિષ્ફળ હોવાના આક્ષેપોનો સામનો કરી રહેલ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને બુધવારે નવા ફાઉન્ડેશનની જાહેરાત કરી છે. કોઈપણ રોગચાળાને પહોંચી વળવા આ ફાઉન્ડેશન હેઠળ નાણાં એકઠા કરવામાં આવશે, જેમાં મોટા દેશોમાંથી જ નહીં પરંતુ સામાન્ય લોકો પાસેથી પણ મદદ લેવામાં આવશે. બુધવારે, WHO નાં ડિરેક્ટર […]

World
a92ce5bf4b2bb850ee63fe45e3aeaa62 WHO એ નવા ફાઉન્ડેશનની કરી જાહેરાત, હવે સામાન્ય લોકો પાસેથી પણ લેશે આર્થિક મદદ

સમગ્ર દુનિયા કોરોના વાયરસ સામે લડી રહી છે. ત્યારે આ સ્થિતિને સંભાળવામાં નિષ્ફળ હોવાના આક્ષેપોનો સામનો કરી રહેલ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને બુધવારે નવા ફાઉન્ડેશનની જાહેરાત કરી છે. કોઈપણ રોગચાળાને પહોંચી વળવા આ ફાઉન્ડેશન હેઠળ નાણાં એકઠા કરવામાં આવશે, જેમાં મોટા દેશોમાંથી જ નહીં પરંતુ સામાન્ય લોકો પાસેથી પણ મદદ લેવામાં આવશે.

બુધવારે, WHO નાં ડિરેક્ટર ટેડ્રોસે જાહેરાત કરી કે તે એક સ્વતંત્ર સંસ્થા હશે. જેમાં હાલની પદ્ધતિઓ સિવાય ભંડોળ ઉભું કરવામાં આવશે. હાલમાં, WHO ને દરેક સદસ્ય દેશ તેના વતી સહાયની રકમ આપે છે, તેના આધારે, WHO વિશ્વને આવતી મુશ્કેલીઓ વિશે કોઈપણ રીતે મદદ કરે છે. ગત દિવસોમાં યુ.એસ.એ WHO ને આપવામાં આવતી સહાયની રકમ બંધ કરી દીધી હતી, યુએસ રાષ્ટ્રપતિએ WHO પર કોરોના વાયરસને ઓળખવામાં નિષ્ફળ હોવાનો આરોપ લગાવ્યો હતો અને ચીનને ટેકો આપવા બદલ તેની ટીકા કરી હતી.

આ સિવાય યુએસ રાષ્ટ્રપતિએ WHO નાં ડાયરેક્ટરને એક પત્ર લખ્યો હતો, જેમાં તેમણે 30 દિવસમાં સંગઠનમાં મોટા ફેરફારો કરવાનું કહ્યું હતુ. જો તેમ નહી થાય તો યુ.એસ. તેના ભંડોળને કાયમી ધોરણે બંધ કરશે અને સંગઠનથી અલગ થવાનું વિચારી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.