atomic bomb/ હિરોશિમા પર ફેંકેલ અણુબોમ્બ કરતાં વધુ શક્તિશાળી બોમ્બ બનાવવાની અમેરિકાએ કરી તૈયારી

અમેરિકા જાપાનના હિરોશિમા પર ફેંકવામાં આવેલા બોમ્બ કરતા પણ વધુ શક્તિશાળી બોમ્બ બનાવવાની તૈયારી કરી રહ્યું છે. અમેરિકન મીડિયા મુજબ આ બોમ્બ 24 ગણો વધુ શક્તિશાળી હશે.

Top Stories World Uncategorized
YouTube Thumbnail 5 12 હિરોશિમા પર ફેંકેલ અણુબોમ્બ કરતાં વધુ શક્તિશાળી બોમ્બ બનાવવાની અમેરિકાએ કરી તૈયારી

વિશ્વમાં અમેરિકા સૌથી મોટું અને વિકસિત અર્થતંત્ર માનવામાં આવે છે. હાલમાં વિશ્વ યુદ્ધ સ્થિતિનો સામનો કરી રહ્યું છે. યુદ્ધ કરતાં પણ વધુ ભયંકર પરમાણુ બોમ્બ છે. દરમ્યાન વધુ એક આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. અમેરિકા જાપાનના હિરોશિમા પર ફેંકવામાં આવેલા બોમ્બ કરતા પણ વધુ શક્તિશાળી બોમ્બ બનાવવાની તૈયારી કરી રહ્યું છે. અમેરિકન મીડિયા મુજબ આ બોમ્બ 24 ગણો વધુ શક્તિશાળી હશે.

યુદ્ધમાં દેશો એકબીજા પર હુમલા કરે તેમાં અસ્કયામતો નુકસાન થાય છે તો માણસો ઘાયલ થાય છે અને મૃત્યુ પામવા જેવી ઘટના પણ બને છે. ત્યારે પરમાણુ બોમ્બ અન્ય દેશ પર હુમલા માટે સૌથી શક્તિશાળી હથિયાર માનવામાં આવે છે. પરમાણુ હુમલામાં તત્કાલ હજારો લોકોના મૃત્યુ થાય છે. આવનારી પેઢીઓ પર પણ આ બોમ્બની અસર જોવા મળે છે. જાપાનના હિરોશિમા અને નાગાસાકી પર ફેંકવામાં આવેલ પરમાણુ બોમ્બની અસરના પગલે આજે પણ કેટલાક લોકો સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આથી જ અણુ બોમ્બને સૌથી શક્તિશાળી હથિયાર સાથે સામૂહિક વિનાશકર્તા પણ કહી શકાય. હાલમાં વિશ્વના 9 દેશો પાસે પરમાણુ બોમ્બ છે. જેમાં અમેરિકા, બ્રિટન, રશિયા, ફ્રાન્સ, ચીન, ભારત, પાકિસ્તાન, ઈઝરાયેલ અને ઉત્તર કોરિયાનો સમાવેશ થાય છે.

અમેરિકન મીડિયા અનુસાર અમેરિકા વધુ શક્તિશાળી પરમાણુ હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. આ મામલે યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા માહિતી આપવામાં આવી તે મુજબ પેન્ટાગોને નવા બોમ્બની મંજૂરી અને ફંડિંગની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. નવો બોમ્બ B61 પરમાણુ ગુરુત્વાકર્ષણ બોમ્બનું આધુનિક સંસ્કરણ હશે, જેનું કોડનેમ B61-13 છે. અમેરિકાના અવકાશ સંરક્ષણ નીતિના ડેપ્યુટી સેક્રેટરી જોન પ્લમ્બે એક નિવેદનમાં કહ્યું કે બદલાતા સુરક્ષા વાતાવરણ અને વિરોધીઓના વધતા ખતરાને ધ્યાનમાં રાખીને અમેરિકાએ આ તૈયારી શરૂ કરી છે. તેમજ યુનાઇટેડ સ્ટેટ્સની જવાબદારી છે કે તે પરિસ્થિતિની સમીક્ષા કરવાનું ચાલુ રાખે અને સંભવિત જોખમોને અટકાવે અને જો જરૂરી હોય તો જવાબી કાર્યવાહી કરે.

અમેરિકા પરમાણુ બોમ્બની તૈયારી કરી રહ્યું છે તેનું વજન 360 કિલોટન હશે અને  જે જાપાનના હિરોશિમા પર ફેંકવામાં આવેલા પરમાણુ બોમ્બ કરતા 24 ગણો મોટો હશે.. હિરોશિમામાં પર ફેંકવામાં આવેલ બોમ્બનું વજન 15 કિલો ટન હતું. નવો બોમ્બ જાપાનના નાગાસાકીમાં છોડવામાં આવેલા બોમ્બ કરતા 14 ગણો મોટો હશે. નાગાસાકીમાં ફેંકવામાં આવેલો બોમ્બ 25 કિલોટનનો હતો. આ ઉપરાંત, નવા બોમ્બમાં વધુ સારી આધુનિક સુરક્ષા અને ચોકસાઈ પણ હશે.

તાજેતરમાં જ અમેરિકાએ નેવાડામાં પરમાણુ સ્થળ પર પરીક્ષણ કર્યું છે. અમેરિકાએ નવો પરમાણુ બોમ્બ બનાવવાની આ જાહેરાત એવા સમયે કરી જ્યારે નેવાડામાં પરમાણુ સ્થળ પર પરીક્ષણ કરવામાં આવ્યું. રશિયા પણ 1966ની સંધિમાંથી બહાર આવી ગયું છે. ત્યારે હવે દુનિયાની નજર આ દેશો પર રહેશે. કેમકે બંને દેશો અત્યારે યુદ્ધમાં સામેલ વિરુદ્ધ દેશોને ટેકો આપી રહ્યા છે. આથી જ આગામી સમય દુનિયા માટે વધુ ખતરનાક બની રહેશે.


whatsapp ad White Font big size 2 4 હિરોશિમા પર ફેંકેલ અણુબોમ્બ કરતાં વધુ શક્તિશાળી બોમ્બ બનાવવાની અમેરિકાએ કરી તૈયારી


આ પણ વાંચો : Anti Defection Law/ શું છે પક્ષપલટા વિરોધી ધારો ? જાણો સાંસદો અને ધારાસભ્યોના પક્ષપલટાને લઈને શું છે નિયમ

આ પણ વાંચો : Indian Army/ ભારતીય સેનાએ સરહદ પર આ ઘાતક હથિયાર તૈનાત કર્યું!

આ પણ વાંચો : AMC Ahmedabad/ દિવાળી પહેલા AMC કરી રહ્યું છે જબરદસ્ત કામ, શહેરમાં બિસ્માર રસ્તાઓનું કરશે પુનઃનિર્માણનું કાર્ય શરુ