ભારતીય વાયુસેનાએ રશિયા પાસેથી ખરીદેલી S-400 ડિફેન્સ સિસ્ટમને પાકિસ્તાન અને ચીનની સરહદ પર સક્રિય કરી દીધી છે. ચીન અને પાકિસ્તાનની સરહદ પર ત્રણ S-400 ડિફેન્સ સિસ્ટમ પહેલેથી જ સક્રિય છે. નોંધનીય છે કે, ચીન અને પાકિસ્તાનના ખતરાને જોતા ભારતે 2018-19માં 35 હજાર કરોડ રૂપિયાના ખર્ચે 5 S-400 ડિફેન્સ સિસ્ટમ ખરીદવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. જોકે, ભારતને આમાંથી 3 સિસ્ટમ મળી છે. રશિયા-યુક્રેન યુદ્ધને કારણે 2 મિસાઈલ મળવામાં વિલંબ થયો છે.
2 ડિફેન્સ સિસ્ટમ હજુ સુધી મળી નથી
ભારત ટૂંક સમયમાં 2 સ્ક્વોડ્રનની ડિલિવરી માટે રશિયા સાથે બેઠક યોજવા જઈ રહ્યું છે. રશિયાએ યુક્રેન સાથેના યુદ્ધમાં આ ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કર્યો છે. ભારત બાકીની બે સિસ્ટમને શક્ય તેટલી વહેલી તકે મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે જેથી કરીને તે પાકિસ્તાન અને ચીન પર વ્યૂહાત્મક રીતે આગળ વધી શકે.
આ સાથે સેનાના લાઈટ કોમ્બેટ હેલિકોપ્ટરથી 70 એમએમના રોકેટ છોડવામાં સફળતા મળી છે. સેનાના સૂત્રોએ જણાવ્યું હતું કે આસામના લિકાબાલી ફાયરિંગ રેન્જમાં દિવસ અને રાત દરમિયાન સફળ ગોળીબાર કરવામાં આવ્યો હતો. આર્મીના ડીજી એવિએશન. જનરલ સૂરીએ કહ્યું કે હેલિકોપ્ટરમાંથી 700 એમએમ રોકેટ અને 20 એમએમ ગન છોડવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા સેનાએ કહ્યું કે સેનાનું હળવું હેલિકોપ્ટર આધુનિક હથિયારોની મદદથી ટેન્ક અને બંકરોને સંપૂર્ણ રીતે નષ્ટ કરી શકે છે. આ સિવાય સેનાનું આ આધુનિક હેલિકોપ્ટર સિયાચીનમાં દુશ્મનોના નિશાનોને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે.
આ પણ વાંચો: Hacking/ વિપક્ષી નેતાઓનો મોટો આરોપ,”કેન્દ્ર સરકાર અમારો ફોન હેક કરી રહી છે”
આ પણ વાંચો: Data Leakage/ 81 કરોડ ભારતીયોનો પર્સનલ ડેટા ડાર્ક વેબ પર લીક
આ પણ વાંચો: Modi-SOU/ સ્ટેચ્યુ ઓફ યુનિટીઃ 1.5 કરોડથી વધુ લોકો લઈ ચૂક્યા છે મુલાકાત