દુર્ઘટના/ સુરતમાં માલગાડીની બોગીમાં લાગી આગ,મોટી દુર્ઘટના ટળી

ગુજરાતના સુરતમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે,શહેરમાં માલગાડીની બોગીમાં અચાનક આગ ભભૂકી હતી જેના લીધે આગ ચોમરે ફેલાઇ હતી

Top Stories Gujarat
  • સુરતમાં માલગાડીની બોગીમાં લાગી આગ
  • માલગાડીમાં કોલસા લઇ જવાતા હતા
  • કુડસદ રેલવે સ્ટેશનની ઘટના
  • સમયસુચકતાને કારણે મોટી દુર્ઘટના ટળી

ગુજરાતના સુરતમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે,શહેરમાં માલગાડીની બોગીમાં અચાનક આગ ભભૂકી હતી જેના લીધે આગ ચોમરે ફેલાઇ હતી,પરતું  આગ ભીષણ  સ્વરૂપ ધારણ કરે તે પહેલા કાબુમાં લેવામાં આવી હતી. સમયસૂચકતાના લીધે મોટી દુર્ઘટના ટળી હતી ,હાલ આગથી કેટલું નુકશાન થયું છે તેની હાલ જાણકારી પ્રાપ્ત થઇ નથી.મોટી હોનારત સર્જાતા બચી ગઇ છે,માલગાડીમાં આગ લાગતા અધિકારીએ ફાયર સેફટીના બોટલથી આગ ઓલવવાનો પ્રયત્ન કર્યો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો,.